ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

*મૌન એકાદશી પર્વ* -मौन एकादशी

Image may contain: 1 person, text

No automatic alt text available.

Image may contain: 1 person, text

Image may contain: text

*મૌન એકાદશી પર્વ*

*મૌન એકાદશી*ચાતુર્માસ પૂર્ણ થયા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌનએકાદશીનું પર્વ આવે છે. આ દિવસે ત્રણ ચોવીશીના તીર્થંકરોના 150 કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે, આ દિવસે ઉપવાસ કરનારને 150 ઉપવાસનું ફળ મળે છે. આવા ઉત્તમ ફળને આપનાર આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ.
એક વાર બાવીશમાં તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં સમોસર્યા. તે વખતે કૃષ્ણ મહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠા. પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી. દેશનાને અંતે શ્રી કૃષ્ણ મહારાજે પૂછ્યું કે *"ભગવાન! વર્ષના 360 દિવસમાં એવો કયો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ વ્રતાદી તપ પણ ઘણું ફળ આપે?"*
*જવાબમાં પ્રભુએ જણાવ્યું કે, "હે કૃષ્ણ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે. કારણકે તે દિવસે ત્રણે ચોવીસીના તીર્થંકરોના 150 કલ્યાણકો આવે છે.*
તે આ પ્રમાણે :- આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં આ દિવસે -
1). 18માં શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઇ હતી.
2). 21માં શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
3-4-5). 19માં શ્રી મલ્લીનાથ પ્રભુના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન એમ ત્રણ કલ્યાણકો આ જ દિવસે થયા હતા.
એમ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં કુલ પાંચ કલ્યાણકો થયાં છે.
એ પ્રમાણે કુલ પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઐરાવતક્ષેત્રોમાં પાંચ પાંચ કલ્યાણકો થયાં હોવાથી 50 કલ્યાણકો થયાં.
આ પ્રમાણે વર્તમાન ચોવીસીના 50, અતીત(ગઈ) ચોવીસીના 50 અને અનાગત(આવતી) ચોવીસીના 50 એમ કુલ 150 કલ્યાણકો આ તિથિએ થયાં છે.
માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ 150 ઉપવાસનું ફળ મળે છે. અને જે આ તપની વિધિપૂર્વક આરાધના કરે છે તેમના ફળનું તો કહેવું જ શું? આ તપ 11 વર્ષે પૂરો થાય છે. આ દિવસે મુખ્યતા મૌન જાળવવાનું હોવાથી આ દિવસ મૌન એકાદશી તરીકે ઓળખાય છે."

No automatic alt text available.

