ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

१९. श्री मल्लीनाथ जी

Image may contain: 1 person, standing
भगवान मल्लीनाथ स्त्री देह से तीर्थंकर हुए | इसे अच्छेराभुत (आश्चर्य -जनक घटना ) माना गया है | अनन्त अतीत मे जितने भी तीर्थंकर हुए , सभी पुरुष देह मे ही हुए | इस आश्चर्यजनक घट्ना को आकार देने वाला व्रत्त इस प्रकार है -
अपने पुर्वभव में मल्ली प्रभु का जीव विदेह क्षेत्र की वीतशोका नगरी में महाबल नामक राजा था | महाबल के छ्ह बालसखा थे | उनके नाम थे - (१)अचल ,(२)धरण ,(३)पुरण , (४)वसु ,(५)वैश्रावण और (६)अभिचन्द्र सातो मित्रो ने साथ-साथ रहने का मैत्री -संकल्प किया | फ़लत : कालान्तर में सातों मित्रो ने एक साथ दीक्षा अंगीकार की | ' भविष्य में भी हम एक साथ रहे ' इस विचार से सातो ने समान तप-जप करने का परस्पर निर्णय किया | परन्तु महाबल ने स्वयं की मित्रो पर प्रधानता रखने हेतु गुप्त तप करना शुरु कर दिया | मन में रखी गई इसी माया के फ़लस्वरुप महाबल ने स्त्रीगौत्र का अर्जन किया | इसी कारण महाबल का जीव त्र्तीय भ्व मे मल्ली के रूप मे जन्मा |
मिथिला नरेश महाराज कुम्भ की रानी प्रभावती की रत्नकुक्षी से मार्गशीर्ष शुक्ल एकादशी को प्रभु का कन्या रूप में जन्म हुआ | उधर शेष छ्हों मित्र भी भारतवर्ष के विभिन्न राजकुलों में पुत्ररुप में जन्में | वें छ्हों कालक्रम से अपने -अपने राज्यों के राजा बनें | अचल का जीव अयोध्या का राजा प्रतिबुद्धि बना | धरण का जीव चम्पा का राजा चन्द्रच्छाय हुआ | पुरण का जीव कुणाला नगरी का रूक्मी नामक राजा बना | वसु का जीव अदीनशत्रु नामक हस्तिनापुर का राजा बना | वैश्रवण का जीव काम्पिल्यपुर का राजा जतशत्रु हुआ और अभिचन्द्र का जीव काशी नरेश शंख हुआ |
भगवान के चिन्ह का महत्व
मंगल कलश - यह भगवान मल्लिनाथ के चरण का चिन्ह है | कलश मंगल का प्रतीक है | कलश हमें जीवन में पूर्णता प्राप्त करने की शिक्षा देता है | बाहर यात्रा पर जाते समय यदि भरा हुआ कलश दिख जाए तो यह शुभ शकुन माना जाता है | कलश को ध्यान से देखने पर पता चलता है कि कलश का पेट बडा तथा मुख छोटा होता है | मनुष्य को इसी प्रकार ज्ञान प्राप्त करने के लिए , सदगुणों का संग्रह करने के लिए कलश की तरह ह्रदय को बडा बनाना होगा | परन्तु अपनी प्रशंसा करने के मामले में मुख को छोटा या बन्द रखना चाहिए | कलश में रखा जल लोगों की प्यास बुझाता है | इससे यह शिक्षा मिलती है कि हमारे द्वार पर आने वाला कोई भी व्यक्ति बिना त्रप्ति पाए नहीं लौट जाए | भगवान मल्लिनाथ के चरण में चिन्हित मंगल कलश हमें पात्रता , योग्यता प्राप्त करने की प्रेरणा देता है , उसके लिए पहले कष्ट उठाने पडेंगे , जो कष्ट सहन करेगा वही योग्य सुपात्र बनेगा |
Mallinath Bhagwan
The story of Bhagwan Mallinath is an extremely interesting and beautiful one. It begins a long time ago when King Mahabal ruled over the city of Veetshoka in Jambudvipa. He had six very close childhood friends. The seven friends never did anything without seeking advice of each other.
