ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Shri Ajitnath bhagavan/श्री अजितनाथ भगवान/ અજિતનાથ પરમાત્મા

Image may contain: 1 person

Shri Ajitnath bhagavan
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કોશલદેશની વિનીતાનગરીમાં, ઇક્ષ્વાકુવંશીય જિતશુત્ર નામે મહાપરાક્રમી રાજા હતા અને તે રાજાને સુમિત્રવિજય નામે, યુવરાજ પદને શોભાવતો લઘુ બંધુ હતો. રાજાને રૂપ-લાવણ્યથી યુકત વિજયાદેવી નામે પટ્ટરાણી હતી. યુવરાજ્ઞી પદને શોભાવતી વૈજયંતી નામે (સુમિત્રવિજયની પત્ની) હતી.
અજિતનાથ પ્રભુનુ ચ્યવન વિમલવાહન રાજાનો જીવ દેવલોકથી ચ્યવી, વૈશાખ સુદ - ૧૩ના, રોહિણી નક્ષત્રમાં, વિજયાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે જ રાત્રે વિજયા અને વૈજયંતી બન્ને એ ૧૪ સ્વપ્નો જોયા. પ્રાતઃ કાલે વિજયાદેવીએ જિતશત્રુ રાજાને અને વૈજયંતીએ સુમિત્રવિજયને પોતાને સ્વપ્નનાં આવ્યાં હતાં તે અંગે જણાવ્યું.
સુમિત્રવિજયે વડીલબંધુ - જિતશત્રુ રાજાને વૈજયંતીનો સ્વપ્નવૃત્તાંત જણાવ્યો.
જિતશત્રુ રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવ્યા અને રાણી તથા યુવરાજ્ઞીના સ્વપ્નોનું નિવેદન કર્યું. તેઓએ પરસ્પર વિમર્શ કરી, સ્વપ્ન શાસ્ત્રાનુસાર સ્વપ્નના અર્થ જણાવતાં કહ્યું કે, "તીર્થંકર અને ચક્રવર્તીની માતા ૧૪ સ્વપ્ન જુએ છે. બે તીર્થંકર કે બે ચક્રવર્તી એક સાથે થતા નથી. તીર્થંકરની માતા આ મહાસ્વપ્નો અત્યંત પ્રકાશિત જુએ છે જયારે ચક્રવર્તીની માતા આ સ્વપ્નો કંકઇ ઝાંખા જુએ છે."
માતા વિજયાદેવીનાં સ્વપ્નો તેજસ્વી હોવાથી તેમનો પુત્ર તીર્થંકર થશે અને વૈજયંતી દેવીનો પુત્ર ચક્રવર્તી થશે. સ્પષ્ટફળ સાંભળી સંતુષ્ટ થયેલ રાજાએ સ્વપ્નપાઠકોને ગ્રામ, ગરાસ, વસ્ત્ર અને અલંકાર વગેરે પારિતોષિક આપી વિદાય કર્યા.
અજીતનાથ પ્રભુનો જન્મઃ
આઠ મહિના અને ૨૫ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતા, મહાસુદ - ૮ના રોહિણી નક્ષત્રમાં વિજયાદેવીએ, ગજ (હાથી)ના લાંછનવાળા, સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો. તે જ રાત્રે, પ્રભુના જન્મ પછી થોડીવારે વૈજયંતીએ પણ પુત્રને જન્મ આપ્યો. રાગાદિ વડે નહિ જીતાવાથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે, રાજા-રાણી સોગઠે રમતા તેમાં રાજા રાણીને જીતી શકયા નહિ, તેથી માતા-પિતાએ પ્રભુનું નામ અજિત રાખ્યું.
ભ્રાતપુત્રનું નામ સગર રાખ્યું. તીર્થંકરો ત્રણ જ્ઞાન લઇને જન્મે છે. તેથી તેઓને અભ્યાસની જરૂર નથી હોતી. સગરકુમારનો વિદ્યાભ્યાસ ઊપાધ્યાય પાસે શરૂ થયો. તીવ્ર મેઘાના કારણે સગરકુમાર અલ્પ સમયમાં દરેક વિદ્યાઓમાં પારંગત થવા લાગ્યા સગરકુમારને કોઇપણ વિષયમાં સંદેહ થાય તો અજિતકુમારને પૂછતા અને અજિતકુમારની કળામાં જે કંઇ ન્યૂનતા હતી, તે સગરકુમારે શીખવાડીને પૂર્ણ કરી. બન્ને કુમારો બાલ્યવયને વ્યતીત કરી, યૌવનવયને પ્રાપ્ત થયા. સુવર્ણ સમાન કાંતિવાળા, ૪૫૦ ધનુષ્યની ઊંચાઇથી યુકત, બન્ને કુમારોનું વક્ષઃસ્થળ ‘શ્રીવત્સ’ના ચિહ્નથી લાંછિત હતું. બન્ને કુમારોના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે થયા.
