ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

શ્રી સુમતિનાથ ભગવાન Shri Sumatinath तीर्थंकर सुमतिनाथ

Image may contain: 1 person
તિર્થંકર ભગવાન શ્રી સુમતિનાથ ભગવાન
પ્રભુનું ચ્યવન
આ જંબુદ્વીપના, ભરતક્ષેત્રના કોશલ દેશની વિનીતા (અયોધ્ય) નગરીમાં, ઇક્ષ્વાકુ વંશીય મેઘરાજા રાજય કરતા હતા. તેઓને મંગલા નામે શીલવતી પટ્ટરાણી હતી. પુરુષસહનો આત્મા દેવલોકથી ચ્યવી શ્રાવણ સુદ - ૨ ના મઘા નક્ષત્રમાં મંગલાદેવીની કુક્ષિમાં ઊત્પન્ન થયો. ગર્ભવૃદ્ધિ પામતા, ગર્ભના પ્રભાવે માતાને સારી મતિ ઊત્પન્ન થવા લાગી એકવાર રાજયસભામાં એક જટીલ સમસ્યાનો ન્યાય કરવાનો હતો. રાજા ન્યાય ન કરી શકયા. ગર્ભના પ્રભાવે રાણી મંગળાએ તે ન્યાય કર્યો.
વાત એમ બની હતી કે એક બાળકને લઇ, બે સ્ત્રીઓ રાજયસભામાં આવી હતી. આ બન્ને સપત્નીઓનો દાવો હતો કે પુત્ર પોતાનો છે. બે પત્નીઓ વચ્ચે એક બાળકને છોડી બાળકના પિતા મૃત્યુ પામ્યા હતા. પિતાનો વારસો પુત્રને મળે તેથી બન્ને પત્નીઓ ધનની લાલસાથી મૃતપતિનું ધન અને પુત્ર પોતાના છે તેવો દાવો કરવા લાગી.
સમાન દેખાવવાળી આ બન્ને સ્ત્રીઓમાં બાળક કોનું છે તે નિર્ણય રાજા કરી શકતા ન હતા. માતાને બતાવી શકે તેવી બાળકની ઉંમર ન હતી. તે સમયે રાણી મંગળાએ કહ્યું "૩ જ્ઞાનના ધારક તીર્થંકર મારા ગર્ભમાં રહેલ છે. તે તમારો ન્યાય કરશે માટે મારો પુત્ર જન્મે ત્યાં સુધી રાહ જુઓ. આ તમારું બાળક ત્યાં સુધી રાજયમાં વૃદ્ધિ પામશે."
રાણીની આ વાત સાથે અપરમાતા સહમત બની પરંતુ બાળકની ખરી માતા આ કાળક્ષેપ સહન કરવા તૈયાર ન થઇ. ત્યારે રાણીએ નિર્ણય આપ્યો," માતા બાળકનો વિયોગ સહન ન કરી શકે માટે આ સ્ત્રીનું આ બાળક છે."
મતાંતરે મંગળા રાણીએ ન્યાય કરતા કહ્યું કે મિલકતના બે ભાગ કરી બન્નેને આપીદો. તેવી રીતે બાળકના પણ બે વિભાગ કરી બન્નેને આપી દો. આ ન્યાયને એક સ્ત્રીએ સ્વીકારી લીધો જયારે બીજી સ્ત્રીએ આંસું સાથે કહ્યું કે દ્રવ્ય અને પુત્ર બન્ને તે સ્ત્રીને આપો. બાળક જીવશે તેમાં હું સુખ માનીશ. મારા પુત્રને હું મારવા ઇચ્છતી નથી. આ પ્રમાણે કહેતી સ્ત્રી જ બાળકની સાચી માતા છે તેમ રાણીએ નિર્ણય કરી, સગી માતાને પુત્ર સોંપ્યો.
પ્રભુનો જન્મઃ-
મંગલાદેવીની કુક્ષીમાં નવ માસ અને છ દિવસનો ગર્ભકાળ વ્યતીત થતા, વૈશાખ સુદ - ૮ના, મઘાનક્ષત્રમાં મંગળાદેવીએ સુવર્ણવર્ણી, કૌંચપક્ષીના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રસન્નમુદ્રા અને શાંત દૃષ્ટિથી સુમતિકુમાર શોભતા હતા. મોક્ષલક્ષ્મી અને પુણ્યલક્ષ્મી એક સાથે પ્રભુમાં વસતી હતી. જગતના બધા જ શાંત પરમાણુઓ શરીરમા આવી રહ્યા હતા તો સર્વે ઊત્તમ ગુણો તેમના આત્મામાં આવી વસ્યા હતા. ૩૦૦ ધનુષ્યની ઊંચી કાયાવાળા સુમતિકુમાર યૌવનને પ્રાપ્ત થયા ત્યારે અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. પ્રભુ દસ લાખ પૂર્વના થયા ત્યારે માતા-પિતાના આગ્રહથી રાજયભાર સ્વીકાર્યો. ૧૨ પૂર્વાંગ સહિત ૨૯ લાખ પૂર્વ પર્યંત સુમતિરાજાએ પ્રજાનું પાલન કર્યું.
