ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Kesariyaji Aadinath

Image may contain: one or more people and indoor

: || દિવાળી એ જૈનો માટે તહેવાર નહી પણ પર્વ છે ||
“પાવાપુરીમાં મહાવીરસ્વામી ભગવાનની ૧૬ પ્રહર [૪૮ કલાક] ની અંતિમ દેશના અને નિર્વાણ-કલ્યાણક”મહાવીરસ્વામી ભગવાન અનેક દેશમાં પગપાળા વિચર્યા. એમણે ઉપદેશનો ધોધ વરસાવ્યો. જેમાં ગરીબો, અમીરો, શ્રમજીવીઓ અને શ્રીમંતો, રાજકુમારો, રાણીઓ, રાજાઓ હતાં, એવા હજારો જીવોને દીક્ષા આપી, અને લાખો લોકોને ધાર્મિક બનાવ્યા. અંતમાં કેવલી પર્યાયના ૩૦ માં, દીક્ષાના ૪૨ માં અને જન્મના ૭૨ માં વર્ષે અંતિમ ચાતુર્માસ અને જીવનનું અંતિમ વર્ષ પૂર્ણ કરવા ભગવાન અપાપાપુરી (પાવાપુરી) પધાર્યા..
ત્યાં તેઓશ્રી હસ્તિપાલ રાજાના કારકુનોના સભાખંડમાં ચાતુર્માસ રહ્યા. ચોમાસાનો ચોથો મહિનો (ગુજ.) આસો વદિ અમાવસ્યાએ પોતાનું પરિનિર્વાણ થવાનું હોવાથી ચૌદસ-અમાસના બે નિર્જલ ઉપવાસ (છઠ્ઠ તપ) કર્યા..
જગતના કલ્યાણ માટે સુવર્ણકમળ ઉપર પલ્યંકાસને-પદ્માસને બેસી અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. સભામાં ચારેનિકાયના દેવો, ચતુર્વિધ શ્રીસંઘ, કાશી-કોશલ દેશ આદિ જનપદના માન્ય ૧૮ ગણરાજાઓ, તેમજ ગણ્ય-માન્ય અન્ય વર્ગ અને સામાન્ય વર્ગ પણ ઉપસ્થિત હતો. પ્રવચનમાં ભગવાને પુણ્ય-પાપ ફલ વિષયક અધ્યયનો આદિ વર્ણવ્યું. અમાવસ્યાની પાછલી રાતની ચાર ઘડી બાકી રહી ત્યારે સોળ પ્રહર-૪૮ કલાકની અવિરત ચાલેલી પ્રલંબ દેશના પૂરી થતાં જ ભગવાનનો આત્મા શરીર ત્યજી, વેદનીયાદિ ચાર અઘાતી કર્મોનો ક્ષય થતાં, આઠેય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી, ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સ્વાતિ નક્ષત્રમાં ઊર્ધ્વાકાશમાં અસંખ્ય યોજન દૂર રહેલા મુક્તિ-સ્થાનમાં એક જ સમયમાં (એક સેકન્ડનો અસંખ્યાતામો ભાગ) પહોંચી જ્યોતિમાં જ્યોતિરૂપે ભળી ગયો. હવે તેઓ જન્મ-મરણથી મુક્ત થયા. તમામ બંધનો, દુઃખો, સંતાપોથી રહિત બની સર્વસુખના ભોક્તા બન્યા..
આ મહાન આત્માએ ગત જન્મમાં કરેલી સાધના અને અંતિમ જન્મમાં કરેલી મહાસાધનાના ફળરૂપે અભીષ્ટ-પરમોચ્ચ એવા સિદ્ધિપદને મેળવ્યું. સોળ પ્રહર પ્રભુ દેશના કંઠે વિવર વર્તુળ મધુર ધ્વની સુરનર સુણે તિણે ગળે તિલક અમુલ નિર્વાણ સમયે સોળ પ્રહર (૪૮ કલાક) સુધી સતત દેશના આપી જેઓએ અપરંપાર કરુણા વરસાવી એવા મારા તમારા અને સમસ્ત જીવમાત્ર નાં ઉપકારી ચરમ શાસનપતિ શ્રી મહાવીરસ્વામી ભગવાન નું નિર્વાણ (મોક્ષ) કલ્યાણક ઉજવવાનો અનેરો અવસર..
કલ્યાણક શબ્દજ સૂચવે છે કે ભગવાન નું નિર્વાણ સર્વ જીવો માટે કલ્યાણકારી છે. નિર્વાણ એટલે ભાવ દીપક ગયો અને એના સંભારણા રૂપે સહુએ દ્રવ્ય દીપક પ્રગટાવ્યો..
યાદ રાખજો દિવાળી એ જૈનો માટે તહેવાર નહી પણ પર્વ છે..!
👣 બેસતા વરસે ભગવાન પાસે શું શું માગસો ?
¤ શાલીભદ્ર જેવો ત્યાગ
¤ અભયકુમાર જેવી ધર્મ બુદ્ધિ
¤ ભરત રાજા જેવી અનાશક્તિ
¤ જગડુશાહ જેવી ઉદારતા
¤ કુમારપાળ મહારાજા જેવી જીવદયા
¤ સુલસા જેવી શ્રદ્ધા
¤ પુનિયા શ્રાવક જેવું સામાયિક ,નીતિ ,સંતોષ
¤ વિજય શેઠ -વિજયા શેઠાણી જેવું બ્રમ્હચર્ય
¤ ગૌતમ સ્વામી ભગવાન જેવો વિનય
¤ જંબુ કુમાર જેવો વૈરાગ્ય
¤ જીરણ શેઠ જેવો ભાવ
¤ શ્રેયાંશ કુમાર જેવું સુપાત્ર દાન
¤ ધન્ના અણગાર જેવો તપ
¤ મૃગાવતી જેવી ક્ષમા
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.