ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

ચૈત્યવંદન વિધિ અને ૨૪ તીર્થંકરના ચૈત્યવંદન

Chaityavandan Sutra


અષ્ટપ્રકારી પૂજા અને અગ્રપૂજા પૂર્ણ થયે દ્રવ્યપૂજાથી નિવૃત્તિ મેળવવા માટે ત્રીજીવાર 'નિસ્સીહિ' કહી મનને માત્ર ભાવપૂજા તરફ વાળવું. પછી ઉતરાસંગના છેડાથી ત્રણવાર ભૂમિ પ્રમાર્જી ઉચ્ચાર પૂર્વક એક ખમાસમણુ દેવું.===>

શ્રી ખમાસમણ સૂત્ર

ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.

<===અને ત્યાર પછી "ઈરિયાવહિયં સૂત્ર", "તસ્સ ઉત્તરીકરણ સૂત્ર", અને "અન્નત્થ સૂત્ર" બોલવું.===>

ઈરિયાવહિયં સૂત્ર

ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્ક્મામિ?
ઇચ્છં, ઇચ્છામિ પડિક્કમિઉં
ઈરિયાવહિયાએ,વિરાહણાએ,
ગમણાગમણે,
પાણક્કમણે બીઅક્કમણે, હરિયક્કમણે, ઓસા ઉતિંગ પણગ દગ, મટ્ટી મક્કડા સંતાણા સંક્મણે,
જે મે જીવા વિરાહિયા,
એગિંદિયા, બેઈંદિયા, તેઈંદિયા,ચઉરિંદિયા,પંચિંદિયા,
અભિહયા, વતિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા,પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓઠાણં, સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્ક્ડં

તસ્સ ઉત્તરીકરણ સૂત્ર

તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહિકરણેણં,
વિસલ્લીકરણેણં,પાવાણં કમ્માણં નિગ્ધાયણટ્ઠાએ, ઠામિકાઉસ્સગ્ગં.

અન્નત્થ સૂત્ર

અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમૂચ્છાએ.
સુહુમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં
એવમાઈએહિં આગારેહિં અભગ્ગો, અવિરહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો
જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ
તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, (૧ લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ગ-ન આવડે તે ૪ નવકાર) અપ્પાણં, વોસિરામિ.

<===ચાર નવકાર કાઉસ્સગ્ગ કર્યા પછી પ્રગટ "લોગસ્સ" કેહેવું. ===>

લોગસ્સ સૂત્ર

લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્થયરે જિણે, અરિહંતે કિત્તઈસ્સં, ચઉવિસં પિ કેવલી.
ઉસભમજિઅંચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ; પઉમપ્પહં સુપાસં જિણંચચંદપ્પહં વંદે.
સુવિહિં ચ પુપ્ફદંતં, સીઅલ સિજ્જંસ વાસુપુજ્જં ચ, વિમલમણંતં ચ જિણં, ધમ્મં સંતિં ચ વંદામિ.
કુંથું અરં ચ મલ્લિં વંદે મુણિ સુવ્વયં નમિજિણં ચ વંદામી રિટ્ઠનેમિ, પાસં તહ વદ્ધમાણં ચ.
એવંમએ અભિથુઆ, વિહુય રયમલા પહીણ જરમરણા; ચઉવિસં પિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ.
કિત્તિય વંદિય મહિયા, જેએ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ગ બોહિલાભં, સમાહિવરમુત્તમં દિંતુ.
ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ.

<===ત્યાર પછી ત્રણ "ખમાસમણુ" દઈ, ડાબો પગ જમીન ઉપર સ્થાપીને હાથ જોડી.

ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરૂં? ઈચ્છં કહી "અશોક વૃક્ષ" કહી ચૈત્યવંદન કરવું. ===>

અશોક વૃક્ષ

અશોક વૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ દિવ્ય ધ્વનિશ્વામરમાસનં ચ,
ભામંડલં દુંદુભિરાતપત્રં, સત્પ્રાતિહાર્યાણિ જિનેશ્વરાણમ્.