Once an acharya named Dharmaghosh-suri came to the city. The seven friends went to his sermon and were very impressed. They realised that extreme misery and pain exists in living a worldly life. All seven decided to give up their worldly life and became monks and disciples of the acharya.
As monks, these seven friends lived an austere life together. Unknown to his friends, Mahabal had an intense desire to make every living being free from suffering and wanted to guide them to liberation. Such a desire led to him having a 'Tirthankar-Nam-Karma'. To achieve his desire, he secretly observed more severe austerities. Because of his secrecy, he acquired the karma that he would be born as a female in the future.
At the end of their lives, all seven attained heavenly abode and were born again as humans in different places.
It was at this time that King Kumbha ruled over the city of Mithila. His queen Prabhavati was pregnant and saw 14 pious dreams (16 according to Digambar tradition) indicating the arrival of a Tirthankar soul. Mahabal's soul descended into Prabhavati's womb and was born as Princess Malli (Digambar tradition believes that Tirthankar Mallinath was male).
The other six friends of Mahabal were reborn as princes and became rulers of Hastinapur, Ayodhya, Champa, Kashi, Kampilypur and Shravasti.
Princess Malli grew into a charming and beautiful princess who had mastered all the fine arts and crafts. King Kumbha decided to establish an art gallery in Mithila. A marvelous building was constructed and artists from all over the country were invited to contribute to this gallery.
One artist from Hastinapur had a special power that he was able to prepare an accurate portrait of anyone merely by seeing one part of their body. Once he happened to see the toe of Princess Malli and created a perfect portrait of the princess. It was excellent and displayed every minute detail of the princess. Princess Malli's brother Malladin happened to see this and felt it was actually his sister and folded his hands in respect.
When he realized it was merely a portrait, he also felt that it posed a dangerous situation for the princess. He asked the artist to abandon his art in return for a huge reward which the artist declined. To prevent his talent from being misused, the prince ordered that the artist's thumb be cut off. The artist swore revenge and went back to Hastinapur.
He found another artist whom he instructed and created another portrait of Princess Malli. He presented this to the King of Hastinapur who fell in love with the princess. He sent a marriage proposal to King Kumbha for his daughter.
In the meantime, the kings of neighboring kingdoms also heard of Princess Malli's exceptional beauty and sent proposals of marriage to her father King Kumbha. The king did not find any of the proposals suitable for Malli and rejected them all. This angered the kings who decided to conquer the city of Mithila in order to make Princess Malli their wife. King Kumbha boldly faced them with all his might but he could not withstand the combined strength of the invading forces.
When princess Malli came to know of the situation and the problem she contemplated on the issue. Gifted with an enlightened mind, she realized that the root cause of the problem lay in her earlier life. She recalled her life as King Mahäbal and all the events of that life. She realized that due to their deep affection for her in their previous life all the six kings coveted to be near her.
Malli decided that since she was the cause of the problem she should find a solution. She requested her father not to worry and leave everything to her. She remembered that the palace had a hall with six doors. Behind each door she arranged beautifully furnished rooms. The doors of the hall were fitted with a fine
screen through which people sitting in the rooms could look into the hall but they could not see what was happening in the other five rooms.
Princess Malli commissioned a life-like statue of herself so that anyone looking at the statue would believe that it was the princess herself. The inside of the statue was hollow with a hole at the top, which could be covered tightly. The statue was placed in the middle of the hall and a maidservant was asked to put a morsel of food twice a day within its cavity and to close its top immediately.
Then she requested her father to send invitations to all six kings to come to the hall to meet her. The plan was to invite them to the hall in the evening and have them wait in the room assigned to them. At the appropriate time all the kings came and occupied their respective rooms.
As they glanced through the screen, screen they immediately noticed the beautiful statue of Malli. Each of them thought it was Princess Malli herself. They also noticed that Malli was far more beautiful than they had expected and fell more deeply in love with her.
