ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

कान मे खीला वाली महावीर स्वामी की प्रतिमाजी, बामणवाडा तीर्थ- દીન દુ:ખીયા નો તું છે બેલી.....

Image may contain: 1 person, standing and outdoor


કાન માં ખીલા ઠૉક્યા જ્યારે
થઈ વેદના પ્રભુ ને ભારે

તૉયે પ્રભુ જી શાંત વિચારે
ગૉવાળ નૉ નહી વાંક લગારે...

Image may contain: one or more people

Image may contain: 2 people


કલીકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા પ્રભુ વીર ની સ્તુતિ કરતા સકલાર્થ સ્તોત્ર માંજણાવે છે.....
જયારે કોઈ અનાડી માણસ પ્રભુ વીર ના કાન માં ખીલ્લા ઠોકી રહ્યો હતો..
કે સંગમ દેવ પ્રભુ ના પરમ પવન શરીર ઉપર ઉપસર્ગો ની જાડી ઓ વરસાવી રહ્યો હતો..
ત્યારે.. પ્રભુ ની આંખ માં થી અશ્રુ બિંદુ છલકાય છે..
*ભગવાન ની આંખ માં આંશુ..!!?*
નવાઈ લાગે આપણને..
મેરુ જેવા અડગ પ્રભુ... અને આટલા કષ્ટો થી ડરી ગયા..?? ના હોય...
પ્રભુ કષ્ટો થી ડર્યા નથી.. કષ્ટો ને લીધે પ્રભુ ની આંખ માં અશ્રુ આવ્યા નથી..
પ્રભુ ની આંખ માં અશ્રુ આવ્યા છે... પેલી વ્યક્તિ -- પેલા દેવ ઉપર ની કરુણા ને કારણે..
પ્રભુ ને વિચાર આવે કે મારા કર્મો ઉદય માં આવ્યા એટલે મારા કાન માં ખીલા તો ઠોકાસે જ. ખીલા ઠોકાયા વગર મારુ કર્મ નહી જ તૂટે. આ બિચારો નિર્દોષ વ્યક્તિ તો નિમિત્ત માત્ર લપેટાઈ ગયો છે..
પ્રભુ આ ઉપસર્ગ કરનારા ઓ ને પણ નિર્દોષ ગણે..
પ્રભુ ની વિચારધારા..
આ નિર્દોસ વ્યક્તિ અત્યારે દુરવિચારો માં આવી ને ભારે કર્મ બાંધી લેશ દુર્ગતિ માંસપડાઈ જશે.. અને એ કર્મ જયારે એના ઉદય માં આવશે ત્યારે સહન નહિ કરી શકશે.. એને કેટલી પીડા થશે..
આ વિચારો ને લીધે પ્રભુ ની આંખ માં અશ્રુ આવ્યા...
વિવેચન ભક્તિ યોગાચાર્ય યશોવિજય સુરી મહારાજા..
જ્યારે પ્રભુ વીર ના દર્શન કર્યે ત્યારે...
ભીની આંખે પ્રભુ ને મન માં એક પ્રાર્થના કરવી..
પ્રભુ..!! તારા કાન મા ખીલ્લા ઠોકાયા.. છતાં ખીલ્લા ઠોક નાર પર તારી કરુણા નો એક સ્ત્રોત વહ્યો.. અને તારી આંખો ભીની બનેલી..
પ્રભુ..!! મારી એવી ક્ષમતા કદાચ ના પણ હોય..
મારી સહન ક્ષમતા તો બહુ જ ઓછી છે..
કદાચ ખીલ્લા તો શું... કોઈ મારા ગાલ પર તમાચો મારે તો પણ હું એને સહન ના કરી શાકુ..
પણ પ્રભુ..!! કદાચ કોઈ માણસ મારા કાન મા 2-4 કડવાં શબ્દો મૂકી દે ને.. એ હું પ્રેમ થી સહન કરી શકુ એટલું બળ્ તો મને આપ...!!!
તારા કાન માં ખીલ્લા ઠોકાય અને તારી આંખ માં જો આંશુ આવે.. તો પ્રભુ તારા બાળક ના કાન માં 2-4 કડવાં શબ્દો પડે તો એની આંખ માં આશુ કેમ ના આવે..
- વિવેચન ભક્તિ યોગાચાર્ય યશોવિજય સુરી મહારાજા.. (કાલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા ના સકલરથ સ્તોત્ર માં થી..)