સર્વતીર્થ ચૈત્યવંદન

આદીશ્વર અષ્ટાપદે, આબુ સિદ્ધ ગિરિ સાર;
અજિતનાથ તારણગિરિ, નમું નેમ ગિરનાર.
વૈભારગિરિ પાવાપુરી, સત્યપુરી મહાવીર;
ચોવીશ જિન અષ્ટાપદે, પ્રણમું પલપલ ધીર.
વીશ સમેતશિખર પ્રભુ, ભોયણી મલ્લિનાથ;
જીરાવલ્લા શંખેશ્વરા, પ્રણમું પારસનાથ.
સવિ જિન તીરથ મૂર્તિ, પ્રણમું અરિહંત સિદ્ધ;
ગૌતમ નીતિ ગુણ કહે, ભવી નમી પામો શિવરિદ્ધ.

<=== "સર્વતીર્થ ચૈત્યવંદન" (કોઈ પણ ચૈત્યવંદન બોલી શકાય. પ્રતિક્રમણમાં પચ્ચક્ખાણ પારવાના અને વાપર્યા પછીના ચૈત્યવંદનમાં જય જય મહાપ્રભુ! દેવાધિદેવ! ચૈત્યવંદન કહેવું.) પછી "જં કિં ચિ સૂત્ર", "નમોત્થુણં સૂત્ર"," જાવંતિ ચેઈઆઈં સૂત્ર", અને "જાવંત કે વિ સાહૂ સૂત્ર" બેસી ને બોલવા. ===>

જં કિં ચિ સૂત્ર

જં કિં ચિ નામતિત્થં, સગ્ગે પાયાલિ તિરિય લોએમિ;
જાઇં જિણ બિબાઈં, તાઈં સવ્વાઈં વંદામિ.

નમોત્થુણં સૂત્ર

નમોત્થુણં અરિહંતાણં ભગવંતાણં.
આઈગરાણં તિત્થયરાણં, સયંસંબુદ્ધાણં.
પુરિસુત્તમાણં, પુરિસસીહાણં, પુરિસવર પુંડરિઆણં, પુરિસવર ગંધ હત્થીણં,
લોગુત્તમાણં, લોગનાહાણં, લોગહિઆણં, લોગપઈવાણં, લોગપજ્જોઅગરાણં.
અભયદયાણં, ચક્ખુદયાણં, મગ્ગદયાણં, સરણદયાણં, બોહિદયાણં.
ધમ્મદયાણં, ધમ્મદેસયાણં, ધમ્મનાયગાણં, ધમ્મસારહીણં, ધમ્મવરચાઉરંતચક્કવટ્ટીણં.
અપ્પડિહયવરનાણ દંસણધરાણં, વિયટ્ટછઉમાણં.
જિણાણં જાવયાણં, તિન્નાણં તારયાણં; બુદ્ધાણં બોહયાણં. મુત્તાણં મોઅગાણં.
સવન્નૂણં, સવ્વદરિસીણં, સિવમયલ મરૂઅ મણંત મક્ખય મવ્વાબાહમપુણરાવત્તિ,
સિદ્ધિગઈનામઘેયં ઠાણં સંપત્તાણં, નમોજિણાણં જિઅભયાણં.
જેઅ અઈઆસિદ્ધા, જેઅ ભવિસ્સંતિણાગએ કાલે, સંપઇ અ વટ્ટમાણા.
સવ્વે તિવિહેણ વંદામિ.

જાવંતિ ચેઈઆઈં સૂત્ર

જાવંતિ ચેઈઆઈં , ઉડઢે અ અહે અ તિરિઅ લોએ અ;
સવ્વાઈં તાઈં વંદે, ઈંહ સંતો તત્થ સંતાઈં.

જાવંત કે વિ સાહૂ સૂત્ર

જાવંત કે વિ સાહૂ, ભરહેરવય મહાવિદેહે અ;
સવ્વેસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણં.

<===ત્યાર પછી, સ્તવન ભણુંજી! ઈચ્છં
એક "નવકાર" ગણી ગુણગર્ભિત સ્તવન બોલવું અને પછી "ઉવસગ્ગહરં સૂત્ર" કહેવું. ===>

નવકાર મહામંત્ર

નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં.
એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો.
મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં.

