ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

કૌશમ્બી તીર્થ

Image may contain: one or more people


Image may contain: 1 person, indoor

કૌશમ્બી તીર્થ

યમુના નદીની પાસે વસેલું આ તીર્થ પ્રાચીન કાલથી છે. શ્રી પદ્મપ્રભુના ચાર કલ્યાણકો - ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ પાવન ભૂમિ પર થયા હતા. ભગવાન મહાવીર પણ અનેક વાર અહી વિચર્યા હતા. આ એજ પાવન ભૂમિ છે, જ્યાં પ્રભુ મહાવીરના કઠોર તેર અભિગ્રહ (૧૭૫ ઉપવાસની કઠોરતમ તપશ્ચર્યા )મહાસતી ચંદનબાળા દ્વારા પાર પડ્યો. પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થતાં જ દેવદુંદુભીનો નાદ થયો હતો અને દેવોએ સવા લાખ સોનૈયા અને પુષ્પોની વૃષ્ટિ કરી. સતી ચંદનબાળાની બેડીઓ તૂટી, શિર પર વાળ સાથે દેવમુકુટ ધારણ થયું અને શરીર અનેક આભુષણોથી સજ્જ થયું. સતી ચંદનબાળાએ પ્રભુ પાસે ત્યાં જ દીક્ષા ગ્રહણ કરી અને પ્રભુની પ્રથમ શિષ્યા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.
અહીંયા જ ચંદનબાળા અને મૃગાવતીને કેવલજ્ઞાન થયું હતું.

અહીંના રાજા શતાનીક મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા. તેમના મૃત્યુ પછી વૈશાલીના રાજા ચેટકની પુત્રીને રાજા શતાનીકની રાણી સતી મૃગવતીએ અહીંયા 4 માઈલના ઘેરાવવાળો 32 દરવાજા અને 30 ફૂટ ઊંચી દીવાલવાળો કિલ્લો બનાવ્યો હતો. પુત્ર ઉદયનને રાજ્ય સોંપી પ્રભુ વીર પાસે દીક્ષા લીધી હતી.

ગગન મંડલમાં ફરી ફરીને જગત ને ઉધોત થી ભરી દેણારા સૂર્ય અણે ચંદ્ર ખુદ ને ખુદ મૂલ વિમાનની સાથે જયા પ્રભુજી ની વંદન કરવા આવ્યા હતા , આવી ધન્યતમ ભૂમિ છે કૌશાંબિની તીર્થ ભૂમિ !

કપિલ કેવલીની આ જન્મ ભૂમિ છે. વિક્રમ સંવત 1546માં અહીંયાના જિનાલયમાં 64 પ્રતિમા હતી.
પૂર્વે આ તીર્થના દેરાસરમાં પ્રશાંતમૂર્તિ વાલો સિંહ ભગવાન ની ભક્તિ કરવા આવતો હતો. એવું આચાર્ય જિનપ્રભસુરી મ.સા. વિવિધ તીર્થ કલ્પ બુકમાં લખ્યું છે.
આ મંદિરનો થોડા વર્ષો પહેલાં જિણોદ્ધાર થયો છે. અને શ્વેતવર્ણના 30 સે.મી.ના શ્રી પદ્મપ્રભ સ્વામીને નૂતન બિંબને મૂળનાયક તરીકે બિરાજમાન કર્યા છે.

અત્યારે અહીં પદ્મપ્રભ પ્રભુનું જિનાલય છે. જિનાલયમાં પદ્મપ્રભ પ્રભુની સુંદર મૂર્તિ છે.

કોસંબીપૂરી રાજિયો, ધર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય.ત્રીસ લાખ પૂર્વતણું, જિન આયુ પાળી; ધનુષ્ય અઢીસો દેહડી, સવિ કર્મને ટાળી.પદ્મલંછન પરમેશ્વરુ એ, જિનપદ પદ્મની સેવ; પદ્મવિજય કહે કીજીયે, ભવિજન સહુ નિતમેવ.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.