|| જૈન દર્શન - મૌન એકાદશી પર સુવ્રતશેઠની કથા ||
મૌન એકાદશી મનની શુ- ધ્ધીનું પર્વ છે. મનની ગ્રંથીઓ નીકળે ત્યારે સાચા નીગ્રંથ બનાય છે. પ્રભુ મનના વિકારોથી મુકત બને છે. પ્રભુ, ગુરૂ અને ધર્મ પ્રત્યેનો સાચો સદ્દભાવ પૈસાથી ખરીદી શકાતો નથી. તેના માટે મનની શુધ્ધી જરૂરી છે. મૌન એકાદશીનું પર્વ પ્રવૃત્તિનું નહીં પણ નિવૃત્તિનું પર્વ છે.
મૌન એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે, જે વાણીના સંયમનું પર્વ છે. આ દિવસે ૧0 ક્ષેત્રના થઇને ૧૫0 કલ્યાણકો થતાં હોવાથી આ દિવસે કરેલી કોઇ પણ આરાધના-ઉપાસના, તપશ્ર્વર્યાનું ફળ ૧૫0 ગણું થઇ જાય છે.
ચૌમાંસી ચૌદશ વીત્યા પછી માગસર - સુદ અગિયારસ ને દિવસે મૌન એકાદશી નું પર્વ આવે છે, આ દિવસે ત્રણ ચોવીસી ના તીર્થંકરો ના ૧૫0 (દોઢસો) કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ કરનાર ને ૧૫0 ઉપવાસ નું ફળ મળે છે. આવા ઉત્તમ ફળને આપનાર આ પર્વ ની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ.
એક વાર બવીશમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં પધાર્યા.તે વખતે કૃષ્ણમહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠા.પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી.દેશના ને અંતે કૃષ્ણ મહારાજે પૂછ્યું કે હે ભગવાન ! વર્ષના ૩૬0 દિવસમાં એવો કયો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ વ્રતાદિ તપ ઘણું ફળ આપે છે ?
જવાબ માં પ્રભુએ જણાવ્યુ કે હે કૃષ્ણ ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે. કારણકે તે દિવસે ત્રણે ચોવીસીના તીર્થંકરોના ૧૫0 કલ્યાણકો આવે છે. તે આ પ્રમાણે છે. આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં આ દિવસે -
(1) ૧૮મા શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઇ હતી.
(2) ૨૧માં શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
૩,૪,૫ અને ૧૯મા શ્રી મલ્લીનાથ પ્રભુના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન એમ ત્રણ કલ્યાણકો આ જ દિવસે થયા હતા.
એમ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં કુલ પાંચ કલ્યાણકો થયાં છે. એ પ્રમાણે કુલ પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઐરાવતક્ષેત્રોમાં પાંચ પાંચ કલ્યાણકો થયાં હોવાથી 50 કલ્યાણકો થયાં. આ પ્રમાણે વર્તમાન ચોવીસીના 50, અતીત(ગઈ) ચોવીસીના 50 અને અનાગત(આવતી) ચોવીસીના 50 એમ કુલ 150 કલ્યાણકો આ તિથિએ થયાં છે. માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ 150 ઉપવાસનું ફળ મળે છે. અને જે આ તપની વિધિપૂર્વક આરાધના કરે છે તેમના ફળનું તો કહેવું જ શું? આ તપ 11 વર્ષે પૂરો થાય છે. આ દિવસે મુખ્યતા મૌન જાળવવાનું હોવાથી આ દિવસ મૌન એકાદશી તરીકે ઓળખાય છે."
કૃષ્ણ મહારાજે ફરીથી પૂછ્યું કે,હે ભગવંત ! પૂર્વે કોઈ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કારી છે ? તેમજ આરાધના કરવાથી તેને શુ ફળ મળ્યું ? તે કૃપા કરી જણાવો.ત્યારે ભગવંતે આ પર્વની આરાધના કરનાર સુવ્રત શેઠની કથા કહી,તેનો સાર આ પ્રમાણે છે.વિજયપુર નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતો હતો,તેને ચંદ્રાવતી નામે રાણી હતી.તે નગરમાં સૂર નામે મોટો વેપારી રહેતો હતો.તે ઘણો ધનવાન તથા દેવ-ગુરુનો પરમ ભક્ત હતો.તે શેઠે એકવાર ગુરુને પૂછ્યું કે મારાથી રોજ ધર્મ થઇ શકતો નથી માટે મને એવો એક દિવસ કહો કે જે દિવસે કરેલો ધર્મ ઘણાં ફળવાળો થાય.તે વખતે ગુરુએ તેને મૌન એકાદશીનો મહિમા કહ્યો.તે દિવસે ચૌવિહાર ઉપવાસ,આઠ પહોરનો પૌષધ કરવો વગેરે વિધિ જણાવી .શેઠે આદર પૂર્વક તે તપ શરુ કર્યો અને વિધિપૂર્વક તે તપની આરાધના કરી.આયુષ્ય પૂર્ણ થયે શેઠ આરણ નામના અગિયારમાં દેવ લોકમાં દેવ થયાં.