બન્ને કુમારો ૧૮ લાખ પૂર્વના થયા ત્યારે લઘુબંધુ સહિત રાજા જિતશત્રુ સંસારથી ઊદ્વેગ પામ્યા અને હૈયું વૈરાગ્ય રંગથી વાસિત થયું. તેઓના પૂર્વજોની આજ રીત હતી કે કેટલાક વર્ષ પ્રજાનું રક્ષણ કરી પશ્ચાત્ રાજય પુત્રને સોંપી મોક્ષના લક્ષ્યે દીક્ષા અંગીકાર કરતા. વંશના ક્રમાનુસાર જિતશત્રુ રાજાએ અજિતકુમારને રાજયધુરા સંભાળવા
તથા સગરકુમારને યુવરાજ પદ સંભાળવા કહ્યું. સુમિત્રવિજય તો રાજાની સાથે જ સાધુવ્રત સ્વીકારવા તૈયાર હતા પરંતુ જિતશત્રુ રાજાએ સમજાવ્યા કે, "અજિતકુમાર તીર્થંકર છે, તેમના તીર્થમાં તમારી સિદ્ધિ થવાની છે માટે હાલમાં ભાવયતિ બની રહો, અજિતકુમારને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પશ્ચાત દીક્ષા ગ્રહણ કરજો." જિતશત્રુ રાજાની આજ્ઞા શિરોધાર્ય કરી, સુમિત્રવિજય ભાવયતિ બનીને સંસારમાંજ રહ્યાં અજિતકુમારનો રાજયાભિષેક થયો.
જિતશત્રુ રાજાએ દીક્ષા અંગીકાર કરી, અંતરંગ શત્રુઓને જીતી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, પરમપદને પ્રાપ્ત થયા.
સમગ્ર પ્રજાનું પુત્રવત્ પાલન કરતા, પ્રજાના હૃદય સિંહાસન ઊપર આરૂઢ થવા છતાં અજિતરાજાને લેશમાત્ર ગર્વ ન હતો. રાજયધુરાને વહન કરતા, એક પૂર્વાંગ સહિત ૫૩ લાખ પૂર્વ નિર્ગમન થયા. અજિતરાજા સ્વયંમેવ ચેતવવા લાગ્યા કે હવે મારૂં ભોગાવલી કર્મ ભોગવાઇ ગયું છે અને દીક્ષા લેવાનો સમય થયો છે. સગરકુમાર પાસે પોતાની સંસાર કારાગૃહથી મુકત બનવાની ઇચ્છ વ્યકત કરી અને રાજયધુરા સંભાળવા કહ્યું.
અજિતરાજાનાં આવાં વચનો સાંભળતાં જ તેઓ ગદ્ગદ કંઠે કહેવા લાવ્યા, "હે બંધુ! મારો એવો તો કયો અપરાધ છે કે આપ મારા ઊપર આ ભાર નાંખવા તૈયાર થયા છો. હું આપના ચરણની સેવા છોડીશ નહિ. તમે રાજા થયા ત્યારે જેમ હું યુવરાજ થયો હતો તેમ હવે આપ વ્રતધારી થશો તો હું તમારો શિષ્ય બનીશ. ગુરુની સેવામાં તત્પર એવા શિષ્યો માટે તો ગુરુને માટે ભિક્ષા
માટે જવું તે સામ્રાજયથી પણ અધિક છે. હું તમારી સાથે દીક્ષા લઇશ, તમારી સાથે વિહાર કરીશ, તમારી સાથે પરિષદો સહન કરીશ અને તમારી સાથે ઊપસર્ગોને પણ સહન કરીશ. આપ દીક્ષા અંગીકાર કરશો તો હું કોઇપણ રીતે દૂર રહેવાનો નથી. આપની સેવામાં સાથે જ રહીશ."
