ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Shree Vasupujya jain Shwetambar mandir Vallabh Vihar -rohini Delhi - 110085

Image may contain: 2 people

સ્વામી તમે કાંઇ કામણ કીધું
ચિત્તડુ અમારૂ ચોરી લીધું..
અમે પણ તુમશું કામણ કરશું,
ભક્તિ ગ્રહી મન ઘરમાં ધરશુ..
સાહેબા વાસુપૂજ્ય જિણંદા
મોહના વાસુપૂજ્ય જિણંદા..

બારમાં તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી
૧૨ શ્રી વાસુપૂજ્ય સ્વામી..
******************************
શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચૈત્યવંદન
વાસવ-વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ; 
વાસુપૂજ્ય કુલ ચંદ્રમાં, માતા જયા નામ.
મહિષ લછંન જીન બારમા, સિત્તેર ધનુષ્ય પ્રમાણ; 
કાયા આયુ વરસ વલી, બહોંતેર લાખ વખાણ.
સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; 
તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ.- ત્રણ.
(2) જન્મ અને દિક્ષા સ્થળ - ચંપાપૂરી.
(3) તીર્થંકર નામકર્મ -પદ્મોત્તર.
(4) દેવલોકનો અંતિમ ભવ - પ્રાણત વિમાન.
(5) ચ્યવન કલ્યાણક - જેઠ-સુદ-૯,શતભિષાનક્ષત્ર.
(6) માતાનું નામ - જયાદેવી અને પિતાનું નામ.વસુપુજ્યરાજા.
(7) વંશ- ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ -આઠમાસ વીસ દિવસ.
(9) લંછન -પાડો, અને વર્ણ -રાતો.
(10) જન્મ કલ્યાણક - મહાવદ-૧૪,શતભિષાનક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ -૭૦ ધનુષ્ય.
(12) દિક્ષાકલ્યાણક- ફાગણ-સુદ-૧૫,શતભિષાનક્ષત્રમાં.
(13) કેટલા જણ સાથે દિક્ષા-૬૦૦.
(14) દિક્ષાશીબીકા- પૃથ્વી, દિક્ષાતપ -છઠ્ઠ
(15) પ્રથમ પારણું - મહાનંદનગર માં સુનંદ ના હસ્તે ક્ષીરથી પારણું થયું.
(16) છદ્મસ્થા અવસ્થા -એકમાસ.
(17) કેવલજ્ઞાન કલ્યાણક- છઠ્ઠતપ પાટલીવ્રુક્ષની નીચે ચંપાપૂરીમાં,મહા-સુદ-૨,શતભિષાનક્ષત્રમાં.


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.