ત્યાં દેવતાઈ સુખો ભોગવી ને આયુષ્ય પૂર્ણ થયે જંબુદ્વીપ ના ભરત ક્ષેત્રમાં સૌરીપૂરી નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રીતિમતી શેઠાણી ની કુક્ષિમાં પુત્ર પણે ઉત્પન્ન થયા.તે વખતે માતાને વ્રત પાળવાની ઈચ્છા થઇ.પુત્ર જન્મ વખતે બાળકના નાલને છેદીને ભૂમિમાં દાટતાં નીધાન (ધન) નીકળ્યું,તેનાથી પુત્રનો મોટો જન્મોત્સવ કર્યો.ગર્ભવાસ દરમિયાન માતાને વ્રત પાળવાની ઈચ્છા થઇ તેથી બાળક નું નામ સુવ્રત પડ્યું.સુવ્રત આઠ વરસ નો થયો એટલે ઉત્સવપૂર્વક તેને નિશાળે (સ્કુલે) ભણવા મુક્યો.ત્યાં તે સઘળી કલાઓ શીખ્યો.અનુક્રમે યુવાવસ્થા માં આવ્યો ત્યારે પિતાએ ૧૧ સુંદર કન્યાઓ પરણાવી.તેમની સાથે વિષય સુખ ભોગવતો તે કાળ પસાર કરતો હતો.સમુદ્ર શેઠે પુત્રની યોગ્યતા જોઈને તેને ઘરનો ભાર સોપ્યો અને પોતે સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મ કાર્યમાં સાવધાન થયા.અને અનસન કરી મરણ પામી દેવલોકમાં ગયાં.ત્યાર પછી સુવ્રત શેઠ અગિયાર કરોડ ધન ના માલિક થયાં.
એક વખત તે નગરના ઉદ્યાનમાં શીલ સુંદર નામે ચાર જ્ઞાનના આચાર્ય પધાર્યા.વન પાલકે વધામણી આપવાથી રાજા પરિવાર સાથે ગુરુને વાંદવા આવ્યો.તે વખતે સુવ્રતશેઠ પણ ગુરુને વાંદવ આવ્યા. આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપ્યો. તેમાં મૌન એકાદશીનું મહાત્ય્મ જણાવ્યું.મૌન એકાદશીના તપની હકીકત સાંભળી સુવ્રત શેઠને તેનો વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું.પોતે પૂર્વભવમાં આ આરાધના કરી તેથી દેવ બન્યા અને આ ભવમાં આવ્યા.પોતાનો પૂર્વભવ જાણી સુવ્રતશેઠ ઉભા થયા અને બે હાથ જોડી ગુરૂ મહારાજને વિનંતી કરી કહ્યું કે મારે અંગીકાર કરવા જેવો યોગ્ય ધર્મ બતાવો.
તે વખતે ગુરુએ સુવ્રતશેઠનો પૂર્વભવ વર્ણવીને કહ્યું કે તમે પૂર્વભવમાં મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું તેથી આ ભવમાં ઋદ્ધિ પામ્યા છો,અને હવે પણ તે તપ-વ્રત કરો.જેથી મોક્ષના સુખ પણ મળશે. શેઠે ભાવપૂર્વક મૌન એકાદશીનું વ્રત પોતાના કુટુંબ સાથે ગ્રહણ કર્યું.દર મૌન અગિયારસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે એવું જાણવાથી ચોર લોકો તે દિવસે શેઠને ઘરે ચોરી કરવા આવ્યા.ચોરોને જોવા છતાં શેઠ મૌન જ રહ્યા,અને ધર્મધ્યાન માં નિશ્ચલ રહ્યા.ચોરો ધન લઈને ચાલવા લાગ્યાં ત્યાંજ શાસન દેવીએ ચોરોને થંભાવી દીધા,તેથી તેઓ ત્યાંથી ખસી શક્યા નહી.સવારે શેઠે ચોરોને એવીજ અવસ્થામાં ઉભેલા જોયા.પરંપરાએ આ વાત રાજા પાસે ગઈ એટલે રાજાએ ચોરોને પકડવા સુભટો ને મોકલ્યા.સુભટો ચોરોને મારે નહી એવો દયાભાવ મનમાં થવાથી તેમના તપના પ્રભાવે સુભટો પણ થંભી ગયાં.આ વાત જાણી રાજા પોતે ત્યાં આવ્યા.શેઠે રાજાનો આદર સત્કાર કર્યો.શેઠે નમીને ચોરોને અભયદાન અપાવ્યું.શેઠની ઈચ્છા જાણી શાસનદેવે ચોરો તથા સુભટોને મુક્ત કર્યા.આથી શાસન નો મહિમા વધ્યો.
એક વાર મૌન એકાદશી ને દિવસે નગરમાં આગ લાગી તે આગ નગરમાં ફેલાતી ફેલાતી શેઠના ઘર સુધી આવી લોકો એ શેઠને અને તેમના પરિવારને બહાર નીકળી જવા જણાવ્યું પણ પૌષધમાં રહલા સર્વ કાઉસગ્ગ ધ્યાન માં લીન થયા તેમનું ઘર,વખાર દુકાનો વગેરે સઘળું બચી ગયું.તે શિવાય આખું નગર બળી ગયું.શેઠની સંપત્તિ અખંડ રહેલી જોઇને સર્વે લોકો આશ્ચર્ય પામ્યા,જૈન ધર્મનો પ્રભાવ નજરે જોતા ધર્મનો જયજયકાર કરવા લાગ્યાં.તપ પૂરો થયો એટલે શેઠે મોટું ઉજમણું કર્યું.અને ધર્મના અનેક કાર્યો કર્યા.
સમય જતાં શેઠે ગુણસુંદર નામના આચાર્ય ભગવંત પાસે દિક્ષા લીધી.તેમની અગિયાર પત્નીઓ એ પણ તેમની સાથે દિક્ષા લીધી.એકવાર મૌન એકાદશીના દિવસે સુવ્રત મુની કાઉસગ્ગ માં રહ્યા હતા,તે વખત કોઈ મિથ્યાત્વી દેવે તેમની પરિક્ષા કરવા બીજા સાધુ ના શરીર માં પ્રવેશ કરી સુવ્રતમુની ને ઓઘો માર્યો.તે વખતે સુવ્રત મુનિ એ ક્રોધ ન કરતાં ક્ષમા પૂર્વક વિચારણા કરતા શુક્લ ધ્યાનમાં ચઢી ઘાતી કર્મનો ક્ષય કરી કેવલ જ્ઞાન પામ્યા.દેવોએ મોટો ઉત્સવ કર્યો.
સુવ્રતકેવલી અનેક જીવોને ધર્મ પમાડી છેવટે અનસન કરી મોક્ષે ગયાં.
આ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાને શ્રી કૃષ્ણ વાસુદેવને મૌનઅગિયારસ નો મહિમા કહ્યો.
કથા વાંચનાર ભવ્ય જીવો તમે પણ આ તપના આરાધક બનો........
નોધ :- આ કથા શ્રી વીતરાગ પરમાત્મા મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને કહી હતી. આચાર્ય ભગવંતોએ સવાલાખ શ્ર્લોકમાં ગુંથી હતી. તેમાંથી સારરૂપ આ કથા છે.
श्री अरनाथ दीक्षा कल्याणक