અમૃત જેવી વાણીથી અજિતરાજાએ સગરકુમારને સમજાવ્યા " સંયમ પ્રત્યેનો તેમનો આગ્રહ યુકત છે પરંતુ તમારૂં ભોગાવલી કર્મ હજું ક્ષય પામ્યું નથી માટે હમણાં રાજય સંભાળો અને યથાવસરે મોક્ષના સાધનભૂત એવા વ્રતોને ગ્રહણ કરજો. કે યુવરાજ! હાલ તો ક્રમથી પ્રાપ્ત આ રાજયને તમે ગ્રહણ કરો અને સંયમરૂપ સામ્રાજયને અમે ગ્રહણ કરશુ." ભાવિ પ્રભુની આજ્ઞાથી વિવશ બની સગરકુમાર રાજય સ્વીકારવા તૈયાર થયા.
અજિતનાથ પ્રભુની દીક્ષા ઃ-
સુપ્રભા નામની શિબિકા દ્વારા અજિતરાજા સહસામ્રવનમાં પધાર્યા. મહાસુદ - ૯ના, રોહિણી નક્ષત્રમાં, સપ્તચ્છદ વૃક્ષ નીચે, છઠ્ઠ (બે ઊપવાસ)ના તપ સહિત, સાયંકાળે, ૧,૦૦૦ રાજાઓ સહિત પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે અયોધ્યામાં બ્રહ્મદત્ત રાજાનો ઘેર પરમાન્ન (ખીર)થી પ્રભુનું પારણું થયું. અપ્રતિબદ્ધ વિહારી ભગવાન અખંડિત રીતે સમિતિ - ગુપ્તિનું પાલન કરતા, નિર્મમ -
નિસ્પૃહ થઇ, પોતાના સંસર્ગથી ગ્રામ અને શહેરોને તીર્થ રૂપ કરતા, પૃથ્વી ઊપર વિચરવા લાગ્યા કોઇ પર્વતના શિખર ઊપર બીજું શિખર હોય તેમ કાયોત્સર્ગમાં સ્થિર થઇ જતા, તો કોઇ વાર સમુદ્ર તટ ઊપર વૃક્ષની જેમ સ્થિર બની જતા, તો કોઇ વાર ભયંકર અટવીમાં ધ્યાનમગ્ન બની ઉભા રહેતા. છઠ્ઠથી શરૂ કરી યાવત્ આઠમાસ પર્યંતનું તપ કરતા, આર્યક્ષેત્રમાં વિચરવા લાગ્યા. વિવિધ તપો અને વિવિધ અભિગ્રહો દ્વારા પરિસહોને સહન કરતા ૧૨ વર્ષ પર્યંત છદ્મસ્થાનપણામાં કર્મોનો ક્ષય કરતા રહ્યાં.
અજિતનાથ પ્રભુને કેવળજ્ઞાનઃ-
વિચરતા-વિચરતા પ્રભુ દીક્ષાવન સહાસ્રામવનમાં પધાર્યા. સપ્તચ્છદ વૃક્ષ નીચે શુકલધ્યાનની શ્રેણી એ આરૂઢ થયા. ક્ષપક શ્રેણીને પ્રાપ્ત થઇ, પોષ વદ ૧૧ના રોહિણી નક્ષત્રમાં, છઠ્ઠના તપયુકત પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. દેવરચિત્ સમવસરણમાં બે ગાઊ અને ચૌદસો યોજન ઊંચા ચૈત્યવૃક્ષ નીચે બેસી પ્રભુએ ધર્મધ્યાનના ચાર ભેદને વર્ણવતી પ્રથમ દેશના આપી.
સહસેન પ્રમુખ ૯૫ ગણધરો થયા. પ્રથમ સાધ્વી ફાલ્ગુની (ફાલ્ગુ) પ્રર્વિતની બની. અજિતનાથ ભગવાનના તીર્થંમાં શ્યામવર્ણી, હાથીના વાહનવાળો ‘મહાયક્ષ’ નામે યક્ષ શાસનદેવ બન્યો અને લોહાસનરૂઢ ‘અજીતબલા’ નામે દેવી શાસન દેવી બની.
