ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

|| દાનનો મહિમા ||

Image may contain: 1 person

|| દાનનો મહિમા ||

જરૃરિયાતમંદ વ્યકિતને આપવામાં આવતું દાન તેને સાત્વિક દાન કહે છે. માત્ર નામ કે કીર્તિ પ્રાપ્ત કરવા માટે અપાતું દાન તેને રાજશી દાન કહે છે.

કોઈ પણ વ્યકિત તેણે કરેલા આર્થિક ઉપાર્જનમાંથી અમુક હિસ્સો જરૃરિયાતમંદ વ્યકિતને કે સેવા કરતી કોઈ સંસ્થાને દાનનો મહિમા વર્ણવ્યો છે.

દાન ઘણાં પ્રકારના હોય છે. અન્નદાન, વસ્ત્રદાન, ભૂદાન, (જમીનનું દાન) રકતદાન, વિદ્યાદાન, નેત્રદાન, અંગદાન વગેરે. એક યા બીજી રીતે દાન પ્રાપ્ત કરનાર વ્યકિત માટે તે આર્શીવાદરૃપ બની રહે છે. દાન આપનારને પણ પૂણ્ય પ્રાપ્ત થાય છે. નેત્રદાન અને અંગદાન દ્વારા તો ઘણાંના જીવન બચી જાય છે. આ એકત્ર થયેલ દાનની રકમ દ્વારા સેવા કરતી સંસ્થાઓ નિ:સ્વાર્થભાવે સેવા કરે છે. અનાવૃષ્ટિ થઈ હોય કે અતિવૃષ્ટિ, ધરતીકંપ થયો હોય કે દુકાળ પડયો હોય. અકસ્માત થયો હોય, એ આફતો કુદરતી હોય કે માનવસર્જીત હોય પરંતુ સેવા કરતી સંસ્થાઓના કાર્યક્રરો હોય કે માનવસર્જીત હોય પરંતુ સેવા કરતી સંસ્થાઓના કાર્યક્રરો ત્યાં દોડી જાય છે. દનાવીરો પણ આવા સમયે દાનનો પ્રવાહ વહેતો કરી દે છે.
દાન આપવાથી કંઈક સારું કર્યું હોવાનો ભાવ વ્યકિતને સંતોષ આપે છે. દાનના વિવિધ પ્રકાર છે. તેમ દાન આપવાની રીતો પણ ઘણી છે. જરૃરિયાતમંદ વ્યકિતને આપવામાં આવતું દાન તેને સાત્વિક દાન કહે છે. માત્ર નામ કે કીર્તિ પ્રાપ્ત કરવા માટે અપાતું દાન તેને રાજશી દાન કહે છે. અને ઘણીવાર બીજાઓ કરતાં વધારે દાન આપીને નામ મોટું બનાવવા માટે કે બીજા દાન આપનારને ઉતારી પાડવાના હેતુથી દુષ્ટ વિચારો સાથે આપવામાં આવતું દાન તેને તામશી દાન કહે છે. આવું દાન ક્યારેય ઇશ્વરને સ્વીકાર્ય થતું નથી.
દાન આપવા માટે બાઈબલમાં લખ્યું છે કે ,' તું દાનધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે.' એટલે ગુપ્તદાનનો મહિમા બતાવ્યો છે. આજે સમાજમાં દાનની રકમ ઉપરથી વ્યકિતની મહત્તા આંકવામાં આવે છે. દાનની રકમ જેટલી મોટી તેટલું દાન આપનાર વ્યકિતનું માન વધારે. તે વ્યકિત મોભાદાર ગણાય. ખરેખર તો વ્યકિતની આવક કેટલી છે. અને તેમાંથી તે કેટલું આપે છે તે અગત્યનું છે.
એક ધર્મમંદિરમાં દાનની પેટી મૂકવામાં આવી. બધાં તેમાં દાન નાખતા હતાં. દાન નાખનાર ઘણાં શ્રીમંત હતાં, ઘણાં મધ્યમવર્ગી હતાં તો ઘણાં સાવ ગરીબ હતા. બધાં પોતપોતાને યોગ્ય લાગે તે પ્રમાણે દાન નાખતા હતાં. શ્રીમંતો ત્રણ-ચાર આંકડાની રકમનું દાન નાખતા હતા, કેમકે તેમની પાસે અઢળક મિલ્કત હતી. એક વિધવા જેણે મુઠ્ઠીમાં બંધ દાન દાનપેટીમાં નાખ્યું. કદાચ તેને લાગી રહ્યું હતું કે બીજાની સરખામણીમાં તેનું દાન સાવ ઓછું છે. મનમાં શરમ પણ અનુભવતી હશે. પરંતુ તેણે જે દાન આપ્યું તે આખા મહિનાની આજીવિકા હતી. મહિના દરમ્યાન પરસેવો પાડીને મેળવેલી મૂડી હતી. આખો મહિનો કેવી રીતે ગુજારીશ તેની લેશમાત્ર ચિંતા તેણે ન કરી. અને તેનું દાન સર્વશ્રેષ્ઠ ગણાયું. પોતાનું હતું તે સર્વસ્વ તેણે અર્પણ કર્યું હતું.
' દાન ન કરે તેનું ધન કાંકરા સમાન છે.' કબીરે સાચું જ કહ્યું છે.
' પાની બાઢે નાવમેં, ઘરમેં બાઢે દામ,
દોનો હાથ ઉલેચીએ, યહી સાધુકા કામ.'

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.