श्री मल्लिनाथ =जन्म-दीक्षा-केवलज्ञान

श्री नमिनाथ केवलज्ञान

👉5 कल्याणको को एक मात्र दिन

5 भरत क्षेत्र के 75 कल्याणक

5 ऐरावत क्षेत्र के 75कल्याणक

👉इस प्रकार 150 कल्याणक एक ही दिन में😳

👉जो भी धर्म क्रिया करो तो उसका 150 गुना लाभ मिले

👉1 नवकारशी/ चौविहार करने वाले के 15000 वर्ष का नरक का आयुष्य कट जाता है।

 शक्य हो तो मौन पूर्वक चौविहार उपवास करके पौषधादि क्रियाओ द्वारा 150 कल्याणको की 150 माला गिने।

🙏🏻 अपने पाप कर्म खपाने का सुनहरा अवसर नही गवाये

आज के दिन अर्थात मौन एकादशी को की जाने वाली धर्म आराधनाएं -

1) मौन धारण के साथ पौषध व्रत

2) 12 लोगस्स का कायोत्सर्ग

3) 12 खमासणा

4) 12 स्वास्तिक

5) इस जप पद की 20 नवकारवाली

" ॐ ह्रीं श्रीं मल्लिनाथ सर्वज्ञनाय नमः" 
No automatic alt text available.

*****मौन एकादशी से जुडी विशेष जानकारी*****
Image may contain: 1 person
🙏🏽કૃષ્ણ મહારાજા :-

પ્રભુ !
સંસાર ની પળોજણ માં
રોજ ધાર્યો ધર્મ થતો નથી, 
તો એવો દિવસ બતાવો કે
જેમાં હું વધારે માં વધારે
""કર્મનિર્જરા"" કરી શકુ.

🙌 પ્રભુ નેમિનાથ :-

👏 મૌન એકાદશી 👏

श्री नेमिनाथ भगवान और कृष्णवासुदेव

एक समय श्री नेमिनाथ भगवान द्वारिका नगरी पधारे।जब कृष्णवासुदेव ने प्रभु के आगमन के समाचार सुने तो वे उनके दर्शनार्थ हेतु उनके समवसरण में गए।उनकी धर्म देशना सुनने के बाद कृष्ण ने उन्हें वंदन नमन किया व उनसे प्रश्न किया, " हे प्रभु ! राजा होने के नाते राज्य की बहुत सारे कर्तव्यों के चलते मैं किस प्रकार अपनी धार्मिक क्रियायों को आगे तक करता रहूँ ? कृपया मुझे पुरे वर्ष में कोई एक ऐसा दिन बताएं जब कोई कम प्रत्याख्यान व्रतादि के बाद भी अधिकतम फल को प्राप्त कर सके ?"
यह सुनकर श्री नेमिनाथ बोले, " हे कृष्ण, यदि तुम्हारी इस प्रकार की इच्छा है तो तुम मगसर माह के ग्यारहवें दिन ( एकादशी अर्थात मगसर सुदी ग्यारस ) को इस दिन से जुडी सभी धार्मिक क्रियाओं को पूर्ण करो।" प्रभु ने इस दिन की विशेषतायें भी समझाईं।

मौन एकादशी की विशेषतायें
एकादशी के इस दिन
1) श्री अरनाथ भगवान ( 18वें तीर्थंकर ) ने सांसारिक जीवन त्यागकर दीक्षा अंगीकार कर साधूत्व अपनाया।

2) श्री मल्लिनाथ भगवान ( 19वें तीर्थंकर ) का जन्म हुआ , संसार त्यागकर दीक्षा अंगीकार की व केवल ज्ञान प्राप्त किया।

