श्री राता महावीर स्वामी भगवान
अरवल्ली की टेकरी पे शोभते ये तीर्थ का प्राचीन नाम हस्तीकुंडी या हस्तीतुंडी था। संवत 370 में सिद्धसूरि की प्रेरणा से श्रेष्ठी वीरदेवे ये भव्य जिनालय का निर्माण कराया। जिनालय में 135 से.मी. के रक्त प्रवाल वर्ण के मनोहर पद्मासनस्थ श्री महावीर स्वामी भगवान मूलनायक बिराजमान है।
ये प्रभु का लांछन अष्टापद सिंह है। जिसका मस्तक हाथी का है। संवत 973 में बलिभद्रसूरि ए विदग्धराजा को जैन बनाकर जिनालय का जीणोद्धार किया , पुनःप्रतिष्ठा की। संवत 1053 में शान्त्याचार्य के हाथों आदिनाथ प्रभु की प्रतिष्ठा हुई। संवत 1345 में हथुन्डी नाम हुआ।
संवत 2006 में जीणोद्धार हुआ और वल्लभसूरि म.सा. हाथो पुनःप्रतिष्ठा हुई। यहाँ नूतन महावीर स्वामी भगवान का समोवसरण मंदिर हुआ है। चैत्र सुद 13 के दिन यहाँ मेला में आदिवासी , भील , गरासिया वगेरे लोको प्रभु भक्ति में लीन होते है। ये तीर्थ फालना से 28 कि. मी. और बिजापुर से 3 कि. मी. है।
શ્રી હથુન્ડી તીર્થ
શ્રી રાતા મહાવીર સ્વામી ભગવાન
શ્રી રાતા મહાવીર સ્વામી ભગવાન
અરવલ્લીની ટેકરીઓમાં શોભતાં આ તીર્થનું પ્રાચીન નામ હસ્તીકુંડી કે હસ્તીતુંડી હતું. રાષ્ટ્રકુટોની આ રાજધાની હતી. સંવત 370 સિદ્ધસૂરિ પ્રેરણાએ શ્રેષ્ઠી વીરદેવે આ ભવ્ય જિનાલયનું નિર્માણ કરી 135 સે.મી.ના રક્ત પ્રવાલ વર્ણના મનોહર પદ્માસનસ્થ શ્રી મહાવીર સ્વામી ભગવાનને મૂળનાયક તરીકે બિરાજમાન કરેલ છે.
આ પ્રભુનું લાંછન અષ્ટાપદ સિંહ છે. જેનું મસ્તક હાથીનું છે. પ્રાયે તે ઉપરથી આ નગરનું નામ હસ્તીતુંડી હોય શકે. સંવત 973માં બલિભદ્રસૂરિએ વિદગ્ધરાજાને જૈન બનાવી આ જિનાલયનો જીણોદ્ધાર કરાવી પુનઃપ્રતિષ્ઠા કરી. તેના વંશજ રાજાઓએ પણ જિનશાસન પ્રભાવના કાર્ય કરેલ. સંવત 1053 શાન્ત્યાચાર્ય હસ્તે આદિનાથ બિંબની પ્રતિષ્ઠા થયેલ. સંવત 1345થી હથુન્ડી નામ થયું.
સંવત 2006માં જીણોદ્ધાર થઈ વલ્લભસૂરિ સુહસ્તે પ્રતિષ્ઠા થઈ છે. અહીં નૂતન મહાવીર સ્વામી ભગવાન સમોવસરણ મંદિર થયેલ છે. ચૈત્ર સુદ 13ના મેળામાં આદિવાસી - ભીલ - ગરાસિયા વિગેરે પણ પ્રભુ ભક્તિમાં લીન બને છે. અહીં હસ્તિતુન્ડી ગચ્છ સ્થાપેલ. આ તીર્થ ફલનાથી 28 કિ.મી. અને બિજાપુરથી 3 કિ.મી. થાય છે.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.