ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

આવતી ચોવીસી ના તીર્થંકર હાલ ક્યા અને કોનો જીવ*

Related image
*🎋આવતી ચોવીસી ના તીર્થંકર હાલ ક્યા અને કોનો જીવ*

*૦૧. શ્રેણિક મહારાજા આવતી ચોવીસીમાં શ્રી પદ્મનાભ સ્વામી નામના પહેલા તીર્થંકર થશે. હાલમાં તે પહેલી નરકમાં છે.*
*૦૨. શ્રી સુપાર્શ્ર્વ (વીર પ્રભુના કાકા) આવતી ચોવીસીમાં શ્રી સુરદેવ સ્વામી નામના બીજા તીર્થંકર થશે. હાલમાં તે બીજા દેવલોકમાં છે.*
*૦૩. શ્રી ઉદાયી (શ્રેણિક ના પુત્ર) આવતી ચોવીસીમાં શ્રી સુપાર્શ્ર્વ સ્વામી નામના ત્રીજા તીર્થંકર થશે. હાલમાં તે ત્રીજા દેવલોકમાં છે.*
*૦૪. શ્રી પોટીલ (શ્રાવકનો જીવ) આવતી ચોવીસીમાં શ્રી સ્વયંપ્રભ સ્વામી નામના ચોથા તીર્થંકર થશે. હાલમાં તે ચોથા દેવલોકમાં છે.*
*૦૫. શ્રી દ્રઢકેતુ (શ્રી મલ્લિનાથના કાકા) આવતી ચોવીસીમાં શ્રી સર્વાનુભુતિ સ્વામી નામના પાંચમાં તીર્થંકર થશે. હાલમાં તે બીજા દેવલોકમાં છે.*
*૦૬. શ્રી કાર્તિક શેઠ (આનંદગાથાના બાપા) આવતી ચોવીસીમાં શ્રી દેવશ્રુત સ્વામી નામના છઠ્ઠા તીર્થંકર થશે. હાલમાં તે પહેલા દેવલોકમાં છે.*
*૦૭. શ્રી શંખ શ્રાવક આવતી ચોવીસીમાં શ્રી ઉદયપ્રભ સ્વામી નામના સાતમાં તીર્થંકર થશે. હાલમાં તે બારમાં દેવલોકમાં છે.*
*૦૮. શ્રી આનંદ શ્રાવક આવતી ચોવીસીમાં શ્રી પેઢાલ સ્વામી નામના આઠમાં તીર્થંકર થશે. હાલમાં તે પહેલા દેવલોકમાં છે.*
*૦૯. સુનંદા શ્રાવિકા આવતી ચોવીસીમાં શ્રી પોટ્ટીલ સ્વામી નામના નવમાં તીર્થંકર થશે. હાલમાં તે પાંચમાં દેવલોકમાં છે.*
*૧૦. શ્રી શતક શ્રાવક આવતી ચોવીસીમાં શ્રી શતકીર્તિ સ્વામી નામના દસમાં તીર્થંકર થશે. હાલમાં તે ત્રીજી નરકમાં છે.*
*૧૧. દેવકી આવતી ચોવીસીમાં શ્રી મુનિસુવ્રત સ્વામી નામના અગ્યારમાં તીર્થંકર થશે. હાલમાં તે આઠમાં દેવલોકમાં છે.*
*૧૨. શ્રી કૃષ્ણ આવતી ચોવીસીમાં શ્રી અમમનાથ સ્વામી નામના બારમાં તીર્થંકર થશે. હાલમાં તે ત્રીજી નરકમાં છે.*
*૧૩. સત્યકી વિદ્યાધર આવતી ચોવીસીમાં શ્રી નિષ્કષાય સ્વામી નામના તેરમાં તીર્થંકર થશે. હાલમાં તે પાંચમાં દેવલોકમાં છે.*
*૧૪. બલભદ્ર આવતી ચોવીસીમાં શ્રી નિષ્પુલાક સ્વામી નામના ચૌદમાં તીર્થંકર થશે. હાલમાં તે છઠ્ઠા દેવલોકમાં છે.*
*૧૫. સુલસા શ્રાવિકા આવતી ચોવીસીમાં શ્રી નિર્મમ સ્વામી નામના પંદરમાં તીર્થંકર થશે. હાલમાં તે પાંચમાં દેવલોકમાં છે.*
*૧૬. રોહિણી (બલદેવની માતા) આવતી ચોવીસીમાં શ્રી ચિત્રગુપ્ત સ્વામી નામના સોળમાં તીર્થંકર થશે. હાલમાં તે બીજા દેવલોકમાં છે.*
*૧૭. રેવતી શ્રાવિકા આવતી ચોવીસીમાં શ્રી સમાધિ સ્વામી નામના સતરમાં તીર્થંકર થશે. હાલમાં તે બારમાં દેવલોકમાં છે.*
*૧૮. શતાલી આવતી ચોવીસીમાં શ્રી સંવર સ્વામી નામના અઢારમાં તીર્થંકર થશે. હાલમાં તે આઠમાં દેવલોકમાં છે.*
*૧૯. દ્વૈપાયન દેવ (દ્વારિકા બાળનાર) આવતી ચોવીસીમાં શ્રી યશોધર સ્વામી નામના ઓગણીસમાં તીર્થંકર થશે. હાલમાં તે અગ્નિકુમાર ભવનમાં છે.*
*૨૦. કોણિક આવતી ચોવીસીમાં શ્રી વિજય સ્વામી નામના વીસમાં તીર્થંકર થશે. હાલમાં તે બારમાં દેવલોકમાં છે.*
*૨૧. નારદ આવતી ચોવીસીમાં શ્રી મલ્લીજિન સ્વામી નામના એકવીસમાં તીર્થંકર થશે. હાલમાં તે પાંચમાં દેવલોકમાં છે.*
*૨૨. અંબડ શ્રાવક આવતી ચોવીસીમાં શ્રી દેવજિત સ્વામી નામના બાવીસમાં તીર્થંકર થશે. હાલમાં તે બારમાં દેવલોકમાં છે.*
*૨૩. અમર આવતી ચોવીસીમાં શ્રી અનંતવીર્ય સ્વામી નામના ત્રેવીસમાં તીર્થંકર થશે. હાલમાં તે નવમા ગ્રૈવેયકમાં છે.*
*૨૪. સ્વાતિબુદ્ધ આવતી ચોવીસીમાં શ્રી ભદ્રજિન સ્વામી (ભદ્રકૃત સ્વામી) નામના ચોવીસમાં તીર્થંકર થશે. હાલમાં તે સર્વાર્થસિદ્ધમાં છે.*

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.