ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

સમાધિ મરણને સુલભ કરનાર શ્રી પોષ દશમી તપ આરાધના વિધિ

Image may contain: 2 people

Image may contain: 1 person
આ તપ દ્વારા પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકની આરાધના થાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આ તપમાં માગશર વદ 9 ના સાકરના પાણીનું એકાસણું(ઠામ ચૌવિહાર)
~~~~~~~~
માગશર વદ 10 (જન્મ કલ્યાણક દિન)નાં ખીરનું એકાસણું કરવાનું હોય છે.
~~~~~~~~~~~~~~~~~~~~
માગશર વદ 11 (દિક્ષા કલ્યાણક દિન)નાં ભર્યા ભાણાનું કરવાનું હોય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~
દશ વર્ષ અને દશ મહિના સુધી દર મહિનાની વદ દશમે એકાસણું કરવાથી આ તપ પૂરો થાય છે.

સાથિયા 12, ખમાસમણ 12, પ્રદક્ષિણા 12, 12 લોગ્ગસ્સનો કાઉસગ્ગ, નવકારવાળી 20, તેમજ ઉભયટંક પ્રતિક્રમણ-પડિલેહણ, ત્રિકાળ દેવવંદન, બ્રહ્મચર્યનું પાલન વગેરે કરવાનું હોય છે.

સાડા બાર હજારનો જાપ કરવો હોય તેમણે પહેલા દિવસે 40 નવકારવાળી બીજા દિવસે 45 નવકારવાળી ત્રીજા દિવસે 40 નવકારવાળી ગણવાની.

નવકારવાળીનું પદ:-

ૐ ર્હ્રીં શ્રી પાર્શ્વનાથ અર્હંતે નમ:

કાઉસગ્ગનું પદ

ખમાસમણ આપીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બારગુણયુક્ત ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધનાર્થે કાઉસગ્ગ કરૂં ? ઇચ્છં બારગુણયુક્ત ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધનાર્થે કરેમિ કાઉસગ્ગં ’ વંદણવત્તિયાએ..... ‘અન્નત્થ’ બોલી બાર લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી કરવો, પારી પ્રગટ લોગસ્સ બોલવો.

શ્રી શંખેશ્વર ભગવાનની બાર પ્રદક્ષિણા અને ખમાસમણાના દુહા

સકલ સમીહિત પૂરવા, કલ્પવૃક્ષ અવતાર,

પાર્શ્વ પ્રભુ પ્રસન્ન સદા, શંખેશ્વર સુખકાર.

ૐ ર્હ્રીં ર્શ્રીં અશોકવૃક્ષ પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : (1)

સકલ મનોરથ પુરવા, મંગલ કેલિનિવાસ,

વામાનંદન વંદિએ, શ્રી શંખેશ્વર પાસ.

ૐ ર્હ્રીં ર્શ્રીં સુરપુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : (2)

પ્રણમું પ્રેમે પાસ જિન, શ્રી શંખેશ્વર દેવ,

સુર નરવર કિન્નર સદા, જેહની લારે સેવ.

ૐ ર્હ્રીં ર્શ્રીં દિવ્યધ્વની પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : (3)

સકલ સુહંકર પાસજી, શંખેશ્વર શિરદાર,

શંખેશ્વર કેશવ જરા, હરત કરત ઉપકાર.

શ્રી શંખેશ્વર સાહિબો, સુરતરૂ સમ અવદાત;

પુરિષાદાની પાસજી, ષડ્ દર્શન વિખ્યાત,
ૐ ર્હ્રીં ર્શ્રીં ચામરયુગલ પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : (4)

સકલ સિદ્ધિદાયક સદા, શંખેશ્વર પ્રભુ પાસ,

પ્રણમું પદકજ પ્રેમથી, આણી મન ઉલ્લાસ.

સકલ કુશલ કમલાવલી, ભાસક ભાણ સમાન,

શ્રી શંખેશ્વર પાસના, ચરણ નમું ધરી ધ્યાન.

ૐ ર્હ્રીં ર્શ્રીં સિંહાસન પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(5)

શ્રી શંખેશ્વર પાસજી, હરિ જરા હરનાર,

તસ પ્રણમું પ્રેમે કરી, શિવરમણી ઉરહાર.

શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમું એહના પાય,

અશ્વસેન રાજા કુળે, જનમ્યા શ્રી જિનરાય.

ૐ ર્હ્રીં ર્શ્રીં ભામંડલ પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(6)

દુરિત ટળે વંછિત ફળે, જો નામ સમરંત,

શ્રી શંખેશ્વર પાસ જિન, તે પ્રણમું એકાંત.

શ્રી શંખેશ્વરધણી, પ્રણમી પાસ જિણંદ,

નામ જપંતા જેહનું આપે પરમાનંદ.

ૐ ર્હ્રીં ર્શ્રીં દેવદુંદુભી પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(7)

શ્રી શંખેશ્વર પાસ જિન, પ્રણમોપદ અરવિંદ,

અશ્વસેન નૃપ કુલતિલો, વામાદેવી નંદ.

ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર નર, સેવા સારે સાર,

પાસ શંખેશ્વર પ્રણમતાં, સફલ હુએ અવતાર.