3) श्री नेमिनाथ भगवान ( 22 वें तीर्थंकर ) ने केवल ज्ञान प्राप्त किया।

इस प्रकार तीन तीर्थंकरों के 5 कल्याणक इस दिन मनाये जाते हैं।
भरतक्षेत्र व ऐरावत क्षेत्र में भी चौबीसीयां होती हैं, वहां भी 5 कल्याणक होते हैं।इस तरह 5 भरतक्षेत्र में (5 × 5 = 25 ) कल्याणक व 5 ऐरावत क्षेत्र में ( 5 × 5 = 25 ) कल्याणक होते हैं। अर्थात भूतकाल, वर्तमान काल व भविष्य काल की चौबीसियों से सभी क्षेत्रों में 50 कल्याणक से कुल 150 कल्याणक मिलते हैं।

यह सुनकर कृष्ण ने जिज्ञासावश पूछा, " भगवन, कृपया मुझे बताइये के भूतकाल में किसने इस दिन की पूजा
की व इसके फलों को प्राप्त किया ? "
तब प्रभु नेमिनाथ ने सुव्रत सेठ का उदाहरण दिया जिसने इस दिन पूरी परायणता से, भक्ति से धार्मिक क्रियाओं का अनुसरण करके प्रतिज्ञा पूर्ण की और मोक्ष प्राप्त किया।

सुव्रत सेठ की कथा

विजयपाटन नामक नगर के घातकीखंड जिले में सुर नामक व्यापारी रहता था। उस राज्य का राजा सुर का बहुत आदर करता था व उसे बहुत ही बुद्धिमान व्यक्ति समझता था।एक रात्रि, शांतिपूर्वक सोते हुए वह मध्यरात्रि के प्रारंभकाल में जागा, तभी उस पर एक अलौकिक प्रकाश पड़ा व उसे दृष्टान्त हुआ की वह अपने पूर्व जन्म के अच्छे कर्मों की वजह से इस जन्म में प्रसन्नतापूर्वक संपन्नता से रह रहा है। इसलिए अगले जन्म में सम्पन्नता से जीने के लिए उसे इस जन्म में कुछ फलदायक करना पड़ेगा क्योंकि इसके बिना सब निरर्थक है। सूर्योदय के बाद शीघ्र ही वह अपने गुरु से मिलने गया और उनके उपदेश को सुनकर वह बहुत प्रभावित हुआ व गुरु से पूछा, " हे गुरुदेव ! जिस तरह का कार्य मैं करता हूँ, यह संभव नहीं की मैं नित्य पूजा पाठ व अन्य धार्मिक क्रियाएँ कर सकूँ।यदि आप कृपा करके मुझे कोई एक दिन बताएँ जिस दिन मैं अपनी सब धार्मिक क्रियाएँ कर सकूँ और उनके अधिकतम फल( पुण्य ) प्राप्त कर सकूँ ?"
तब गुरुदेव बोले, " मगसर माह के ग्यारहवें दिन अर्थात मगसर सुदी ग्यारस को तुम 11 वर्ष और 11 महीने तक लगातार मौन रखकर पौषध रुप में व्रत करो।यह प्रण पूर्ण करने के बाद तुम हर्षोल्लास से मना सकते हो।" यह सुनकर उसने अपने परिवार के सदस्यों के साथ कथित काल तक पूरी भक्ति से एकादशी का व्रत किया। तपस्या पूर्ण होने के 15 दिन बाद उसकी मृत्यु हो गयी और वह 11वें स्वर्ग( देवलोक ) में गया।वहाँ 21 सागरोपम की आयु पूर्ण करने के पश्चात उसने भरतक्षेत्र के सौरीपुर नामक नगर के सेठ समृद्धिदत के पुत्र के रूप में जन्म लिया।उसके पिता द्वारा उसे सुव्रत नाम मिला। जब उसे ज्ञान हुआ की एकादशी के दिन की पूजा करने के कारण उसे यह सुन्दर जीवन मिला है व वह 11वें देवलोक में गया था, उसने अपनी 11 पत्नियों के साथ

