ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Shree Adeshwar Bhagwan at Babu

No automatic alt text available.

"તું જ છીણી..
તું જ શિલ્પી..
અને
પથ્થર પણ તું..
ઘડી લે આકાર જીવનનો..
જેવો તું ચાહે...તેવો તું.."
*જીવનમાં જ્યાં સુધી શુભ ભાવો ન જાગે ત્યાં સુધી તેના પરિણામ પણ સારા આવતાં નથી..*
*ઘોડિયામાં નાના બાળકને સુવડાવ્યું છે અને માઁ એ ઘોડિયાને દોરી બાંધે છે..પરીણામ એ આવે છે કે રાતે અંધારામાં પણ જમીન પર હાથ ફેરવતા એ દોરી હાથમાં આવી જાય એટલે માઁ એ દોરીને પકડી લે છે અને એ દોરીના માધ્યમે તે ઘોડિયામાં સૂતેલા એના બાળક સુધી પહોંચી જાય છે..*
*તમને સમજાયું ને આ ઉદાહરણ ?*
*અહીં પ્રીતમ લખલાણી ની આ સુંદર પંક્તિઓ માં પણ એ જ કહ્યું છે કે...*
*જો ઘોડિયામાં સૂતેલા બાળક સુધી પહોંચવાની તાકાત એક દોરીમાં છે તો શુભ ભાવોને પેદા કરવાની તાકાત માત્ર ને માત્ર શુભક્રિયામાં જ છે..*
*જો જીવનમાં આપણે ડગલે ને પગલે શુભક્રિયાઓનું સેવન ચાલું રાખશું તો કોઈ પણ પળે શુભ પરિણામ પેદા થઈ જ જશે..પણ સાવધાન !!! જો જીવનમાં શુભ ક્રિયાઓ જ અટકી ગઈ તો પછી શુભ પરિણતિ પેદા થવાનો સવાલ જ નથી..*
અરે...!!!! સાવ સીધી અને સરળ જ વાત છે આ..
*ઘણાં કહે છે મારાથી ખૂબ આશાતના થાય છે એટલે હવે હું ધર્મક્રિયાથી દૂર જ રહું છું..અરે મૂરખ નાક પર માખી બેસે તો માખી ઊડાવાય નહીં કે નાક ને જ ઉડાવી દેવાય..*
*ધર્મ કરવાથી હંમેશા આસાતના જ થાય એવું નથી બનતું..પણ ધર્મઆરાધના બંધ કરી દેવાથી તો પુણ્યનું આગમન જ બંધ થઈ જાય છે..પુણ્યનું આગમનની સંભાવના ઊભી રાખવાનો એક જ વિકલ્પ છે કે ધર્મ નો રસ્તો હંમેશા ખુલ્લો રાખો..*
👉 *શુભ ક્રિયાઓથી શુભ પરિણામ આવવાનું ભલે નિશ્ચિંત નથી પણ શુભક્રિયા બંધ કરી દેવાથી તો શુભ પરિણામ ના દરવાજા જ બંધ થઈ જશે..*
*તું જ છીણી..તું જ શિલ્પી અને પથ્થર પણ તું...બસ આપણા જ હાથમાં છે કે આપણે આ જીવનનો આકાર કેવો ઘડવો તે..*
*શુભકાર્ય કરવાથી પુણ્ય બંધાય જ છે તે ભલે નિશ્ચિંત નથી પણ કંઈ પણ ન કરવાથી તો પુણ્ય ક્યારેય નહિં બંધાય..*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.