|| એક વાર કહી તો જુઓ કે આઈ એમ સોરી ||
દુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. માફી માગવી અને માફી આપવી. પોતાના ઈગોને માણસ કેટલો ઓગાળી શકે છે તેના ઉપર સંબંધોનો આધાર રહે છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતા હોઈએ છીએ
જિંદગીમાં એટલું ‘ભારે ‘ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે. તમને પ્રેમ કરવાવાળા તમારાથી ડરવા ન જોઈએ. તમે તમારી વ્યક્તિની ભૂલ કેટલી માફ કરી શકો છો તેના પરથી જ નક્કી થતું હોય છે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તમે ઇચ્છતા હોવ કે તમારી વ્યક્તિ કંઈ જ છાનુંછપનું કે ખાનગી ન કરે તો એ તમારી સામે એ કરી શકે અને તમને ખુલ્લા દિલે એ કહી શકે એટલી હળવાશ આપો. કોઈને પોતાની વ્યક્તિનું દિલ દુભાવવું હોતું નથી. કોઈને દૂર જવું હોતું નથી. અસ્વીકાર જ અભાવ સર્જતો હોય છે. મહાન માણસ જ માફી માગી કે માફી આપી શકે છે. કાયરોનું એ કામ નથી. એક વાર કહી તો જુઓ કે આઈ એમ સોરી !!
=========
|| તમને કોઈ વારંવાર દુઃખી કર્યા કરે તો તેને કેવી રીતે માફ કરવા? ||
પ્રેમથી સમજાવીને, સમજાવાય એટલું સમજાવવું, બીજો કોઈ ઉપાય નથી અને આપણા હાથમાં કોઈ સત્તા નથી. આપણે માફ કર્યે જ છૂટકો છે આ જગતમાં. નહીં માફ કરો તો માર ખાઈને માફ કરશો તમે. ઉપાય જ નથી. આપણે સમજણ પાડવી, એ ફરી ફરી ભૂલ ના કરે, એવા ભાવ ફેરવી નાખે તો બહુ થઈ ગયું. એ ભાવ ફેરવી નાખે કે હવે ભૂલ કરવી નથી. છતાં થઈ જાય એ જુદી વસ્તુ છે.
છોકરાને શાક લેવા મોકલીએ, અને મહીં પૈસા કાઢી લે તો એ પછી જાણીને શું ફાયદો છે ? એ તો જેવો છે એવો ચલાવી લેવાનો, નાખી દેવાય કંઈ ? બીજો લેવા જવાય કંઈ ? બીજો મળે નહીંને ? કોઈ વેચે નહીં.
==========
|| ભૂલ ||
(1) ભૂલ તો દરેક વ્યક્તિથી થાય છે પણ,
પોતાની ભૂલ છુપાવવા બીજી અનેક ભૂલ કરે તે દાનવ છે
અને પોતાની ભૂલ સ્વીકારી તેને સુધારવાનો પ્રયત્ન કરે તે માનવ છે.
પોતાની ભૂલ છુપાવવા બીજી અનેક ભૂલ કરે તે દાનવ છે
અને પોતાની ભૂલ સ્વીકારી તેને સુધારવાનો પ્રયત્ન કરે તે માનવ છે.
(2) ભૂલ એ જીવન નું પાનું છે ,
પણ સબંધ એ આખું પુસ્તક છે,
જરૂર પડ્યે ભૂલ નું પાનું ફાડી નાખજો,
પણ એક પાના માટે આખું પુસ્તક ના ફાળત.
પણ સબંધ એ આખું પુસ્તક છે,
જરૂર પડ્યે ભૂલ નું પાનું ફાડી નાખજો,
પણ એક પાના માટે આખું પુસ્તક ના ફાળત.
(3) લોકો કહે છે કે ભૂલ એ સફળતાનું પહેલું પગથિયું છે,
પણ એ વાત સાચી નથી,
"ભૂલને સુધારવી એ સફળતાનું પહેલું પગથિયું છે"
પણ એ વાત સાચી નથી,
"ભૂલને સુધારવી એ સફળતાનું પહેલું પગથિયું છે"
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.