ૐ ર્હ્રીં ર્શ્રીં છત્રત્રય પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(8)

શ્રી શંખેશ્વર સુખકરું, નમતાં નવે નિધાન,

વિઘન વિદારણ વીરવાર, વસુધા વાધ્યો વાન.

શ્રી શંખેશ્વર પાસ જિન, પ્રણત પુરંદર દેવ,

અલિય વિઘન દૂરે હરે-કરે જાસ સુર સેવ.

ૐ ર્હ્રીં ર્શ્રીં જ્ઞાનાતિશય પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(9)

શ્રી શંખેશ્વર પાસજી, મોટો મહિમા જાસ,

ચિંતામણી ચિંતા હરી, આપે લીલ-વિલાસ.

ૐ ર્હ્રીં ર્શ્રીં વચનાતિશય પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(10)

સકલ સમીહિત સુરલતા, સિંચન નવજલધાર,

શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમું પ્રાણ આધાર.

ૐ ર્હ્રીં ર્શ્રીં પૂજાતિશય પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(11)

સકલ મનોરથ પૂરવે, શ્રી શંખેશ્વર પાસ,

પરચા પૂરણ પ્રણમીએ, લહીએ લીલ-વિલાસ.

અશ્વસેન કુલધ્વજ સમો, વામા કેરો નંદ,

શ્રી શંખેશ્વર પ્રણમતાં, હોવે નિત આનંદ.

ૐ ર્હ્રીં ર્શ્રીં અપાયાપગમાતિશય પ્રાતિહાર્ય યુક્તાય,

ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(12)


शंखेश्वर तीर्थ की महिमा अपरंपार है।आज कल हम सब शंखेश्वर जाते है पर इसके रोचक इतिहास के बारे में बहुत कम लोग जानते है......

*क्या आप जानते की शंखेश्वर दादा के दर्शन करने का भी मुल्य देना पड़ता था....?*

सन् 1750 साल की बात है.....
उस काल में शंखेश्वर का जिनालय अभी जैसा विशाल नही था। मुग़ल बादशाओंं द्वारा वो क्षतिग्रस्त था। दादा पार्श्वनाथ की प्रतिमा वहा के ठाकुर के कब्जे में थी......

बात है 1750 सन् की....
खेड़ा के संघ में शंखेश्वर यात्रा का प्रस्ताव उदयरत्नजी वाचक ने रखा।
संघ ने उनकी बात मानकर हर्ष उल्हास से वाजते गाजते उदयरत्नजी की निश्रा में संघ प्रयाण किया।

संघ धुम धाम से शंखेश्वर पहुंचा.....
उदयरत्नजी दादा के दर्शन हेतु निकल पड़े तो लोगो ने कहा आप पहले ठाकुर से दर्शन का कर *(TAX)* अदा कर दो......
बात कुछ समझे नही उदयरत्नजी...
लोगोने बताया की दादा की प्रतिमा ठाकुर के कब्जे में है और हर भक्त को दर्शन का कर ठाकुर को देना होता है।

*यह सुनते ही उदयरत्नजी के पैरो तले जमीन फट गयी.....*

प्रतिमा अपनी , और हम ही दर्शन हेतु कर दे........?
बहुत दुखी और व्याकुल हुए वाचक। अब तो दर्शन बिना कोई मुल्य दिये बिना ही करेंगे यह निश्चय किया उदयरत्नजी ने।

वो निकल पड़े ठाकुर के पास.....
बोले प्रतिमा जैनों की हम *कर* नही देंगे। ठाकुर जैसा जालिम थोड़ी मानने वाला था। दोनों में खुप बहस हुई।

उदयरत्नजी बोले तू क्या हमे मना करेगा? दादा को हम बुलायेंगे तो दादा स्वयंम हमे दर्शन देगा....

*उदयरत्नजी ने पूछा अगर ऐसा हुआ तो क्या तुम कर लेना बंद करोगे ठाकुर?*

ठाकुर ने बात मान ली.....
बंद दरवाजे के पास पुरे संघ के साथ उदयरत्नजी ने गाना शुरू किया....
पूरी लगन से..... बिलकुल परमात्मा को अंतर्मन से पुकारते हुए....

*पास शंखेश्वरा, सार कर सेवाका*
*देव! कां एवड़ी वार लागे*
*कोडी कर जोड़ी, दरबार आगे खड़ा*
*ठाकुरा चाकुरा मान मागे*

उदयरत्नजी की मधुर और बुलंद आवाज में जैसे जैसे स्तवन चलता रहा वैसे वैसे एक परिवर्तन वातावरण में होने लगा.......

*साक्षात नागराज धरणेँद्र और पदमावती प्रसन्न हुए।*

बंद दरवाजे अपने आप खुलने लगे...
लोगो ने जयजयकार शुरू की....

*तब से ठाकुर ने प्रतिमा दर्शन का कर लेना बंद कर दिया। आज इस जगह पार्श्वनाथ दादा का विशाल जिनालय है। दादा की यह प्रतिमा महा चमत्कारी है और सच्चे लगन से अंतर्मन से दादा को बुला के देखो....दादा जरूर सुनते है।*

*हमें आज शंखेश्वर दादा की प्रतिमा जो दर्शन को प्राप्त है उसका पुरा श्रेय उदयरत्नजी को जाता है। वरना पता नही मुरत भारत देश में होती भी या नही। आभारी हम है उदयरत्नजी जैसी पुण्यशाली आत्मा का।*


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.