ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

શ્રીॐ હ્રીમ શ્રી ધર્મનાથ પરમેષ્ઠી ને નમઃ

Image may contain: 1 person

Image may contain: 1 person

Image may contain: 3 people, indoor



Image may contain: 1 person


Image may contain: 1 person, food


Image may contain: 2 people


Image may contain: 1 person


Image may contain: 3 people, indoor

Image may contain: 1 person, indoor

Image may contain: 1 person, indoor

Image may contain: indoor
શ્રી ધર્મનાથ ભગવાનનું ચૈત્યવંદન

વૈશાખ સુદી સાતમે, ચવ્યા શ્રી ધર્મનાથ;
વિજય થકી મહા માસની, સુદી ત્રીજે સુખજાત.
તેરસ માહે ઊજળી, લિયે સંજમ ભાર;
પોષી પૂનમે કેવલી, બહુ ગુણના ભંડાર.
જેઠી પાંચમ ઊજળી એ, શિવપદ પામ્યા જેહ;
નય કહે એ જિન પ્રણમતાં, વાઘે ધર્મ સ્નેહ.
ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રી ત જિનેસર
બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત... જિનેસર, ધર્મ...૧
ધરમ ધરમ કરતો જગ સુ હિરે, ધરમ ન જાણે હો મર્મ, જિ...;
ધરમ જિનેસર ચરન ગ્રહ્યા પછી, કોઈ ન બામ્ધે હો કર્મ... જિનેસર, ધર્મ...૨
પ્રવચન અમ્જન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન, જિ...;
હ્રદય નયણ નિહાળે જગધણી મહિમા મેરુ સમાન... જિનેસર, ધર્મ...૩
દોડત દોડત દોડત દોડિયો, જેતી મનની રે દોડ, જિ...;
પ્રેત પ્રતીત વિચારો ઢૂંકડી, ગુરુગમ લેજો રે જોડ... જિનેસર, ધર્મ...૪
એક પખી કેમ પ્રીતિ વરે પડે[૧], ઉભય મિલ્યા હુએ સંધિ, જિ...;
હું રાગી હું માંહે ફંદિયો, તું નીરાગી નિરબંધ... જિનેસર, ધર્મ...૫
પરમનિધાન પ્રગટ મુખ આગળે, જગત ઉલ્લંઘી હો જાય, જિ...;
જ્યોત વિના જુઓ જગદીશની, અંધો અંધ પલાય... જિનેસર, ધર્મ...૬
નિર્મલ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ, જિ...;
ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માતપિતા કુળકંશ... જિનેસર, ધર્મ...૭
મન મધુકર વર કરજોડી કહે, પદકજ[૨] નિકટ નિવાસ, જિ...;
ઘનહામી આનંદધન સાંભળો, એ સેવક અરદાસ... જિનેસર, ધર્મ...૮

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ -ત્રણ.
(2) જન્મ અને દિક્ષા સ્થળ -રત્નપુર નગરમાં.
(3) તીર્થંકર નામકર્મ- દઢરથના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ -વિજય વિમાન.
(5) ચ્યવન કલ્યાણક -વૈશાખસુદ-૭ પુષ્ય નક્ષત્રમાં.
(6) માતાનું નામ- સુવ્રતાદેવી અને પિતાનું નામ-ભાનુરાજા.
(7) વંશ- ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ -આઠ માસ અને છવ્વીસ દિવસ.
(9) લંછન - વજ્ર અને વર્ણ -સુવર્ણ.
(10) જન્મ કલ્યાણક - મહાસુદ-૩ , પુષ્ય નક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ -૪૫ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક - મહાસુદ-૧૩ પુષ્ય નક્ષત્રમાં.
(13) કેટલા જણ સાથે દિક્ષા -૧૦૦૦ રાજકુમાર સાથે.
(14) દિક્ષાશીબીકા -નાગદત્તા અને દિક્ષાતપ -છઠ્ઠ.
(15) પ્રથમ પારણું - સોમનસપુર માં ધનસિંહે ક્ષીરથી પારણું કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા -બે વર્ષ.
(17) કેવલજ્ઞાન કલ્યાણક- છઠ્ઠતપ,દધિપર્ણ વ્રુક્ષની નીચે રત્નપુરીમાં પોષસુદ-૧૫ પુષ્ય નક્ષત્રમાં થયું.
(18) શાશનદેવ- કિન્નરયક્ષ અને શાશન દેવી-કંદર્પા દેવી.
(19) ચૈત્ય વ્રુક્ષની ઉંચાઈ-૫૪૦ ધનુષ્ય.
(20)પ્રથમ દેશનાનો વિષય - મોક્ષનો ઉપાય અને કષાયનું સ્વરૂપ.
(21) સાધુ - ૬૪૦૦૦ અને સાધ્વી -આર્યશિવા આદિ-૬૨૪૦૦.
(22) શ્રાવક-૨૦૪૦૦૦ અને શ્રાવિકા -૪૧૩૦૦૦.
(23) કેવળજ્ઞાની-૪૫૦૦ મન:પર્યાવજ્ઞાની-૪૫૦૦ અને અવધિજ્ઞાની-૩૬૦૦.
(24) ચૌદપૂર્વધર-૯૦૦ અને વૈક્રિયલબ્ધિઘર-૭૦૦૦ તથા વાદી-૨૮૦૦.
(25) આયુષ્ય-૧૦ લાખ વરસ.
(26) નિર્વાણકલ્યાણક-જેઠ-સુદ-૫ પુષ્ય નક્ષત્રમાં.
(27) મોક્ષ - સમ્મેતશિખર,મોક્ષતપ - માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષ સાથે -૧૦૮ સાધુ.
(29) ગણધર- અરિષ્ટ આદિ-૪૩.
(30) શ્રી શાંતિનાથ પ્રભુ નું અંતર - પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.