1. પ્રાતઃકાળની પૂજા :
રાત્રિ સંબંધિત પાપોનો નાશ કરે છે અને સ્ફૂર્તિ આપે છે.
શરીરશુદ્ધ કરીને પૂજામાં વપરાય છે તેવા સ્વચ્છ , નિર્મળ કપડાં જયણાપૂર્વક દેરાસર પહોંચી , પગ શુદ્ધિ કરી , દેરાસરમાં પ્રવેશ કરતાં જ નિસ્સીહિ બોલવું. પ્રભુના દર્શન થતાં જ બે હાથ મસ્તક અંજલીબદ્ધ કરી મસ્તક નમાવીને અડધા નમીને " નમો જિણાણાં " બોલવું. 3 પ્રદક્ષિણા દેવી. ભાવવાહી સ્તુતિ બોલાવી.
8 પડવાળો મુખકોશ સંપૂર્ણ મુખ અને નાક ઢંકાઈ જાય તે રીતે બાંધી , જમણા પગે ગભારાના ઉંબરા પર પગ મૂકી , ગભારામાં વાસક્ષેપ સાથે જયણા પૂર્વક પ્રવેશ કરતાં , બીજી નિસ્સીહિ બોલાવી. પ્રભુજીથી યોગ્ય અંતરે રહી પ્રભુજીને સ્પર્શ ન થાય એ રીતે અંગૂઠા અને પ્રભુપૂજાની આંગળી વચ્ચે વાસક્ષેપ લઈ ભગવાનને નવ અંગે વાસક્ષેપ પૂજા કરવી. પ્રભુજીને પૂંઠ ન પડે તેમ ગભારાથી બહાર આવું. પ્રભુ સન્મુખ ધૂપ - દીપ કરી ચૈત્યવંદન કરવું. યથાશક્તિ પચ્ચકખાણ કરવું.
2. મધ્યાહન કાળની પૂજા :
આ ભવના પાપનો નાશ કરે છે. અને શક્તિ આપે છે.
બપોરે જમ્યા પહેલાં વિધિપૂર્વક નિર્મળ જળથી જયણાપૂર્વક સ્નાન કરી , પૂજાના સ્વચ્છ કપડાં પહેરી , 10 ત્રિક પ્રમાણે આચાર પાળી , પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા માટેના ઉત્તમ સ્વદ્રવ્યથી પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા કરવી.
3. સાયંકાળની પૂજા :
7 ભવના પાપોનો નાશ કરે છે. અને શાંતિ આપે છે.
સાંજે વાળુ પતાવી , દેરાસર આવી 10 ત્રિક પ્રમાણે આચાર પાળી પ્રભુજીની સ્તુતિ કરવી. આરતી ઉતારવી. ધૂપ - દીપ કરી , વિધિ સાથે ચૈત્યવંદન કરવું. પચ્ચકખાણ કરવું. અને ઉપાશ્રય જઈ દેવસી પ્રતિક્રમણ કરવું.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.