As they were waiting, princess Malli entered the hall through a secret tunnel and standing behind the statue opened the top. The food that was put in the statue had rotted and emitted a foul odor. The smell was so obnoxious that the kings had to cover their nose. Thereupon Malli presented herself and asked why they could not stand the smell of the person whom they loved so much. They admitted that they could not bear the foul odor.
Malli then explained that the food she ate was the same food in the statue. The food in her body did not stink because her soul prevented the rotting. However, when her soul would leave the body, her body too would start to decay. It is the nature of the body to degenerate, decay, and disintegrate. Malli asked the kings, “What is the purpose of being attached to a body when it is destined to rot eventually? Is it not worthwhile to pursue something that will last forever?”
As the kings stood there in amazement, she explained that they were seven very close friends and had done everything together. Upon hearing this they recalled their past lives and what they had renounced. This raised an acute sense of detachment for the short-lived worldly life. All of them decided to renounce the world in order to enhance their spiritual pursuit that they had left undone in the earlier life.
Very elaborate arrangements were made for the renunciation ceremony of Princess Malli. She gave up everything and adopted self-initiation at a place known as Sahasrämravan. She destroyed all of her destructive Karma (Ghäti Karmas that affect the nature and quality of the soul) in a very short time and attained Keval-jnän (omniscience) on the very same day.
She became the 19th Tirthankar of the Jain religion. Thereafter she traveled throughout the country for a long time to show the path of liberation to others. Ultimately, she attained liberation on Mount Sametshikhar.
The Shvetämbar tradition believes that Tirthankar Mallinäth was a female and the other 23 Tirthankars were male.
Father's Name King Kumbh
Mother's Name Queen Prabhavati
Place Of Birth Mithila
Place Of Nirvan SametSekharji Tirth
Mark ( Lanchan ) Kalash
Yaksh Kuber Yaksh
Yakshini Vairutya Yakshini
Colour Of Body Green
Life's Age 55000 Yrs.
Bhav 3 Bhav
Time In Womb 9 Months 7 Days
Sadhu Parshada 40000
Sadhvi Parshada 55000
Shravak Parshada 2,83,000
Shravika Parshada 3,70,000
Grah Shanti Jaap Ketu
ભગવાન મલ્લિનાથ
ઘણાં વર્ષો પહેલાં જંબુદ્વિપના મહાવિદેહ વીતશોકા રાજ્યના વિત્સોકા શહેરમાં મહાબલ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને છ લંગોટિયા મિત્રો હતા. આ સાતેય મિત્રોની મિત્રતા એટલી ગાઢ હતી કે કોઈ કોઈને પૂછ્યા વિના કશું જ કરતા નહીં.
એકવાર ધર્મઘોષસૂરિ નામના ખૂબ જાણીતા આચાર્ય વિત્સોકા શહેરમાં આવ્યા. રાજા મહાબલ અને તેના મિત્રો તેમનો ઉપદેશ સાંભળવા ગયા અને તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા. મહાબલને સમજાયું કે આ ભૌતિક જીવન દુઃખોથી ભરેલું છે. એણે ભૌતિક સુખો છોડવાનું નક્કી કર્યું. તેના મિત્રોને પણ તેણે પોતાનો નિર્ણય જણાવ્યો. અને રાજા મહાબલ અને છ મિત્રોએ ધર્મઘોષસૂરિ પાસે દિક્ષા અંગીકાર કરી. મહાબલ જગતના જીવ માત્રને દુઃખોમાંથી મુક્તિ અપાવવા ઇચ્છતા હતા. તીવ્ર આત્મસંયમ અને આકરા પ્રાયશ્ચિત્તને કારણે તેણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. સાથે સાથે નવો જન્મ સ્ત્રી રૂપે જન્મવાનું કર્મ પણ બાંધ્યું.