નમોડર્હત્ સિધ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્ય:
(આ સૂત્ર ફક્ત પુરુષોએ જ બોલવું)

સ્તવન

વીર પ્રભુ તુજ દરિસણથી પાપ ગયા મુજ આત્માથી;
પુણ્ય પરિણતિ જો જાગી, જગપતિ જિન તુજ લય લાગી;
દુર ન કર પ્રભુ તનમનથી. વીર પ્રભુ.....
ગુણસમૂહથી તું ભરિયો, હું છું અવગુણનો દરિયો,
દોષ ટાળ મુજ આતમથી. વીર પ્રભુ.....
તું પ્રભુ જગનો તારક છે, આ જન તારો બાળક છે;
સેવકને જો કરુણાથી. વીર પ્રભુ.....
તું શું મુજને નહીં તારે, હું છું શું તુજને ભારે;
જસ લે ને શિવ દઈ જગથી. વીર પ્રભુ.....
ગૌતમ નીતિ ગુણ બોલે, દાની નહીં કોઈ તુજ તોલે;
કર પ્રસન્ન દઈ શિવવરથી. વીર પ્રભુ.....

ઉવસગ્ગહરં સૂત્ર

ઉવસગ્ગહરં પાસં, પાસં વંદામિ, કમ્મધણ મુક્કં;
વિસહર વિસ નિન્નાસં, મંગલ-કલ્લાણ-આવાસં.
વિસહરફુલિંગ મંતં, કંઠે ધારેઈ જો સયા મણુઓ;
તસ્સ ગહ રોગ મારી, દુઠ્ઠ જરા જંતિ ઉવસામં.
ચિઠ્ઠઉ દૂરે મંતો, તુજ્ઝ પણામોવિ બહુફલો હોઈ;
નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ખ દોહગ્ગં.
તુહ સમ્મ્તે લદ્ધે, ચિંતામણિ કપ્પપાય વબ્ભહિએ;
પાવંતિ અવિગ્ઘેણં, જીવા અયરામરં ઠાણં.
ઇઅ સંથુઓ મહાયસ! ભત્તિભર નિબ્ભરેણ હિયએણ;
તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ- જિણચંદ.

<===બે હાથ વચમાં પોલાણ સહિત જોડી, મસ્તકે લગાડી "જય વીયરાય" બોલવું. ===>

જય વીયરાય સૂત્ર

જય વીયરાય! જગ ગુરુ! હોઉ મમ તુહ પ્પભાવઓ ભયવં!
ભવનિવ્વેઓ, મગ્ગાણુસારિઆ ઈઠ્ઠ ફલ સિદ્ધિ.
લોગ વિરુદ્ધચ્ચાઓ, ગુરુ જણ પૂઆ પરત્થકરણં ચ;
(બે હાથ નીચે કરીને)
સુહગુરુજોગો તવ્વયણસેવણા આભવમખંડા.
વારિજ્જઈ જઈ વિ નિયાણ બંઘણં વીયરાય! તુહ સમએ;
તહ વિ મમ હુજ્જ સેવા ભવેભવે તુમ્હ ચલણાણં.
દુક્ખ ક્ખો કમ્મક્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ;
સંપજ્જઉ મહ એ અં, તુહ નાહ! પણામ-કરણેણં.
સર્વ મંગલ માંગલ્યં, સર્વ કલ્યાણ કારણમ્;
પ્રધાનં સર્વ ધર્માણાં, જૈનં જયતિ શાસનમ્.

<===પછી ઊભા થઇ "અરિહંત ચેઈઆણં સૂત્ર" અને "અન્નત્થ સૂત્ર" કહેવું. એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને. ===>

અરિહંત ચેઈઆણં સૂત્ર

સવ્વલોએ અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગં
વંદણવત્તિઆએ, પૂઅણ વત્તિઆએ.
સક્કારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ,
બોહિલાહવત્તિઆએ, નિરુવસગ્ગવત્તિઆએ.
સદ્ધાએ, મેહાએ, ઘિઇએ, ધારણાએ,
અણુપ્પેહાએ, વડઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગં.

