ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

શ્રી મુનિસુવ્રત ભગવાન /Shri Munishuwrat Swamy

Image may contain: one or more people

મહાવદ- ૧૨, અશ્વાબોધ(ભરૂચ ) તીર્થ ના અધિપતિ, રાજગૃહી તીર્થ ના રાજા , તિર્થંકર ભગવાન ૨૦ શ્રી મુનિસુવ્રત સ્વામી.. સ્વામી કેવલજ્ઞાન કલ્યાણક-.શ્રવણનક્ષત્રમાં,રાજગૃહી નગરીમાં ....
પ્રભુ ના પ્રથમ ૪ કલ્યાણક રાજગૃહીથી જ થયા હતા અને મોક્ષ સમેત શિખર થી પામ્યા હતા. શ્રી મહાવીર સ્વામી ના ૧૪ ચોમાસા પણ રાજગૃહીમાજ થયા હતા અને ગૌતમ સ્વામી સહીત ૧૧ ગણધરો નો મોક્ષ પણ આજ પવિત્ર ભૂમિ ઉપર થયો હતો. ૫ પહાડો ની નગરી ને લીધેજ રાજગૃહીને "પંચશૈલ" પણ કહેવાય છે.
મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણો,
આતમતત્ત્વ કયું [૧]જાણ્યું જગતગુરુ એહ વિચાર મુજ કહિયો.
આતમતત્ત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિ નવિ લહિયો... મુનિસુવ્રત... ૧
કોઈ અબંધ આતમતત્ત [૨]માને, કોરિયા કરતો દીસે;
કિર્યા તણું ફલ કહો કુણ ભોગવે, ઈમ પૂછ્યું ચિત્ત રીસે... મુનિસુવ્રત... ૨
જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરીખો;
દુઃખ સુખ સંકર [૩]દુષણ આવે, ચિત્ત વિચારીજો પરીખો... મુનિસુવ્રત... ૩
એક કહે નિત્ય જ આતમતત્ત, આતમ દરીશણ લીનો;
કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિદેખે મતિહિણો... મુનિસુવ્રત... ૪
સૌગત મત રાહી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો;
બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણો... મુનિસુવ્રત... ૫
ભૂત ચતુષ્ક વર્જિત આત,અતત, સત્તા અળગી ન ઘટે;
અંધ શકટ જો નજર ન દેખે, તો શું કીજે શકટે?.. મુનિસુવ્રત... ૬
એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયો ન લહે;
રાગદ્વેષ મોહ પખ વર્જિત, આતમ શું રૂઢ મંડી... મુનિસુવ્રત... ૭
વળતું જગગુરુ ઈણિપેરે ભાખે, પક્ષપાત સબ છંડી;
રાગદ્વેષ મોહ પખ વર્જિત, આતમ શું રૂઢ મંડી... મુનિસુવ્રત... ૮
આતમધ્યાન ધરે જો કોઉ, સો ફિર ઇણમેં નાવે;
વાગજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે... મુનિસુવ્રત... ૯
જિણે વિવેક ધરીએ પખગ્રહીયો, તે ત્ત્વજ્ઞાની કહિયે;
શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો, આનંદધન પદ લહિયે... મુનિસુવ્રત... ૧૦
(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ- ત્રણ .
(2) જન્મ અને દિક્ષા સ્થળ - રાજગૃહી.
(3) તીર્થંકર નામકર્મ -શુરશ્રેષ્ઠ.
(4) દેવલોકનો અંતિમ ભવ-અપરાજિતવિમાન.
(5) ચ્યવન કલ્યાણક -શ્રાવણ-સુદ-૧ શ્રવણ નક્ષત્ર .
(6) માતાનું નામ-પદ્માવતીદેવી અને પિતાનું નામ-સુમિત્રરાજા.
(7) વંશ-હરિવંશ અને ગોત્ર - ગૌતમ.
(8) ગર્ભવાસ - નવ માસ અને આઠ દિવસ.
(9) લંછન-કાચબો અને વર્ણ -શ્યામવર્ણ.
(10) જન્મ કલ્યાણક- વૈશાખ-સુદ-૮,શ્રવણ નક્ષત્ર માં.
(11) શરીર પ્રમાણ-૨૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક-ફાગણ-સુદ-૧૨,શ્રવણ નક્ષત્રમાં.
(13) કેટલા જણ સાથે દિક્ષા-૧૦૦૦ રાજકુમાર સાથે.
(14) દિક્ષાશીબીકા-અપરાજિતા અને દિક્ષાતપ-છઠ્ઠ.
(15) પ્રથમ પારણું -રાજગૃહીમાં બ્રહ્મદત્ત ને હસ્તે ક્ષીરથી થયું.
(16) છદ્મસ્થા અવસ્થા-૧૧ માસ.
(17) કેવલજ્ઞાન કલ્યાણક -છઠ્ઠતપ,ચંપકવ્રુક્ષની નીચે મહાવદ-૧૨,શ્રવણનક્ષત્રમાં,રાજગૃહી નગરીમાં થયું
(18) શાશનદેવ- વરુણયક્ષ અને શાશનદેવી - નરદત્તાદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષની ઉંચાઈ-૨૪૦ ધનુષ્ય.
(20)પ્રથમ દેશનાનો વિષય -યતિધર્મ,શ્રાવકધર્મ અને યોગ્ય જીવો.
