ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

સંકટ હરે, સુખ પૂરે શ્રી પદ્માવતીદેવી

Image may contain: people standing and indoor
સંકટ હરે, સુખ પૂરે શ્રી પદ્માવતીદેવી
- આંખ છીપ, અંતર મોતી
ધર્મની સ્થાપના હૃદયમાં થાય ત્યારે ભગવાન ભીતરમાં બિરાજમાન થાય.
જેના હૃદયમાં ભગવાન વસે તેને દેવતાઓની મદદ મળે. જ્યાં સાચી ભક્તિ હોય, જ્યાં સાચી ભાવના હોય, જ્યાં સાંચું ભીતર હોય ત્યાં દેવતાઓ હાજરાહજૂર થાય.
જૈન સંઘમં અનેક દેવી તત્વનું અદ્‌ભૂત મહત્વ છે. જેના સંઘમાં દેવી અને દેવીના અદકેરાં માન અને સન્માન છે.
તારે તે તીર્થ.
તારક તે તીર્થંકાર.
જૈનોના ભગવાનને ‘તીર્થંકાર’ કહેવાય છે. તીર્થંકાર પરમાત્માની સંખ્યા ૨૪ હોય છે. આ ૨૪ તીર્થંકાર ભગવાનના અત્યંત લોકપ્રિય તીર્થંકાર પરમાત્માનું નામ છે, ‘પાર્શ્વનાથ.’વિશ્વભરમાં ભાગ્ય જ એવું કોઈ જિનમંદિર હશે કે જ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની નાની યા મોટી મૂર્તિ જોવા ન મળે.
આ પાર્શ્વનાથ પ્રભુના ધામનું નામ છે શંખેશ્વર તીર્થ.
શ્રી પાર્શ્વનાથી પ્રભુના પરમોપાસિકા અધિષ્ઠાયિકા દેવીનું નામ છે શ્રી પદ્માવતીદેવી.
શ્રી પદ્માવતીદેવીનો અપાર મહિમા છે. જૈન શાસનની સંરક્ષિકા દેવી છે એ. ભક્તોની અપાર શ્રઘ્ધા શ્રી પદ્માવતીદેવી માતા પર હોય છે. જ્યાં સાચી શ્રઘ્ધા હોય છે ત્યાં શ્રી પદ્માવતીદેવીનો પ્રભાવ તત્ક્ષણ નિહાળવા મળે છે. ભક્તોની ભીડ એ ભાંગે છે, ભક્તોના સંકટમાં સાક્ષી બને છે. ભગવાન પાર્શ્વનાથ પર જેને શ્રઘ્ધા છે, જેનું મન નિષ્પાપ છે, જેનું કાર્ય સાચું છે તેવા ભક્તોની સહાયમાં શ્રી પદ્માવતીદેવીની કૃપા સત્વરે પહોંચે છે. ભક્તનું દુઃખ ટળે છે. ભક્તની શ્રઘ્ધામાં વૃદ્ધિ થાય છે.
શ્રી પદ્માવતીદેવી હાજરાહજૂર દેવી છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના એ સેવિકા છે, કેમ કે એ જ પ્રભુની કૃપાથી એમને શાશનદેવીનું પ્રભાવશાળી પદ પ્રાપ્ત થયું છે. રે, જેનો ઉપરાક પોતાના જીવન પર છે. તે કેમ ભૂલાય ?
આ પ્રસંગ જાણવા જેવો છેઃ એમાંથી પ્રેરણા પ્રાપ્ત થશે, એમાંથઈ બળવંતી થશે, એમાંથી હૃદય ભાવનાભર્યું બનશે.
ભક્તિભીની ક્ષણોનો વૈભવ જ અનોખો હોય છે.
સેંકડો વર્ષો પૂર્વે રાજકુમાર પાર્શ્વનાથ સંયમી બનીની નીકળ્યા ત્યારે એમને મેઘમાળી નામના દેવ તરફથી ઉપસર્ગ થયો. તપસ્વી રાજકુમાર પાર્શ્વનાથ ઘેધૂર વૃક્ષ તળે ઘ્યાનમગ્ન હતા. આકાશવિહારી મેઘમાળીએ તેમને જોયા ને મનમાં વેર જાગ્યું.
એનું કારણ એવું હતું કે કુમાર પાર્શ્વ જ્યારે સંયમી નહોતા બન્યા ત્યારે વારાણસી નગરીમાં એક તપસ્વી આવ્યો. નામ કમઠ. ચારે તરફ પાંચ અગ્નિકુંડ પ્રગટાવે ને વચમાં બેસે. દેહ પર રાખ ચોલે. લાલધૂમ આંખો. વ્યાઘ્રચર્મનું બિછાનું ને હાથમાં દંડ અને કમંડળ. આકર્ષણથી ત્યાં લોકોના ટોળાં ઊમટયા. કુતૂહલથી પ્રેરાઈને રાજકુમાર પાર્શ્વ પણ તે તપસ્વીને જોવા આવ્યા.
લોક જયનાદ કરતાં હતાં.
રાજકુમાર પાર્શ્વ ત્યાં આવ્યા.
લોકોના અવાજોની વચ્ચે કુમાર પાર્શ્વે તપસ્વીને જોયા. આસપાસની લીલા જોઈને મનમાં ખિન્નતા પ્રગટી.
તપસ્વી કમઠને મજા પડી ગઈ.
તપસ્વી કમઠને રાજકુમાર પાર્શ્વ સ્વયં દર્શનાર્થે આવ્યા જાણી ખુશીનો અંત ન રહ્યો. પણ એ સમયે પાર્શ્વ કુમારે કરેલા પ્રશ્ને ખુશી ન ટકીઃ ‘રે, તપસ્વી આ તે કેવો ધર્મ જેમાં દયા નહીં ?’
ક્રમશઃ
કમઠ કહે. ‘કેમ એમ કહો છો ?’
પાર્શ્વકુમાર ગંભીર હતાઃ ‘અહીં તો હંિસાના બેસણાં છે. દયા વિનાની ક્રિયા તે ધર્મ નહીં. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન ! રે સંત ! આ શું ?’
કમઠ અકળાયો કહેઃ
અને પછી તેણે ગર્વભરી આંખે જનતા સામે જોયું.
કિન્તુ પાર્શ્વકુમાર હટયા નહિ.
રાજકુમારે અનુચર પાસે અગ્નિકુંડમાંથી એક કાષ્ઠ કઢાવ્યું, ચિરાવ્યું અને એમાંથી એ સમયે તરફડતા નાગ- નાગિણી નીચે પડ્યા ! પાર્શ્વકુમારે એ જ અનુચરણ પાસે નાગ- નાગિણીને નવકાર સંભળાવ્યો. 
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH 
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/ 
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.