બ્રાહ્મણના પ્રશ્નોત્તર
ગ્રામાનુગ્રામ વિચરતાં પ્રભુ કૌશાંબી નગરીમાં પધાર્યા. દેવતાઓએ સમવસરણની રચના કરી. પ્રભુની દેશના પૂર્ણ થતાં બ્રાહ્મણ દંપતીએ પ્રભુને વંદન કરી પૂછ્યું ‘હે ભગવન! આ આવી રીતે કેમ છે?’
પ્રભુ ઊત્તરમાં કહ્યું - "એ સમકિતનો મહિમા છે. મેઘધારાથી દાવાગ્નિ શાંત થાય તેમ સમકિત ગુણવડે સર્વ પ્રકારના વૈર શાંત થાય છે, દેવતાનું આયુષ્ય બંધાય છે. આ તો સમકિતનું અલ્પફળ છે. તેનું મહાફળ તો સિદ્ધ પદ અને તીર્થંકરત્વની પ્રાપ્તિ છે." પ્રભુના આ વચનથી સંતુષ્ટ બની બ્રાહ્મણે પ્રભુના વચનનો ‘તહત્તિ’ કરી સ્વીકાર કર્યો.
સહસેન ગણધરે ત્યાં ઊપસ્થિત સર્વ લોકોના ઊપકાર માટે આ વાર્તાલાપનું સ્પષ્ટીકરણ પ્રભુને પૂછ્યું. પ્રભુએ વાર્તાલાપનું રહસ્ય પ્રગટ કરતા કહ્યું.
"આ કૌશાંબી નગરીની સમીપે શાલિગ્રામ નામનું નગર છે. ત્યાં શુદ્ધભટ નામનો બ્રાહ્મણ રહે છે. એકવાર દરિદ્રતાથી પીડિત આ શુદ્ધભટ્ટ, પત્ની, માતા-પિતાને કહ્યા વિના દૂર દેશાંતરે ચાલ્યો ગયો. પત્ની સુલક્ષણા પતિના વિયોગથી નિરાધાર બની ઊદ્વેગને પ્રાપ્ત થઇ.
વર્ષાકાળમાં વિપુલા નામનાં સાધ્વી સુલક્ષણાની આજ્ઞા લઇ, તેના નિવાસસ્થાનમાં રહ્યા. પ્રતિદિન સાધ્વીજીનો ઊપદેશ સાંભળતા-સાંભળતા સુલક્ષણાએ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી, શ્રાવક વ્રત અંગીકાર કર્યા. કાલાંતરે શુદ્ધભટ્ટ ઘણું જ ધન કમાઇ પોતાના ઘરે આવ્યો. સુલક્ષણાના સત્સંગથી શુદ્ધભટ્ટ પણ સમ્યક્ત્વને પામ્યો અને શ્રાવકવ્રત સ્વીકાર્યા.
‘આ બ્રાહ્મણ, શ્રાવક બની ગયો.’ તેવા પ્રકારની નિંદા તેઓના સમાજમાં થવા લાગી. નિંદાઓની વચ્ચે પણ તે શ્રાવકધર્મ દૃઢ રહ્યો. વિપ્ર દંપતીને ગૃહસ્થાશ્રમના ફળ સ્વરૂપે એક પુત્ર ઊત્પન્ન થયો. એકદા શુદ્ધભટ્ટ પુત્રને લઇ ધર્મ-અગ્નિષ્ટિકામાં ગયો ત્યાં ‘તું શ્રાવક છો, અહિથી દૂર જા, આ પવિત્ર અગ્નિ અશુદ્ધ બની જશે.’ આવા કટુ વચનોથી બ્રાહ્મણો ચંડાલની જેમ તેનો તિરસ્કાર કરવા લાગ્યા. તિરસ્કારપૂર્ણ વચનો તે બ્રાહ્મણ સહી ના શકયો. તેણે ક્રોધિત બની પ્રતિજ્ઞા કરી " જો જિનોકતધર્મ સંસારસમૃદ્રને
તારનાર ન હોય, અરિહંત ભગવાન આપ્તદેવ ન હોય અને જ્ઞાન, દર્શન, ચારિત્ર મોક્ષમાર્ગ ન હોય તો આ અગ્નિ મારા પુત્રને બાળી નાખે અને જો તે સાચું હોય તો આગ્નિ મારા પુત્રને ન બાળે." તેમ પ્રતિજ્ઞા કરી (બોલી) પુત્રને તે અગ્નિમાં નાખી દીધો. તત્કાળ અગ્નિ શાંત થઇ ગઇ અને કમળ ઊપર રમતો બાળક બધાએ જોયો.