સંયમ સ્વીકાર
દીક્ષા સમય સમીપ આવતા, સુમતિરાજા અભયંકરા નામની શિબિકા ઊપર આરૂઢ થઇ, સહસ્રામ્રવનમાં પધાર્યા વૈશાખ સુદ-૯ ના, મધા નક્ષત્રમાં નિત્યભકત એવા પ્રભુએ એક હજાર રાજાઓ સાથે દિવસના આગલા પહોરે. દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે વિજયપુરમાં પદ્મરાજાના ઘેર પરમાન્ન (ખીર)થી પારણું થયું. ૨૦ વર્ષ પર્યંત સુમતિનાથ પ્રભુ ધ્યાન સાધના કરતા રહ્યા.
કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ
પ્રભુ વિચરતા-વિચરતા દીક્ષા ગ્રહણ કરેલ તે જ સહસ્રામ્રવનમાં પધાર્યા તે વનમાં પ્રિયંગુ વૃક્ષ નીચે પ્રભુ ધ્યાન મગ્ન બન્યા. છઠ્ઠ તપથી યુકત પ્રભુએ ચૈત્ર સુદ -૧૧ ના, મઘા નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવ નિર્મિત સમવસરણમાં એક ગાઊ સોળસો ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે સિંહાસનારૂઢ થઇ પ્રભુએ એકત્વ ભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી. તીર્થ સ્થાપના બાદ, ત્રિપદી અનુસાર દ્વાદશાંગીની રચના કરી. ચમર પ્રમુખ ૧૦૦ ગણધરો થયા. કાશ્યપી પ્રમુખ સાધ્વીઓ બની. પ્રભુના તીર્થમાં શ્વેતવર્ણી, ગરુડના વાહનવાળો તુંબરું નામક યક્ષ શાસનદેવ બન્યો અને સુવર્ણવર્ણી, પદ્માસીન મહાકાલી નામક યક્ષિણી શાસનદેવી બની, તેઓ નિરંતર પ્રભુની સેવામાં રહેવા લાગ્યા. પ્રભુને ૧૦૦ ગણધર, ૩,૨૦,૦૦૦ સાધુઓ, ૫,૩૦,૦૦૦ સાધ્વીઓ ૨,૮૧,૦૦૦ શ્રાવકો, ૫,૧૬,૦૦૦ શ્રાવિકાઓ, ૧૩,૦૦૦ કેવળજ્ઞાની, ૧૦,૪૫૦ મનઃપર્યવજ્ઞાની, ૨,૪૦૦ ચૈદપૂર્વી, ૧૮,૪૦૦ વૈક્રિયલબ્ધિધારી તથા ૧૦,૪૫૦ વાદીનો પરિવાર થયો.
નિર્વાણ પદની પ્રાપ્તિઃ-
પ્રભુ ૨૦ વર્ષ અને ૧૨ પૂર્વાંગ ન્યૂન ૧ લાખ વર્ષ પર્યંત પૃથ્વી પર વિચરી મોક્ષમાર્ગ બતાવતા રહ્યા. પ્રભુ મોક્ષ સમય સમીપ જાણી સમ્મેતશિખર પર્વત ઊપર પધાર્યા. ૧૦૦૦ મુનિ સાથે એક માસનું અનશન કરી, ચૈત્ર સુદ - ૯ ના પુનર્વસુ નક્ષત્રમાં અવ્યયપદને પામ્યા, નિર્વાણ પદને પામ્યા
૫ શ્રી સુમતિનાથ સ્વામી..
(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ -ત્રણ
(2) જન્મ અને દિક્ષા સ્થળ- અયોધ્યાનગરીમાં.
(3) તીર્થંકર નામકર્મ- પુરુષસિંહ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ- જયંતવિમાન.
(5) ચ્યવન કલ્યાણક -શ્રાવણ સુદ -૨ મઘા નક્ષત્ર માં.
(6) માતા નું નામ-મંગલાદેવી અને પિતાનું નામ-મેઘરથરાજા.
(7) વંશ- ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ - નવ માસ અને છ દિવસ.
(9) લંછન- કૌચપક્ષી અને વર્ણ -સુવર્ણ.
(10) જન્મ કલ્યાણક - વૈશાખ સુદ-૮ મઘાનક્ષત્ર માં.
(11) શરીર પ્રમાણ -૩૦૦ ધનુષ્ય પ્રમાણ.
(12) દિક્ષા કલ્યાણક - વૈશાખ સુદ-૯ મઘાનક્ષત્ર માં.
(13) કેટલા જણ સાથે દિક્ષા - ૧૦૦૦ રાજ કુમાર સાથે.