મહાબલ અને તેના છ મિત્રો આત્મસંયમને માર્ગે આગળને આગળ વધી રહ્યા હતા. તેને કારણે મૃત્યુ બાદ તેમને સ્વર્ગમાં જવાનું મળ્યું. સ્વર્ગનો સમય પસાર કર્યા બાદ તેઓ જુદી જુદી જગ્યાએ મનુષ્ય તરીકે અવતાર લીધો. આ સમયે ભારતના મિથિલા શહેરમાં કુંભ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની પ્રભાવતી નામની રાણીએ ગર્ભાવસ્થા દરમિયાન તીર્થંકરના આત્માના અવતરણ રૂપે ૧૪ પવિત્ર સ્વપ્ન જોયાં. મહાબલે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. અને તેનો આત્મા સ્ત્રીનો હતો તેથી પ્રભાવતીએ સુંદર રાજકુંવરીને જન્મ આપ્યો. જેનું નામ મલ્લી રાખવામાં આવ્યું. થોડા સમય બાદ રાણીએ દિકરાને જન્મ આપ્યો જેનું નામ મલ્લદીન રાખવામાં આવ્યું. બાકીના છ મિત્રો હસ્તિનાપુર, અયોધ્યા, ચંપા, કાશી, કાંપિલ્યપુર અને શ્રાવસ્તીમાં રાજકુંવર તરીકે જન્મ્યા. આ બધા શહેરો આજના ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવેલા છે.
કુંભ અને પદ્માવતી પોતાના બંને સંતાનોનો ઉછેર પ્રેમપૂર્વક કરતા હતા. રાજકુંવરી મલ્લી ખૂબ જ સુંદર અને આકર્ષક હતી. મલ્લદીન પોતાની બહેનનું ખૂબ જ માન જાળવતો. રાજા કુંભ પોતાના બંને સંતાનોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવા માંગતા હતા, તેઓ વિવિધ કલાઓમાં પારંગત થાય તે હેતુથી સારા ખૂબ કેળવાયેલા શિક્ષકો રાખ્યા હતા. રાજકુંવરી મલ્લી વિવિધ કલાઓમાં પારંગત થઈ. મલ્લદીન સુંદર સશક્ત રાજકુંવર બન્યો અને કુશળ રાજ્યકર્તા થયો.
રાજા કુંભે મિથિલામાં કલાભવન સ્થાપવાનું નક્કી કર્યું. આ માટે તેમણે ઉત્તમ પ્રકારના મકાનનું નિર્માણ કર્યું. અને સિદ્ધહસ્ત પ્રખ્યાત કલાકારોને આમંત્રણ આપ્યું. હસ્તિનાપુરના એક કલાકાર પાસે આગવી સૂઝ અને શક્તિ હતી. તે કોઈપણ વ્યક્તિના શરીરના એક અંગને જોઈને તેની આબેહૂબ છબી બનાવી શકતા. એકવાર રાજકુંવરી મલ્લીના એક અંગુઠાને જોઈને દિવાલ પર તેનું નખશિખ આબેહૂબ ચિત્ર દોર્યું. તેના ભાઈ મલ્લદીને તેનું આ ચિત્ર જોયું ત્યારે ઘડીભર તો તેને થયું કે હમણાં તેની જોડે વાતો કરશે અને બે હાથ જોડીને તેને નમસ્કાર કર્યા. પણ જ્યારે તેણે જાણ્યું કે આ તો ખાલી ચિત્ર જ છે ત્યારે તેને નવાઈ લાગી કે બહેનના શરીરની ઝીણામાં ઝીણી માહિતી આ કલાકારને કેવી રીતે મળી? ખરેખર કલાકારમાં રહેલી આગવી આવડત અને શક્તિ દાદને પાત્ર હતી. પણ આવી શક્તિનો ભવિષ્યમાં થનારો ખોટો ઉપયોગ પણ તે સમજી શકતો હતો. તેથી પોતાની રાજવી તરીકેની સત્તાનો ઉપયોગ કરી કલાકારની કલા પર પ્રતિબંધ મૂક્યો. પણ કલાકારને તે મંજૂર ન હતો. ભવિષ્યમાં થનારો તેનો દુરૂપયોગ અટકાવવા માટે તેના જમણા હાથનો અંગૂઠો કાપી લેવામાં આવ્યો. કલાકાર ખૂબ નિરાશ થઈ ગયો અને બદલાની આગમાં ફરવા લાગ્યો.