एकादशी का प्रण लिया।उसकी सब पत्नियों ने केवलज्ञान प्राप्त किया व मोक्षगमन किया।कुछ समय बाद ही राजा सुव्रत ने भी तपस्या करते हुए केवलज्ञान प्राप्त कर लिया। देवलोक के सभी देवताओं ने उनका यह मुक्ति दिवस मनाया।तब फिर उन्होंने कमल पर विराजित होकर अपने शिष्यों को उपदेश दिए।कुछ वर्षों बाद उन्होंने भी मोक्ष प्राप्त कर लिया।
इस तरह, भगवान नेमिनाथ ने कृष्णवासुदेव को यह कथा बताई और उसके बाद कृष्णवासुदेव व उनके समस्त राज्य ने इस सम्यक्त्व राह को अनुगमन करने का निर्णय किया।
जैन धर्म के उन्नीसवें तीर्थंकर भगवान श्री मल्लिनाथ जी का जन्म मिथिला के इक्ष्वाकुवंश में मार्गशीर्ष शुक्ल पक्ष एकादशी को अश्विन नक्षत्र में हुआ था. इनके माता का नाम माता प्रभा देवी और पिता का नाम राजा कुम्भराज था. इनके शरीर का वर्ण नीला था जबकि इनका चिन्ह कलश था. इनके यक्ष का नाम कुबेर और यक्षिणी का नाम धरणप्रिया देवी था. जैन धर्मावलम्बियों के अनुसार भगवान श्री मल्लिनाथ जी स्वामी के गणधरों की कुल संख्या 28 थी, जिनमें अभीक्षक स्वामी इनके प्रथम गणधर थे. भगवान श्री मल्लिनाथ जी ने मिथिला में मार्गशीर्ष माह शुक्ल पक्ष की एकादशी तिथि को दीक्षा की प्राप्ति की थी और दीक्षा प्राप्ति के पश्चात् 2 दिन बाद खीर से इन्होनें प्रथम पारणा किया था. दीक्षा प्राप्ति के पश्चात् 1 दिन-रात तक कठोर तप करने के बाद भगवान श्री मल्लिनाथ जी को मिथिला में ही अशोक वृक्ष के नीचे कैवल्यज्ञान की प्राप्ति हुई थी.
भगवान श्री मल्लिनाथ जी ने हमेशा सत्य और अहिंसा का अनुसरण किया और अनुयायियों को भी इसी राह पर चलने का सन्देश दिया. फाल्गुन माह शुक्ल पक्ष की द्वितीया तिथि को 500 साधुओं के संग इन्होनें सम्मेद शिखर पर निर्वाण को प्राप्त किया था।
Image may contain: text
૧૫૦ (દોઢસો)તીર્થંકર ભગવંતના કલ્યાણ
(દરેક ભગવાનના નામ આગળ ॐ હ્રીમ ... જોડવું.)

1 - જંબુદ્વીપે ભરતે અતીત ચોવીશી.
શ્રી મહાયશ: સર્વજ્ઞાય નમઃ -4
શ્રી સર્વાનુ ભૂતિઅર્હતે નમઃ -6
શ્રી સર્વાનુ ભૂતિનાથાય નમઃ -6
શ્રી સર્વાનુ ભૂતિ સર્વજ્ઞાય નમઃ -6
શ્રી શ્રી ધરનાથય નમઃ -7

2 - જંબુદ્વીપે ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી નમિનાથ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી મલ્લિનાથ અર્હતે નમઃ -19
શ્રી મલ્લિનાથ નાથાય નમઃ-19
શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમઃ -19
શ્રી અરનાથ નાથાય નમઃ - 18

3-જંબુદ્વીપે ભરતે અનાગત ચોવીશી.
શ્રી સ્વયંપ્રભ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી દેવશ્રુત અર્હતે નમઃ -6
શ્રી દેવશ્રુત નાથાય નમઃ -6
શ્રી દેવશ્રુત સર્વજ્ઞાય નમઃ-6
શ્રી ઉદયનાથ નાથાય નમઃ-

4-ઘાતકીખંડે પૂર્વ ભરતે અતીત ચોવીશી.
શ્રી અકલંક સર્વજ્ઞાય નમઃ-4
શ્રી શુભંકરનાથ અર્હતે નમઃ -6
શ્રી શુભંકરનાથ નાથાય નમઃ -6
શ્રી શુભંકરનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી સપ્તનાથ નાથાય નમઃ-7

5-ઘાતકીખંડે પૂર્વ ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી બ્રહ્મેન્દ્રનાથ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી ગુણનાથ અર્હતે નમઃ 19
શ્રી ગુણનાથ નાથાય નમઃ -19
શ્રી ગુણનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી ગાંગિકનાથ નાથાય નમઃ -18

6-ઘાતકીખંડે પૂર્વ ભરતે અનાગત ચોવીશી.
શ્રી સાંપ્રત સર્વજ્ઞાય નમઃ-4
શ્રી મુનિનાથ અર્હતે નમઃ-6
શ્રી મુનિનાથ નાથાય નમઃ-6
શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી વિશિષ્ટનાથ નાથાય નમઃ -7

7-પુષ્કરવરદ્વીપે પૂર્વ ભરતે અતીત ચોવીશી.
શ્રી સુમૃદુનાથ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી વ્યક્તનાથ અર્હતે નમઃ-6
શ્રી વ્યક્તનાથ નાથાય નમઃ -6
શ્રી વ્યક્તનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી કલાશતનાથ નાથાય નમઃ-7