એક જનમ્યો રાજદુલારો દુનિયાનો તારણહારો, વર્ધમાનનું નામ ધરીને, પ્રગટયો તેજ સિતારો..એક જનમ્યો.
પૃથ્વી પર થી અંધકાર ના, વાદળ જાણે વીખરાયા. ગાયે ઉમંગે ગીત અપ્સરા, દેવો ના મન હરખાયાં.
નારકીના જીવોએ નીરખ્યાં, તેજ તણો ઝબકારો રે..એક જનમ્યો.
ધાન વધ્યાં ધરતીનાં પેટે, નીર વધ્યાં સરવરીયા નાં. ચંદ્ર સૂરજનાં તેજ વધ્યાં ને,
સંપ વધ્યાં સૌ માનવના. દુ:ખના દિવસો દૂર ગયા ને, આવ્યો સુખનો વારો રે.એક જનમ્યો.
રંક જનો ના દિલ માં પ્રસયુઁ, આશભરેલું અજવાળું. બેલી આવ્યો દિન દુ:ખીયા નો રહેશે ના કોઇ નોંધારુ. 
ભીડ જગત ની ભાંગે એવો, સૌનો પાલનહારો રે.એક જનમ્યો.
વાગે છે શરણાઇ ખુશી ની, સિધ્ધારથ ના આંગણિયે, હેતે હિંચોળે ત્રિશલારાણી,
બાલકુંવર ને પારણિયે. પ્રજા બની આનંદે ઘેલી, ઘરઘર ઉત્સવ પ્યારો રે.એક જનમ્યો.
એક જનમ્યો રાજદુલારો દુનિયાનો તારણહારો, વર્ધમાન નું નામ ધરીને,
પ્રગટયો તેજ સિતારો..એક જનમ્યો.


દીન દુ:ખીયા નો તું છે બેલી,તું છે તારણહાર;
...તારા મહિમાનો નહિ પાર(2)
રાજપાટને વૈભવ છોડી,છોડી દીધો સંસાર;
...તારા મહિમાનો નહિ પાર(2)

ચંડકોશીયો ડસીયો જ્યારે, દૂધની ધારા પગથી નીકળે;
વિષને બદલે દૂધ જોઇને,ચંડકોશિયો આવ્યો શરણે;
ચંડકોશીયા ને તે તારી,કીધો ઘણો ઉપકાર.
...તારા મહિમા નો નહિ પાર(૨)

કાનમાં ખીલા ઠોકયા જ્યારે,થઇ વેદના પ્રભુને ભારે;
તોય પ્રભુજી શાંત વિચારે,ગોવાળનો નહિ વાંક લગારે;
ક્ષમા આપીને તે જીવોને,તારી દીધો સંસાર.
...તારા મહિમાનો નહિ પાર(૨)

મહાવીર મહાવીર ગૌતમ પુકારે,આંખેથી અશ્રુની ધાર વહાવે;
કયાં ગયા એકલા છોડી મુજને,હવે નથી કોઇ જગમાં મારે;
પશ્ર્ચાતાપ કરતાં કરતાં,ઉપન્યું કેવલજ્ઞાન.
....તારા મહિમાનો નહિ પાર (૨)

'જ્ઞાનવિમલ'ગુરુ વયણે આજે,ગુણ તમારા ગાવા કાજે;
થઇ સુકાની તુ પ્રભુ આવે,ભવજલ નૈયા પાર તરાવે;
અરજ અમારી દિલમાં ધારી,કરીએ વંદન વારંવાર.
...તારા મહિમાનો નહિ પાર (૨)

દીન દુ:ખીયા નો તું છે બેલી.....

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.