ગુસ્સે ભરાયેલો કલાકાર હસ્તિનાપુર ગયો. ત્યાં તેના કલાકાર મિત્ર પાસે રાજકુંવરી મલ્લીનું મોટા કદનું ચિત્ર દોરાવ્યું. પહેલાં કરતાં પણ વધુ સુંદર અને આકર્ષક ચિત્ર બનાવીને હસ્તિનાપુરના રાજાને ભેટ આપ્યું. (જે રાજા આગલા ભવમાં મલ્લીનો મિત્ર હતો) રાજા તે ચિત્ર જોઈ ખૂબ જ પ્રસન્ન થયા અને મલ્લીના પ્રેમમાં પડી ગયા. તેને પોતાની પત્ની બનાવવાનું નક્કી કર્યું. મિથિલાના રાજા કુંભને તેણે લગ્નનું કહેણ મોકલ્યું. એ જ પ્રમાણે અયોધ્યા, ચંપા, કાશી, કાંપીલ્યપુર, અને શ્રાવસ્તીના રાજાઓ પણ મલ્લીના રૂપથી પાગલ બન્યા અને કુંભને લગ્નનું કહેણ મોકલ્યું. રાજા કુંભને આ એકેય રાજા રાજકુંવરી મલ્લીને લાયક ન લાગ્યા. તેથી તેણે કોઈનું કહેણ ના સ્વીકાર્યું. કુંભનો જવાબ સાંભળીને બધા રાજાઓ ખૂબ જ ગુસ્સે ભરાયા. અને મલ્લીને મેળવવા મિથિલા સામે યુદ્ધ જાહેર કર્યું. રાજા કુંભે બધાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો પણ છ રાજાઓની શક્તિ સામે તે હિંમત હારી ગયો. તે પોતાના રાજ્યમાં પાછો ફર્યો અને શહેરના દરવાજા બંધ કરી દીધા. છ રાજ્યના રાજાઓનો સામનો કરવો મિથિલા માટે દુષ્કર હતો.
રાજકુમારી મલ્લીને જ્યારે આ પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેણે આ પ્રશ્નનો ઊંડો વિચાર કર્યો. છઠ્ઠી ઇંદ્રિયના પ્રતાપે તે જાણી શકી કે આ પ્રશ્ન પોતાની પાછલી જિંદગી સાથે જોડાયેલો છે. તેને પાછલા ભવનું જ્ઞાન થતાં જ ખ્યાલ આવ્યો કે પોતે મહાબલ હતી અને આ છ રાજાઓ તેના મિત્રો હતા. એક બીજા માટે ઊંડા પ્રેમ-ભાવના કારણે તેઓ સહુ આજુબાજુ નજીક જ હતા. મલ્લીએ નક્કી કર્યું કે આ પ્રશ્ન પોતાને લીધે ઊભો થયો છે તો તેનું નિરાકરણ પણ પોતે જ લાવશે. તેણે પોતાના પિતાને નિશ્ચિંત થવા કહ્યું. અને પોતે જ આનો નિવેડો લાવશે તેવું જણાવ્યું.