8-પુષ્કરવરદ્વીપે પૂર્વ ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી અરણ્યવાસ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી યોગનાથ અર્હતે નમઃ-19
શ્રી યોગનાથ નાથાય નમઃ-19
શ્રી યોગનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી અયોગનાથ નાથાય નમઃ-18

9-પુષ્કરવરદ્વીપે પૂર્વ ભરતે અનાગત ચોવીશી.
શ્રી પરમ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી શુદ્ધાર્તિનાથ અર્હતે નમઃ-6
શ્રી શુદ્ધાર્તિનાથ નાથાય નમઃ-6
શ્રી શુદ્ધાર્તિનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી નિઃકેશનાથાય નમઃ-7

10-ઘાતકીખંડે પશ્ચિમ ભરતે અતીત ચોવીશી.
શ્રી સર્વાર્થ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી હરિભદ્ર અર્હતે નમઃ-19
શ્રી હરિભદ્ર નાથાય નમઃ-19
શ્રી હરિભદ્ર સર્વજ્ઞાય નમઃ-19
શ્રી મગધાધિપ નાથાય નમઃ-18

11-ઘાતકીખંડે પશ્ચિમ ભરતે વર્તમાન ચોવીશી
શ્રી પ્રયચ્છ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી અક્ષોભનાથ અર્હતે નમઃ-19
શ્રી અક્ષોભનાથ નાથાય નમઃ-19
શ્રી અક્ષોભનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી મલયસિંહ નાથાય નમઃ-18

12-ઘાતકીખંડે પશ્ચિમ ભરતે અનાગત ચોવીશી.
શ્રી દિનઋક સર્વજ્ઞાય નમઃ-4
શ્રી ધનદનાથ અર્હતે નમઃ-6
શ્રી ધનદનાથ નાથાય નમઃ-6
શ્રી ધનદનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી પૌષધનાથ નાથાય નમઃ7

13-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ભરતે અતીત ચોવીશી.
શ્રી પ્રલંબ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી ચરિત્રનિધિ અર્હતે નમઃ-6
શ્રી ચરિત્રનિધિ નાથાય નમઃ-6
શ્રી ચરિત્રનિધિ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી પ્રશમરાજિતનાથાય નમઃ-7

14-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી સ્વામિ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી વિપરિતનાથ અર્હતે નમઃ-19
શ્રી વિપરિતનાથ નાથાય નમઃ-19
શ્રી વિપરિતનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી પ્રસાદનાથ નાથાય નમઃ-18

15-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ભરતે અનાગત ચોવીશી.
શ્રી અઘટિતનાથ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી ભ્રમણેન્દ્રનાથ અર્હતે નમઃ-6
શ્રી ભ્રમણેન્દ્રનાથ નાથાય નમઃ-6
શ્રી ભ્રમણેન્દ્રનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી ઋષભચંદ્ર નાથાય નમઃ7

16-જંબુદ્વીપે ઐરાવતે અતીત ચોવીશી.
શ્રી દયાંત સર્વજ્ઞાય નમઃ-21
શ્રી અભિનંદનનાથ અર્હતે નમઃ-19
શ્રી અભિનંદન નાથ નાથાય નમઃ-19
શ્રી અભિનંદનનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી રત્નેશ નાથ નાથાય નમઃ-18

17-જંબુદ્વીપે ઐરાવતે વર્તમાન ચોવીશી.
શ્રી શ્યામકોષ્ટ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી મરુદેવનાથ અર્હતે નમઃ-19
શ્રી મરુદેવનાથ નાથાય નમઃ-19
શ્રી મરુદેવનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી અતિ પાર્શ્વનાથ નાથાય નમઃ-18

18-જંબુદ્વીપે ઐરાવતે અનાગત ચોવીશી.
શ્રી નંદિષેણ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી વ્રતધરનાથ અર્હતે નમઃ-6
શ્રી વ્રતધરનાથ નાથાય નમઃ-6
શ્રી વ્રતધરનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી નિર્વાણનાથ નાથાય નમઃ-7

19-ઘાતકીખંડેપૂર્વે ઐરાવતે ભરતે અતીત ચોવીશી.
શ્રી સૌન્દર્યનાથ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી ત્રિવિક્રમનાથ અર્હતે નમઃ-6
શ્રી ત્રિવિક્રમનાથ નાથાય નમઃ-6
શ્રી ત્રિવિક્રમનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી નરસિંહનાથ નાથાય નમઃ-7

20-ઘાતકીખંડે પૂર્વે ઐરાવતે ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી ક્ષેમંત સર્વજ્ઞાય નમઃ-21
શ્રી સંતોષિતનાથ અર્હતે નમઃ-19
શ્રી સંતોષિતનાથ નાથાય નમઃ-19
શ્રી સંતોષિતનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી કામનાથ નાથાય નમઃ-18