અન્નત્થ સૂત્ર

અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમૂચ્છાએ.
સુહુમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં
એવમાઈએહિં આગારેહિં અભગ્ગો, અવિરહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો
જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ
તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, , (૧ નવકારનો કાઉસ્સગ્ગ) અપ્પાણં, વોસિરામિ.

<===એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી , "નમો અરિહંતાણં" એટલું જ કહી સ્તુતિ(થોય) અથવા જિનેશ્વરદેવની સ્તુતિ કહેવી. ===>

નવકાર મહામંત્ર

નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં.
એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો.
મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં.

નમોડર્હત્ સિધ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્ય:
(આ સૂત્ર ફક્ત પુરુષોએ જ બોલવું)

પંચ જિન સ્તુતિ

કલ્લાણકંદં પઢમં જિણિંદં, સંતિ તઓ નેમિજિણં મુણિદં;
પાસં પયાસં સુગુણિક્કઠાણં, ભત્તીઈ વંદે સિરિવદ્ધમાણં.

<=== (આ સ્તુતિ માં ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીને વંદન કરવામાં આવ્યું છે.)
પંચ જિન સ્તુતિ(કોઈ પણ સ્તુતિ બોલી શકાય.) બોલ્યા પછી..... એક ખમાસમણ દેવું, પછી ભાવના ભાવવી. ===>
આવ્યો શરણે તુમારે જિનવર કરજો આશ પૂરી અમારી
નાવ્યો ભવ પાર મારો તુમ વિણ જગમાં સાર લે કોણ અમારી,
પાયો તુમ દર્શનાશે ભવ ભય ભ્રમણા નાથ સર્વ અમારી
ગાયો જિનરાજ આજે હરખ અધિકથી પરમ આંનદકારી.
ભવોભવ તુમ ચરણોની સેવા હું તો માગું છું દેવાધિદેવા!
સામું જુઓને સેવક જાણી એવી ઉદયરત્નની વાણી.||
જિને ભક્તિ: જિને ભક્તિ: જિને ભક્તિ: જિને જિને
સદામેસ્તુ સદામેસ્તુ સદામેસ્તુ ભવે ભવે||
દર્શનાત્ દુરિત ધ્વંસિ વંદનાત્ વાંછિત પ્રદ:|
પૂજનાત્ પૂરિત શ્રીણાં જિન સાક્ષાત્ સુરદ્રમ:||
જે અઈઆ તિત્થયરા (તીર્થ સ્તુતિ)

જે અઈઆ તિત્થયરા, જે અ ભવિસ્સંતિ અણાગએ કાલે;
જે આવિ વટ્ટમાણા, તે સવ્વે ભાવઓ નમિમો.
સુરક્યં મણુયક્યં વામ ભુવણતિગે સાસયં ચ જં તિત્થં;
તં સયલ મિહઠ્ઠિઓ વિહુ, મણવયણ તણુહિં પણમામિ.
જત્થ જિણાણં જમ્મો, દિક્ખા નાણં નિસીહિઆ આસી;
જાયં ચ સમોસરણં, તાઓ ભૂમિઓ વંદામિ,
એવમ સાસય સાસય, પડિમાથુણિયા જિણિંદચંદાણં;
સિરિમં મહિંદ ભવણિંદ, ચંદમુણિવંદ થુઅ મહિઆ.

<=== ખમાસમણુ દઈ ઉભા થઇ કેહેવું ' ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પસાઓ કરી, પચ્ચક્ખાણ કરાવોજી' એમ કહીને યથા શક્તિ પચ્ચક્ખાણ લઇને, ખમાસમણુ દઈ "માસ___સુ/વ તિથી___ આજની મારી દર્શન યાત્રા સફળ હો" કહી પછી પ્રભુ દર્શન-પૂજાથી પુલકિત થયો એ વ્યક્ત કરવા ઘંટ વગાડી "આવસ્સહિ" ત્રણ વખત કહી પ્રભુજીને પૂંઠ દીધા વિના બહાર આવી. રાખેલું પ્રક્ષાલજળ આંખે લગાડવું.

