સાત ક્ષેત્રની વિશિષ્ટ ભક્તિ કરનાર ઐતિહાસિક પાત્રોને યાદ કરીએ.
💐 1. જિન બિંબ :
અષાઢી શ્રાવક : જેણે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનું બિંબ બનાવ્યું.
સંપ્રતિ રાજા : સવા કરોડ જિન બિંબ ભરાવ્યા
💐 2. જિન ચૈત્ય :
પેથડમંત્રી : 84 જિન પ્રાસાદ બનાવ્યા.
ધારણાશા પોરવાડ : રાનકપુરનો ભવ્ય જિન પ્રાસાદ બનાવ્યો.
💐 3. સમ્યગ જ્ઞાન :
સંગ્રામ સોની : ભગવતી સૂત્રની 36000 સોનામહોરથી પૂજા કરી.
ધનજી શૂરા : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબને કાશી મોકલીને ભણાવ્યા.
💐 4. / 5. સાધુ / સાધ્વીજી :
કુમારપાળ રાજા : 700 લોહીયા રોકી પૂજ્ય હેમચંદ્રાચાર્ય મ.સા. ના શાસ્ત્રો લખાવ્યા.
લલ્લિગ શ્રાવક : પૂજ્ય હરિભદ્રસૂરિ રાત્રે પણ ગ્રંથો રચી શકે તે માટે ઉપાશ્રયમાં દેદીપ્યમાન રત્ન મુકાવ્યું.
💐 6./ 7. શ્રાવક / શ્રાવિકા
આભૂ સંઘવી : 360 સાધર્મિકોને પોતાના જેવા બનાવ્યા.
પેથડ મંત્રી : નવા સધાર્મિકને સોનાની ઈંટથી બહુમાન કરતા.
રેવતી : સિંહ અણગારને બીજોરાપાક વહોરાવીને ભગવાનની વ્યાધિ દૂર કરી અને તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.