21-ઘાતકીખંડેપૂર્વે ઐરાવતે ભરતે અનાગત ચોવીશી.
શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી ચંદ્રદાહ અર્હતે નમઃ-6
શ્રી ચંદ્રદાહ નાથાય નમઃ-6
શ્રી ચંદ્રદાહ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી દિલાદિત્ય નાથાય નમઃ-7

22-પુષ્કરાદ્વે પૂર્વે ઐરાવતે અતીત ચોવીશી.
શ્રી અષ્ટાહિક સર્વજ્ઞાય નમઃ-21
શ્રી વણિકનાથ અર્હતે નમઃ-19
શ્રી વણિકનાથ નાથાય નમઃ-19
શ્રી વણિકનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી ઉદયજ્ઞાન નાથાય નમઃ-18

23-પુષ્કરાદ્વે પૂર્વે ઐરાવતે વર્તમાન ચોવીશી.
શ્રી તમોકંદ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી સાયકાક્ષ અર્હતે નમઃ-19
શ્રી સાયકાક્ષ નાથાય નમઃ-19
શ્રી સાયકાક્ષ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી ક્ષેમંતનાથ નાથાય નમઃ-18

24-પુષ્કરાદ્વે પૂર્વે ઐરાવતે અનાગત ચોવીશી.
શ્રી નિર્વાણિક સર્વજ્ઞાય નમઃ-4
શ્રી રવિરાજ અર્હતે નમઃ-6
શ્રી રવિરાજ નાથાય નમઃ-6
શ્રી રવિરાજ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી પ્રથમનાથ નાથાય નમઃ-7

25-ઘાતકીખંડે પશ્ચિમ ઐરાવતે ભરતે અતીત ચોવીશી.
શ્રી પુરુરવા સર્વજ્ઞાય નમઃ-4
શ્રી અવબોધ અર્હતે નમઃ-6
શ્રી અવબોધ નાથાય નમઃ-6
શ્રી અવબોધ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી વિક્રમેન્દ્ર નાથાય નમઃ-7

26-ઘાતકીખંડે પશ્ચિમ ઐરાવતે ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી સુશાંતિ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી હરદેવ અર્હતે નમઃ-19
શ્રી હરદેવ નાથાય નમઃ-19
શ્રી હરદેવ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી નંદિકેશ નાથાય નમઃ-18

27-ઘાતકીખંડે પશ્ચિમ ઐરાવતે ભરતે અનાગત ચોવીશી.
શ્રી મહામૃગેન્દ્ર સર્વજ્ઞાય નમઃ-4
શ્રી અશોચિત અર્હતે નમઃ-6
શ્રી અશોચિત નાથાય નમઃ6
શ્રી અશોચિત સર્વજ્ઞાય નમઃ-6
શ્રી ધર્મેન્દ્રનાથ નાથાય નમઃ-7

28-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ઐરાવતે અતીત ચોવીશી.
શ્રી અશ્વવૃંદ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી કુટિલક અર્હતે નમઃ-6
શ્રી કુટિલક નાથાય નમઃ-6
શ્રી કુટિલક સર્વજ્ઞાય નમઃ-6
શ્રી વર્દ્ધમાન નાથાય નમઃ-7

29-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ઐરાવતે વર્તમાન ચોવીશી.
શ્રી નંદિકેશ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી ધર્મચંદ્ર અર્હતે નમઃ-19
શ્રી ધર્મચંદ્ર નાથાય નમઃ-19
શ્રી ધર્મચંદ્ર સર્વજ્ઞાય નમઃ-19
શ્રી વિવેકનાથ નાથાય નમઃ-18

30-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ઐરાવતે અનાગત ચોવીશી.
શ્રી કલાપક સર્વજ્ઞાય નમઃ-4
શ્રી વિશોમનાથ અર્હતે નમઃ-6
શ્રી વિશોમનાથ નાથાય નમઃ-6
શ્રી વિશોમનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી અરણ્યનાથ નાથાય નમઃ-7

માગસર સુદઅગિયારસ.મૌન એકાદશી પર્વ... આ દિવસે ઉપવાસ કરનારને 150 ઉપવાસનું ફળ મળે...
મૌન એકાદશી મનની શુદ્ધિનું પર્વ છે... મનની ગ્રંથીઓ નીકળે ત્યારે સાચા નીગ્રંથ બનાય છે. પ્રભુ મનના વિકારોથી મુકત બને છે. પ્રભુ, ગુરૂ અને ધર્મ પ્રત્યેનો સાચો સદ્દભાવ પૈસાથી ખરીદી શકાતો નથી. તેના માટે મનની શુધ્ધી જરૂરી છે. 
મૌન..મૌન...મૌન...મૌન...મૌન...મૌન...મૌન... રાખો...

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.