ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

અભિનંદન સ્વામી Abhinandan swamy अभिनंदन स्वामी

Image may contain: 1 person
4 શ્રી અભિનંદન સ્વામી..
(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ. ત્રણ.
(2) જન્મ અને દિક્ષાસ્થળ- અયોધ્યાનગરી.
(3) તીર્થંકર નામકર્મ- મહાબલ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ- જયંતવિમાન.
(5) ચ્યવન કલ્યાણક -નક્ષત્ર- વૈશાખ-સુદ-૪ અભિજિતનક્ષત્ર માં.
(6) માતા નું નામ- સિધ્ધાર્થા અને પિતાનું નામ-સંવરરાજા.
(7) વંશ- ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ- આઠમાસ અઠ્ઠાવીસ દિવસ.
(9) લંછન- વાંદરો અને વર્ણ - સુવર્ણ.
(10) જન્મ કલ્યાણક -મહાસુદ-૨ પુનર્વસુ નક્ષત્ર માં.
(11) શરીર પ્રમાણ -૩૫૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક -મહાસુદ-૧૨ અભિજિત નક્ષત્ર માં.
(13) કેટલા જણ સાથે દિક્ષા- ૧૦૦૦ રાજકુમાર સાથે.
(14) દિક્ષાશીબીકા- અર્થસિદ્ધાં અને દિક્ષાતપ-છઠ્ઠ.
(15) પ્રથમપારણુંનું સ્થાન - અયોધ્યા નગરીમાં ઇન્દ્રદત્તે પરમાન્ન થી પારણું કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા - માં અઢાર વર્ષ રહ્યા.
(17) કેવલજ્ઞાન કલ્યાણક - તપ- છઠ્ઠ.પ્રિયંગુવ્રુક્ષની નીચે અયોધ્યાનગરી માં પોષ-૧૪ અભિજિત નક્ષત્ર માં.
(18) શાશનદેવ- નાયકયક્ષ અને શાશનદેવી -કાલિકાદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ -બે ગાઉં અને ૨૦૦ ધનુષ્ય.
(20)પ્રથમ દેશના નો વિષય -અશરણ ભાવના.
(21) સાધુ -૩૦૦,૦૦૦ અને સાધ્વી-અજિતા આદિ-૬૩૦૦૦૦.
(22) શ્રાવક - ૨૮૮૦૦૦ અને શ્રાવિકા- ૫૨૭૦૦૦ .
(23) કેવળજ્ઞાની- ૧૪૦૦૦, મન:પર્યાવજ્ઞાની-૧૧૬૫૦ અને અવધિજ્ઞાની-૯૮૦૦.
(24) ચૌદપૂર્વધર-૧૫૦૦ અને વૈક્રિય લબ્ધિઘર-૧૯૦૦૦ તથા વાદી-૧૧૦૦૦.
(25) આયુષ્ય- ૫૦ લાખ પૂર્વ.
(26) નિર્વાણ- કલ્યાણક-વૈશાખ-સુદ-૮, પુષ્યનક્ષત્ર માં.
(27) મોક્ષ-સમેતશિખર ,મોક્ષતપ- માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષ- ૧૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર - વજ્રનાભ આદિ-૧૧૬
(30) શ્રી સુમતિનાથ પ્રભુ નું અંતર-નવલાખ કોટી સાગરોપમ.
ચેત્યવંદન
નંદન સંવર રાયના, ચોથા અભિનંદન;
કપિ લંછન વંદન કરો, ભવદુ:ખ નિકંદન.
સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય;
સાડા ત્રણસો ધનુષ્યમાન, સુંદર જસ કાય.
વિનીતા વાસી વંદિયે એ, આયુ લખ પચાસ;
પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.