સમ્યક્ત્વ સમ્પન્નદેવીએ સમકિતનું માહાત્મ્ય પ્રગટ કરવા અગ્નિ શાંત કરી, બાળકની રક્ષા કરી. તે ઘટનાને લક્ષ્ય કરી આ બ્રાહ્મણે (શુદ્ધભટે) મને પ્રશ્ન કર્યો કે "આ આમ કેમ છે?" આ બાળક કેવી રીતે બચ્યો? પ્રશ્નના પ્રત્યુત્તરમાં સમકિતનો પ્રભાવ દર્શાવ્યો.
પશ્ચાત્ ભગવાન ભવ્ય જીવોને તારતા પૃથ્વી પર વિચરવા લાગ્યા.
પ્રભુને ૯૫ ગણધરો, ૧,૦૦,૦૦૦ મુનિ, ૩,૦૦,૦૦૦ સાધ્વિઓ, ૨,૯,૦૦૦ શ્રાવકો, ૫,૪૫,૦૦૦ શ્રાવિકાઓ, ૨૨,૦૦૦ કેવળજ્ઞાની, ૧૨,૫૦૦ / ૧૨,૫૫૦ મનઃ પર્યવજ્ઞાની, ૯,૪૦૦ અવધિજ્ઞાની, ૩,૭૦૦ / ૩,૭૨૦ ચૌદપૂર્વી, ૧૨,૪૦૦ એ ૨૦,૪૦૦ વૈક્રિયલબ્ધિધારી થયા.
અજિતનાથ પ્રભુનું નિર્વાણઃ-
નિર્વાણ સયમ સમીપ જાણી પ્રભુ સમ્મેત શિખર પર્વત ઊપર પધાર્યા. ૧૦૦૦ શ્રમણો સાથે, એક માસનું અનશન કરી, ચૈત્ર સુદ -૫ ના, મૃગશીર્ષ નક્ષત્રમાં, કાયોત્સર્ગાસનમાં સ્થિત પ્રભુ નિર્વાણપદને પામ્યા. ૧૮ લાખ પૂર્વ કુમારાવસ્થાનાં, એક પૂર્વાંગ અધિક ૫૩ લાખ પૂર્વ રાજયાવસ્થાનાં, એક પૂર્વાંગ ન્યૂન એક
લાખ પૂર્વ શ્રમણવસ્થામાં એમ સર્વ મળી
અજિતનાથ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના બીજા તીર્થંકર છે (અવસર્પિણી કાળ) શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ ૧૬,૫૮૪,૯૮૦ વર્ષ પહેલાં થઇ ગયા હતા. તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.
પંથડો નહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ;
જે તેં જીત્યા રે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્યું મુજ નામ? પંથડો૦ ૧
ચરમ નયણે કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર;
જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો૦ ૨
પુરુષ પરંપર અનુભવ જોવતાં રે, અંધો અંધ પલાય;
વસ્તુ વિચાર રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહિ ઠાય. પંથડો૦ ૩
તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય,
અભિમત વસ્તુ રે જો આગમે કરી રે, તે વિરલા જગ જોય; પંથડો૦ ૪
વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે, વિરહ પડ્યો નિરધાર;
તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો૦ ૫
કાળલબ્ધિ[૧] લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ[૨];
એ જન જીવે રે જોનજી જાણજો રે "આનંદધન" મત અંબ. પંથડો૦ ૬
`~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શ્રી શત્રુંજય ગિરિરાજ અને શ્રી અજિતશાંતિ સ્તોત્ર