(21) સાધુ -૩૦૦૦૦ અને સાધ્વી-પુષ્પમત્તી આદિ-૫૦૦૦૦.
(22) શ્રાવક-૧૭૨૦૦૦ અને શ્રાવિકા-૩૫૦૦૦૦.
(23) કેવળજ્ઞાની-૧૮૦૦, મન:પર્યાવજ્ઞાની-૧૫૦૦ અને અવધિજ્ઞાની-૧૮૦૦.
(24) ચૌદપૂર્વધર-૫૦૦ અને વૈક્રિયલબ્ધિઘર-૨૦૦૦ તથા વાદી-૧૨૦૦.
(25) આયુષ્ય -૩૦ હજાર વર્ષ.
(26) નિર્વાણ કલ્યાણક-વૈશાખ-વદ-૯,શ્રવણ નક્ષત્ર માં.
(27) મોક્ષ-સમેતશિખર, મોક્ષતપ-માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષસાથે-૧૦૦૦ સાધુ.
(29) ગણધર -મલ્લિ વિગેરે-૧૮.
(30) શ્રી નમિનાથ પ્રભુનું અંતર-છ લાખ વર્ષ.
જૈન શાસન જયવન્તુ વર્તો !!
૨૦ – તિર્થંકર (શ્રી મુનિસુવ્રત ભગવાન)
મુનિસુવ્રત ભગવાન હાલના વય ના વીસમા (૨૦) જૈન તીર્થંકર છે. મુનિસુવ્રત ભગવાન નો જન્મ રાજગૃહા, બિહાર મા થયો હતો. તેમના પિતા નુ નામ રાજા સુમિત્રા અને માતા નુ નામ પદ્માવતી દેવી હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ ૧૦૦૦ અન્ય પુરુષોની સાથે ફાગણ મહિના ના તેજસ્વી અડધા ૧૨મા દિવસે દીક્ષા લીધી હતી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ કર્યા ના ૧૧ મહિના પછી મુનિસુવ્રત ભગવાને ફાગણ મહિનાના અડધા અને શ્રવણ નક્ષત્ર ના ૧૨ મા દિવસે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. મુનિસુવ્રત ભગવાને અન્ય ૧૦૦૦ સંતો સાથે જેસ્થ મહિનાના ઘેરા અડધા ૯મા દિવસે મુક્તી મેળવી હતી અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.
મુનિસુવ્રત ભગવાન ૩૦,૦૦૦ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૭,૫૦૦ વર્ષ, ૧૧ મહિના ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. મુનિસુવ્રત ભગવાન ની ઊંચાઈ ૬૦ મીટર્સ (ધનુષ – ૨૦) હતી.
તિર્થંકર – શ્રી મુનિસુવ્રત ભગવાન
પિતા – રાજા સુમિત્રા
માતા – રાણી પદ્માવતી દેવી
જન્મ સ્થાન – રાજગૃહા, બિહાર
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૩૦,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૬૦ મીટર્સ
શ્રી મુનિસુવ્રત ભગવાનનું ચૈત્યવંદન
મુનિસુવ્રત અપરાજિતથી, રાજગૃહી રહેઠાણ;
વાનર યોનિ રાજવી, સુંદર ગણ ગિર્વાણ.
શ્રાવણ નક્ષત્રે જનમીયા, સુરવર જય જયકાર;
મકર રાશી છદ્મસ્થમાં, મૌન માસ અગીયાર.
ચંપક હેઠે ચાંપીયા એ, જે ઘનઘાતી ચાર;
વીર વડો જગમાં પ્રભુ, શિવપદ એક હજાર.
मुनिसुव्रतनाथ :
बीसवें तीर्थंकर मुनिसुव्रतनाथ के पिता का नाम सुमित्र तथा माता का नाम प्रभावती था।
आपका जन्म ज्येष्ठ कृष्ण पक्ष की आठम को राजगढ़ में हुआ था।
फाल्गुन कृष्ण पक्ष की बारस को आपने दीक्षा ग्रहण की तथा फाल्गुन कृष्ण पक्ष की बारस को ही कैवल्य ज्ञान की प्राप्ति हुई।
ज्येष्ठ कृष्ण पक्ष की नवमी को सम्मेद शिखर पर निर्वाण प्राप्त हुआ।
जैन धर्मावलंबियों अनुसार आपका प्रतीक चिह्न-कूर्म, चैत्यवृक्ष- चंपक, यक्ष- भृकुटि, यक्षिणी-विजया।
Father’s Name ————————–Sumitra
Mother’s Name ————————-Padmavati
Birth Place ——————————-Rajgraha
Birth Thithi——————————Jayesth ku. 8
Diksha Thithi————————— Falgun su.12
Kevalgyan Thithi ———————-Falgun su.12
Naksharta———————————Shravan
Diksha Sathi —————————– 1000
Shadhak Jeevan ———————– 7,500 years
Age Lived ——————————— 30,000 years
Lakshan Sign —————————–Tortoise
Neervan Place —————————Sammed Sheekharji
Neervan Sathi ————————— 1000
Neervan Thithi ————————–Jayesth ku 9
Colour————————————– Golden

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.