(14) દિક્ષાશીબીકા- અભયન્કરા અને દિક્ષાતપ-નિત્યભક્ત.
(15) પ્રથમ પારણુંનું સ્થાન-વિજયપુર નગર માં પદ્મરાજા એ ક્ષીરથી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા - ૨૦ વરસ.
(17) કેવલજ્ઞાન કલ્યાણક - તપ છઠ્ઠ અને સાલવ્રુક્ષ નીચે અયોધ્યાનગરી માં ચૈત્રસુદ-૧૧ મઘાનક્ષત્ર માં થયું.
(18) શાશનદેવ- તુંબરૂયક્ષ અને શાશન દેવી - મહાકાલીદેવી.
(19) ચૈત્યવ્રુક્ષ ની ઉંચાઈ - એક ગાઉં ને ૧૬૦૦ ધનુષ્ય.
(20)પ્રથમ દેશના નો વિષય- એકત્વભાવના.
(21) સાધુ - ૩૨૦,૦૦૦ અને સાધ્વી કાશ્યપિ આદિ ૫૩૦,૦૦૦.
(22) શ્રાવક-૨૮૧૦૦૦ અને શ્રાવિકા-૫૧૬૦૦૦.
(23) કેવળજ્ઞાની- ૧૩૦૦૦ ,મન:પર્યાવજ્ઞાની-૧૦૪૫૦ અને અવધિજ્ઞાની-૧૧૦૦૦.
(24) ચૌદપૂર્વધર- ૨૪૦૦ અને વૈક્રિય લબ્ધિઘર-૧૮૪૦૦ તથા વાદી-૧૦૪૫૦.
(25) આયુષ્ય -૪૦ લાખ પૂર્વ.
(26) નિર્વાણ-કલ્યાણક - ચૈત્રસુદ-૯ મઘાનક્ષત્ર માં થયું.
(27) મોક્ષ-સમેતશિખર, મોક્ષતપ- માસક્ષમન અને મોક્ષાસન કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષ સાથે- ૧૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર - અમર આદિ-૧૦૦.
(30) શ્રી પદ્મપ્રભુ નું અંતર ૯૦ હજાર કોટી સાગરોપમ.
શ્રી સુવિધિનાથ ભગવાનનું ચૈત્યવંદન
સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત;
મગર લછંન ચરણે નમું, રામા રૂડી માત.
આયુ બે લાખ પૂર્વતણું, શત ધનુષ્યની કાય;
કાકંદી નગરી ધણી, પ્રણમું પ્રભુ પાય.
ઉત્તમ વિધિ જેહથી લહ્યોએ, તેણે સુવિધિ જિન નામ;
નમતાં તસ પદ પદ્મને, લહિયે શાશ્વત ધામ.
जैन धर्म के पाँचवें तीर्थंकर सुमतिनाथ हैं। सदैव अहिंसा और सत्य के मार्ग पर चलने का संदेश देने वाले सुमतिनाथ जी का जन्म वैशाख शुक्ल अष्टमी को मघा नक्षत्र में अयोध्या नगरी में हुआ था। इनके माता- पिता बनने का सौभाग्य इक्ष्वाकु वंश के राजा मेघप्रय और रानी सुमंगला को मिला। प्रभु के शरीर का वर्ण सुवर्ण (सुनहरा) था और इनका चिह्न चकवा था। प्रभु सुमतिनाथ के यक्ष, यक्षिणी का नाम तुम्बुरव, वज्रांकुशा था।
सुमतिनाथ का जीवन परिचय (Life of Sumtinath Ji in Hindi)
युवावस्था में भगवान सुमतिनाथ ने वैवाहिक जीवन संवहन किया। प्रभु सुमतिनाथ जी ने राजपद का पुत्रवत पालन किया। पुत्र को राजपाठ सौंप कर भगवान सुमतिनाथ ने वैशाख शुक्ल नवमी को एक हजार राजाओं के साथ दीक्षा अंगीकार की।
बीस वर्षों की साधना के उपरांत भगवान सुमतिनाथ ने ‘कैवल्य’ प्राप्त कर चतुर्विध तीर्थ की स्थापना की और तीर्थंकर पद पर आरूढ़ हुए। असंख्य मुमुक्षुओं के लिए कल्याण का मार्ग प्रशस्त करके चैत्र शुक्ल एकादशी को ही सम्मेद शिखर पर निर्वाण को प्राप्त किया।
सुमतिनाथ का चिह्न (Importance of Symbol in Hindi)
प्रभु सुमतिनाथ का चिह्न चकवा है, जो रात को सोता नहीं बल्कि, अपने पांव आकाश की ओर करके पड़ा रहता है। चकवा पक्षी को कुरर नाम से भी जाना जाता है। चकवा पक्षी भगवान सुमतिनाथ की शरण ग्रहण करके जागृति का संदेश देता है।



BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.