શ્રી અજિતનાથ અને શ્રી શાન્તિનાથનાં પગલાંવાળી દેરીઓની સન્મુખ જૈનોનું પ્રખ્યાત અજિતશાંતિ સ્તોત્ર રચાયું હોવાની અનુશ્રુતિ જૈનોમાં સેંકડો વરસોની પરંપરામાં સંભળાતી આવી છે. આ સ્તોત્રની રચના નંદીષેણ મુનિ નામના જૈનધર્મના ખ્યાતનામ મુનિએ કરી હતી. કથા એવી છે કે નંદીષેણ મુનિ શત્રુંજય તીર્થની સ્પર્શના કરતા કરતા પ્રદક્ષિણા કરી રહ્યા હતા એ દરમ્યાન આ દેરીઓની સમીપે આવ્યા અને ત્યાં તેમને પ્રભુની કાવ્યમય સ્તવના કરવાની ઇચ્છા થઈ. નંદીષેણ મુનિ પોતે બહુ સમર્થ કવિ હતા. એ વખતે અજિતનાથ અને શાંતિનાથની દેરીઓ આજે છે તેમ પાસે પાસે નહીં, પરંતુ સામસામે હતી. આથી નંદીષેણ મુનિને મૂંઝવણ થઈ કે સ્તવના કરવા બેસવું કઈ રીતે. એક દેરી સામે બેસે તો બીજી દેરી તરફ પીઠ આવે. જૈનો ભગવાન તરફ પીઠ કરતા નથી. આથી તેમણે બન્ને દેરીઓથી થોડા દૂર રહીને એક જ સ્તોત્ર દ્વારા બન્ને દેરીઓમાં રહેલા ભગવાનની સંયુક્ત સ્તવના કરી. કહેવાય છે કે નંદીષેણ મુનિની ભક્તિભરી સ્તવનાના પ્રતાપે સામસામે રહેલી દેરીઓ દૈવી પ્રભાવથી એક જ હરોળમાં આવી ગઈ. આ સ્તોત્ર અજિતશાંતિના નામે જૈનોમાં વ્યાપક પ્રસિદ્ધિ ધરાવે છે અને તે અત્યંત ચમત્કારી મનાય છે. જૈનોનાં નવ વિશિષ્ટ સ્મરણોમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.
1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ. ત્રણ
(2) જન્મ અને દિક્ષા સ્થળ- અયોધ્યા નગરી.
(3) તીર્થંકર નામકર્મ - વિમલવાહન ના ભાવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ - વિજય વિમાન.
(5) ચ્યવન કલ્યાણક - વૈશાખ સુદ-૧૩ રોહિણી નક્ષત્ર માં થયું.
(6) માતા નું નામ-વિજયાદેવી અને પિતાનું નામ-જીતશત્રુ રાજા.
(7) વંશ -ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ - આઠ માસ અને પચ્ચીસ દિવસ.
(9) લંછન - હાથી અને વર્ણ સુવર્ણ.
(10) જન્મ કલ્યાણક - મહાસુદ-૮ રોહીણી નક્ષત્ર માં થયો.
(11) શરીર પ્રમાણ - ૪૫૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક - પોષ સુદ-૯ રોહીણી નક્ષત્રમાં થઇ.
(13) કેટલા જણ સાથે દિક્ષા - ૧૦૦૦ રાજકુમાર સાથે.
(14) દિક્ષા શીબીકા- સુપ્રભા અને દિક્ષાતપ -છઠ્ઠ.
(15) પ્રથમ પારણુંનું સ્થાન- વિનિતા નગરીમાં બ્રહ્મદત્ત રાજાએ પારણું પરમાન્ન થી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા - માં બાર વરસ રહ્યા.
(17) કેવલજ્ઞાનકલ્યાણક- છઠ્ઠતપ- સાલવ્રુક્ષ ની નીચે અયોધ્યાનગરી માં થયું.માગસર-વદ-૧૧,રોહિણી નક્ષત્ર.
(18) શાશન દેવ- મહાયક્ષ અને શાશન દેવી અજિતાદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ - બે ગાઉં અને ૧૪૦૦ ધનુષ્ય.
(20)પ્રથમ દેશના નો વિષય - ધર્મ ધ્યાન ના ચાર પાયા.
(21) સાધુ - ૧૦૦૦૦૦ અને સાધ્વી -ફલ્ગુ આદિ ૩૩૦૦૦૦ .
(22) શ્રાવક- ૨૯૮૦૦૦ અને શ્રાવિકા - ૫૪૫૦૦૦
(23) કેવળજ્ઞાની-૨૨૦૦૦ ,મન:પર્યાવજ્ઞાની-૧૨૫૫૦ અને અવધિજ્ઞાની ૯૪૦૦.
(24) ચૌદપૂર્વધર-૩૭૨૦ અને વૈક્રિય લબ્ધિઘર-૨૦૪૦૦ તથા વાદી- ૧૨૪૦૦
(25) આયુષ્ય - ૭૨ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક ચૈત્રસુદ-૫ મૃગશિર નક્ષત્ર માં થયું.
