ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ નો અદભુત ઈતિહાસ

Image may contain: indoor




Image may contain: indoor

श्री शंखेश्वर पार्श्वनाथ परमात्मा
देरी न १० श्री शंखेश्वर तीर्थ गुजरात


Image may contain: 1 person, food


શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ નો અદભુત ઈતિહાસ :-

સં. ૧૭૫૦નું વર્ષ હતું. શ્રી ઉદયરત્નજીવાચકે એકદા શ્રી સંઘને ઉપદેશ આપ્યો કે આપણે સૌ શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરવા જવાનું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને જીવન પાવન કરવાનું છે. આત્માનો ઉઘ્ધાર કરવાનો છે. શ્રી સંઘે આ વાત સહર્ષ સ્વીકારી લીધી. ખેડાના શ્રી સંઘમાં આનંદ વ્યાપી ગયો. જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ. ઢોલનગારા વાગવા માંડ્યા. શહેનાઈઓ ગુંજી ઊઠી. ચાંદીના રથ સાથે અશ્વો જોડવામાં આવ્યા. બળદગાડાઓ તૈયાર થયા. ઊંટગાડાઓ તૈયાર થયા. સાજન-માજનનો કલશોર ગાંજી ઊઠ્યો. સંઘ પ્રયાણના દિવસે ખેડાના શ્રી સંઘમાં ઘરે ઘરે તોરણ બાંધવામાં આવ્યા. દીપકો પ્રગટાવવામાં આવ્યા. સૌના હૃદયમાં અપાર હર્ષ વ્યાપી વળ્યો. પંડિત ઉદયરત્નજી વાચકની નિશ્રામાં શ્રી સંઘ ગામે ગામથી પ્રયાણ કરીને આગળ વઘ્યો. ગામે ગામ જિનદર્શન, ગુરુભક્તિ, સાધર્મિક ભક્તિ ઈત્યાદી કરતાં કરતાં સૌ શંખેશ્વર પહોંચ્યા. શ્રી શંખેશ્વર તીર્થમાં આજે જે ભવ્ય જિનાલય નિહાળવા મળે છે તે સમયે નહોતું. તે સમયે જિનમંદિર મુસ્લિમોના હાથે નાશ પામ્યું હતું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ગામના ઠાકોરના કબ્જામાં હતી.
શંખેશ્વર ગામનો ઠાકોર ભારે લોભી માણસ હતો. જે દર્શન કરવા આવે તેની પાસે તે એક ગીનીનો કર લેતો. ભાવિકજનો પ્રભુના દર્શન માટે કર ચૂકવતા. શ્રી ઉદયરત્નજીવાચક શ્રી સંઘ સાથે શંખેશ્વર પહોંચ્યા. શ્રી ઉદયરત્નજીવાચકને જણાવવામાં આવ્યું કે પ્રભુજીની પ્રભાવક પ્રતિમા ઠાકોરના કબ્જામાં છે. શ્રી સંઘના આગેવાનોએ કહ્યું કે અમે ઠાકોરને મળીને આવીએ અને તેના કહ્યા મુજબ કરવેરો ચુકવી દઈએ પછી પ્રભુજીના દર્શન કરીએ.
આ સાંભળીને શ્રી ઉદયરત્નજી નારાજ થઈ ગયા. શ્રી ઉદયરત્નજીએ કહ્યું ‘પ્રભુજીની પ્રતિમા જૈન સંઘની સંપત્તિ છે. એ પ્રતિમાના દર્શન કરવા માટે કોઈ કરવેરો ચૂકવવાનો ન હોય. મારે ઠાકોરને મળવું છે.’ શ્રી સંઘના આગેવાનો ઠાકોરને શ્રી ઉદયરત્નજી પાસે તેડી લાવ્યા. ઠાકોર કહે ‘પ્રતિમાની માલિકી મારી છે. તમારે મને કર ચૂકવવો પડે.’
ઉપાઘ્યાયજી કહે ‘ભગવાનની પ્રતિમા જૈન સંઘની છે. એના દર્શન કરવાનો હક્ક જૈનોનો અબાધિત છે. પ્રભુના દર્શનનો કર ન હોય. તમે અમને દર્શન કરવા દો.’
વાત વટ પર ચડી ગઈ.ઠાકોર ન માન્યા.
ઉપાઘ્યાયજી કહે ‘અમે પ્રભુની સ્તુતિ કરીશું. પ્રભુજી અમને સ્વયં દર્શન આપશે. જો આમ બને તો તમારે આજથી કરવેરો લેવાનો નહીં. બોલો કબૂલ ?’ ઠાકોરે હામી ભણી.
બંધ દરવાજા પાસે સકળ શ્રી સંઘ સાથે શ્રી ઉદયરત્નજીવાચકે ભગવાનનું સ્તવન ગાવાનું શરૂ કર્યું. સૌએ તેમાં સૂર પુરાવવા માંડ્યોઃ
પાસ શંખેશ્વરા ! સાર કર સેવકાં
દેવ કાં એવડી વાર લાગે ?
કોડી કર જોડી દરબાર આગે ખડા
ઠાકુરાં ચાકુરાં માન માગે !
પ્રગટ થા પાસજી ! મેલી પડદો પરો
મોડ અસુરાણને આપ છોડો.
મુજ મહીરાણ મંજુસમાં પેસીને
ખલકના નાથજી ! બંધ ખોલો !
શ્રી ઉદયરત્નજીના મઘુર અને બુલંદ કંઠે જેમ જેમ સ્તવન ગવાતું ગયું તેમ તેમ આકાશની હવા પલટાઈ ગઈ. નાગરાજ ધર્ણેન્દ્રદેવ અને શ્રી પદ્માવતીદેવી પ્રસન્ન થયા. બંધ દરવાજા આપોઆપ ખુલી ગયા. લોકોએ ગગનભેદી જયનાદ કર્યો. ઠાકોરે તે દિવસથી કર લેવાનો બંધ કર્યો. પ્રભુજીની પ્રતિમા જૈન સંઘને સોંપી દીધી.