મહેલના મોટા ઓરડાને છ બારણાં હતાં. દરેક બારણાં પાછળ ખૂબ જ સરસ શણગારેલા ઓરડા બનાવ્યા. દરેક બારણાંમાં કાચ એવી રીતે ફીટ કર્યા હતા કે દરેક રૂમમાં રહેલા મોટા ઓરડામાં શું બની રહ્યું છે તે જોઈ શકે પણ બીજા રૂમોમાં ન જોઈ શકે. રાજકુમારી મલ્લીએ પોતાનું મોટા કદનું પોતાની અસલ પ્રતિકૃતિ જેવું આબેહૂબ પૂતળું બનાવ્યું. પૂતળું અંદરથી ખાલી ખોખા જેવું હતું. મોંનો ઉપરનો ભાગ ખૂલતો હતો. મોટા હૉલની વચ્ચોવચ્ચ પૂતળું મૂકાવ્યું. અને દાસીઓને દિવસના બે વખત મોંના ઉપરના ભાગથી ખોરાક જેવું નાંખવાનું કહેવામાં આવ્યું. અને તરત ઉપરનો ભાગ બંધ કરી દેવામાં આવતો. પછી મલ્લીએ પોતાના પિતાને જણાવ્યું કે છએ રાજાઓ મને મળવા ભલે આવે. દરેક રાજાને તેમના નક્કી કરેલા રૂમમાં બેસાડવામાં આવ્યા. તેમણે કાચમાંથી મલ્લીને જોઈ. પહેલાં કરતાં પણ વધુ સ્વરૂપવાન લાગી. અને વધુ પ્રેમ અનુભવવા લાગ્યા. મલ્લી ગુપ્ત દરવાજેથી આવીને પેલા પૂતળા પાછળ ઊભી રહી ગઈ. પૂતળાનું મોં ખોલીને ખાવાનું નાંખ્યું અંદર એકઠા થયેલા વાસી ખોરાકની ખરાબ વાસ આવવાને કારણે બધા જ રાજાઓ પોતાના નાક પર કપડુ દબાવીને ઊભા રહ્યા. મલ્લીએ આગળ આવીને રાજાઓને પૂછ્યું કે તમે જેને જીવથી પણ અધિક પ્રેમ કરો છો છતાં તેની પાસે કેમ ઊભા રહી શકતા નથી? તેઓએ કબૂલ્યું કે તેઓ તેની ગંદી વાસ સહન કરી શકતા નથી. મલ્લીએ સમજાવ્યું કે કુદરતી રીતે જ ખાધેલો ખોરાક શરીરમાં સડો ઉત્પન્ન કરે છે અને લોહી માંસના લોચા બને છે. તેણે રાજાઓને પૂછ્યું, "આવા સડેલા શરીરની તમને માયા છે?" ખરેખર તો જે શાશ્વત છે તેની પાછળ રહો. મલ્લીએ પાછલા ભવની વાતો યાદ કરાવી અને તેઓ સાતે મિત્રો ખૂબ જ પ્રેમભાવથી રહેતા હતા તે સમજાવ્યું. તેઓને પણ પૂર્વભવનું જ્ઞાન થયું અને બધું જ ત્યાગીને આધ્યાત્મને માર્ગે વળી ગયા. રાજકુમારી મલ્લીએ સાંસારિક જીવન છોડી દીધું. તે સહસ્રાંરવણમાં આત્મધ્યાન માટે પહોંચી ગઈ. આકરી તપશ્ચર્યા દ્વારા તેણે તમામ ઘાતી કર્મોનો નાશ કર્યો અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જૈનધર્મમાં તેને ૧૯ મા તીર્થંકરનું સ્થાન મળ્યું. ગામેગામ ફરીને સહુ સાધર્મિકોને કર્મમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો. અંતે તેઓ સમેતશીખરના પર્વત પર સંપૂર્ણપણે મોક્ષ પામ્યા.
તીર્થંકર મલ્લીનાથ સ્ત્રી હતા. બાકીના ૨૩ તીર્થંકરો પુરુષ હતા. તીર્થંકરની પ્રતિમા આખરે તો અરિહંતના ગુણોને દર્શાવે છે નહીં કે તેમના સ્થૂળ શરીરને માટે તમામ તીર્થંકરોની પ્રતિમાઓનો ભૌતિક દેખાવ એક સરખો સ્ત્રી પુરુષના ભેદ રહિતનો હોય છે.
૧૯. શ્રી મલ્લિનાથ ભગવાનનું ચૈત્યવંદન
મલ્લિનાથ ઓગણીશમાં, જસ મિથિલા નયરી;
પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી.
તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ્ય પચવીશની કાય;
લંછન કળશ મંગલકરૂ, નિર્મમ નિરમાય.
વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય;
પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય.


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.