(27) મોક્ષ -સમેત શિખર, મોક્ષતપ- માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષ - ૧૦૦૦ સાથે .
(29) ગણધર - સિહસેન આદિ- ૯૫.
(30) શ્રી સંભવનાથ પ્રભુ નું અંતર- ૩૦ લાખ કોટી નું અંતર
तीर्थकर नाम :- श्री अजितनाथ भगवान
माता का नाम :- माता विजया राणी
पिता का नाम :- राजा जितशत्रु
जन्म कुल :- इक्ष्वाकुवंश
च्यवन तिथी :- वैशाख शुक्ला 13
च्यवन व जन्म स्थान :- अयोध्या
जन्म तिथी :- माघ शुक्ला 8
जन्म नक्षत्र :- रोहिणी
लक्षण :- हस्ती
शरीर प्रमाण :- 450 धनुष
शरीर वर्ण :- सुवर्ण
विवाहित/अविवाहित :- विवाहित
दीक्षा स्थान :- अयोध्या
दीक्षा तिथी :- माघ शुक्ला 9
दीक्षा पश्चात प्रथम पारणा :- 2 दिन बाद खीर से (परमान्न)
छद्मस्त काल :- 12 वर्ष
केवलज्ञान स्थान :- अयोध्या
केवलज्ञान तिथी :- पौष शुक्ला 11
वृक्ष जिसके नीचे केवलज्ञान हुआ :- साल वृक्ष
गणधरों की संख्या :- 95
प्रथम गणधर :- सिंहसेन स्वामी
प्रथम आर्य :- फाल्गु
यक्ष का नाम :- महा यक्ष
यक्षिणी का नाम :- अजितबाला देवी
मोक्ष तिथी :- चैत्र शुक्ला 5
प्रभु के संग को प्राप्त साधु :- एक हजार साधु
मोक्ष स्थान :- सम्मेतशिखर
The second Tīrthankara, Lord Ajitanātha, was born as 50 lakh crore sāgaropama and 12 lakh pūrva passed after the birth of Lord Rishabhanātha. Lord Ajitanātha was born in the town of Sāketa, on the tenth day of the bright half of the month of Māgha – māgha śukla daśamī – to Queen Vijayā and King Jitaśatru. He was the source of invincible power on this earth to His kinship, hence the name Ajita – the invincible.
His height was 450 dhanusha.
After spending 18 lakh pūrva as youth (kumārakāla), Lord Ajitanātha ruled His kingdom for 53 lakh pūrva and 1 pūrvānga (rājyakāla). The time period of Lord’s renunciation (samyamakāla) was 1 lakh pūrva minus 1 pūrvānga.
Lord Ajitanātha lived for 72 lakh pūrva and attained liberation (nirvāna) from Sammeda Śikhara on the fifth day of the bright half of the month of Caitra – caitra śukla pancamī. Chief among His Apostles (ganadhara) was sage Sinhasena Svāmī.
Bhagavân Ajitnath (श्रीअजितनाथ)
अर्हन्तमजितं विश्व कमलाकर भास्करम्।
अम्लान केवलादर्श सक्रान्त जगतं स्तुवे।।
जिस तरह सूर्य से कमल-वन आनन्दित होता है, उसी तरह जिस से यह सारा जगत् आनन्दित है, जिसके केवल क्षान रूपी निर्मल दर्पण में सारे लोकों का प्रतिबिम्ब पङता है, उस अजितनाथ प्रभु की स्तुति करते है। -श्री हेमचन्द्रचार्य
Name ........... .... Ajit nath
Father's Name ..................Jitshatru
Mother's Name ................Vijaya
Birth Place ..................Ayodhya
Birth Thithi ............... ..Magh Shukla. 10
Diksha Thithi .............. ..Magh ku. 9
Kevalgyan Thithi ............ .Paush su. 11
Naksharta .............. .Rohini
Diksha Sathi ......... ... ..1000
Shadhak Jeevan ............ .1,00,000 purva less 1 puvang
Age Lived .. ............ . 72,00,000 purva
Lakshan Sign .............. Elephant
Neervan Place ............. .Sammed Sheekhar
Neervan Sathi ............. .1,000
Neervan Thithi .............. Chaitra Sukla. 5
Colour ................ .Golden

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.