સુરત હે તેરી ભોલી..પ્રભુ પ્રભુ
તુજે દેખ આંખે બોલી..પ્રભુ પ્રભુ
પારસ નામ તેરા હે તું ભગવાન મેરા હે
તુજે દેખ કે મન મેરા ગાને લગા..
તુજે દેખ ઝૂમે મન મેરા..ઝૂમ ઝૂમ
મેરા મીટા જનમ કા ફેરા..ઝૂમ ઝૂમ.

દુનિયા કા તું રાજા સારે જહાં પે રાજ કરે;
જો તુજકો ધ્યાતા હેઉસકે ઘર પર ખુશીયા ભરે;
આંખો સે અમૃત બરસે તેરે લિયે મેરા મન તરસે;
મેરે હોશ લિયે જાતી તેરી પ્યારી યે મૂરતિયા;
તુને મુજે બેચેન કિયા
નામ તેરા મેને રટ લિયા;
તુજે દેખકે મન મેરા ગાને લગા..
સૂરત હે તેરી....

તું ચંદા મે ચકોર તુજ બિન મેં ના રહ પાઉ;ં
તુ પાની મે મછલી છોડ તુજે મે કહા જાઉં;
તેરે હી રંગ મે રંગ જાઉ હર દમ તેરે દરશ પાઉં;
બનકે મે આઉંગી પૂજારણ તેરે અંગના;
તેરી સેવા કી પ્યાસ જગી
પાસ રહને કી આશ લગી
તુજે દેખકે મન મેરા ગાને લગા..

સૂરત હે તેરી ભોલી..



નયનો મહીં નયનો મિલાવી જીવનભર જોયા કરૂં
ને આપને જોતાં પ્રભુજી ! કર્મમલ ધોયાં કરૂં
પ્રત્યક્ષ દર્શન પામવા હું જીવન આ ખોયા કરૂં
ને ના મળે તું જ્યાં લગી હું ખૂબખૂબ રોયા કરૂં



સ્વાર્થ ભર્યા સંસારમાં કાંઈ સાર દેખાતો નથી,
તારા શરણ વિના હવે ઉદ્ધાર સમજાતો નથી,
અસહાય મારો આતમા રખડી રહ્યો અંધકારમાં,
સ્વીકારજે ઓ નાથ મુજને,આવ્યો છું તુજ દરબારમાં.


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

1 comment:

  1. जय शंखेश्वर दादा
    जय पार्श्वनाथ भगवान

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.