તીર્થંકરના ચૈત્યવંદન

શ્રી આદિશ્વર ભગવાન ચૈત્યવંદન

આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય;
નાભિરાયા કુલમંડણો, મરૂદેવા માય.
પાંચસો ધનુષ્યની દેહડી, પ્રભુજી પરમ દયાલ;
ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ.
વૃષભ લંછન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણમણીખાણ;
તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ.

શ્રી અજીતનાથ ભગવાનનું ચૈત્યવંદન

અજીતનાથ પ્રભુ અવતર્યો, વિનીતાનો સ્વામી;
જીતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી.
બહોંતેર લાખ પૂર્વ તણું, પાળ્યું જિણે આય;
ગજ લંછન લંછન નહી, પ્રણમે સુરરાય.
સાડા ચારસો ધનુષ્યની એ, જિનવર ઉત્તમ દેહ;
પદ પદ્મ તસ પ્રણમીયે, જિમ લહીએ શિવ ગેહ.

શ્રી સંભવનાથ ભગવાનનું ચૈત્યવંદન

સાવત્થી નયરી ઘણી, શ્રી સંભવનાથ;
જિતારિ નૃપ નંદનો, ચલવે શિવસાથ.
સેના નંદન ચંદને, પૂજો નવ અંગે;
ચારસો ધનુષ્યનું દેહ માન, પ્રણમો મનરંગ
સાઠ લાખ પૂરવતણું એ, જિનવર ઉત્તમ આય;
તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવ સુખ થાય.

શ્રી અભિનંદન સ્વામીનું ચૈત્યવંદન

નંદન સંવર રાયના, ચોથા અભિનંદન;
કપિ લંછન વંદન કરો, ભવદુ:ખ નિકંદન.
સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય;
સાડા ત્રણસો ધનુષ્યમાન, સુંદર જસ કાય.
વિનીતા વાસી વંદિયે એ, આયુ લખ પચાસ;
પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ.

શ્રી સુમતિનાથ ભગવાનનું ચૈત્યવંદન

સુમતિનાથ સુહંકરૂં, કોસલ્લા જસ નયરી;
મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી.
કૌંચ લંછન જિન રાજિયો, ત્રણસો ધનુષ્યની દેહ;
ચાલીશ લાખ પૂર્વ તણું, આયુ અતિ ગુણગેહ.
સુમતિ ગુણો કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ;
તસ પદપદ્મસેવા થકી, લહો સુખ અવ્યાબાધ.

શ્રી પદ્મપ્રભ ભગવાનનું ચૈત્યવંદન

કોસંબીપૂરી રાજિયો, ધર નરપતિ તાય;
પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય.
ત્રીસ લાખ પૂર્વતણું, જિન આયુ પાળી;
ધનુષ્ય અઢીસો દેહડી, સવિ કર્મને ટાળી.
પદ્મલંછન પરમેશ્વરુ એ, જિનપદ પદ્મની સેવ;
પદ્મવિજય કહે કીજીયે, ભવિજન સહુ નિતમેવ.

શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન

શ્રી સુપાર્શ્વ જિણંદ પાસ, ટાળ્યો ભવ ફેરો;
પૃથ્વી માતા ઉરે જયો, તે નાથ હમેરો.
પ્રતિષ્ઠિત સ્તતુ સુંદર, વાણારસી રાય;
વીસ લાખ પૂર્વ તણું, પ્રભુજીનું આય;
ધનુષ્ય બસેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર;
પદ પદ્મે જસ રાજતો, તાર તાર ભવ તાર.

શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચૈત્યવંદન

ચંદ્રપ્રભુ આરાધીએ, દોઢસો ધનુષ્યની કાય;
મહસેન પૃથ્વીપ પુત્ર જશ, રાણી લક્ષ્મણા માય.
જસ આયુ દશ લાખ પૂર્વ, શ્વેત વર્ણનો દેહ;
ચંદ્ર લંછન ચંદ્રપુરી નૃપ, શીતલ ગુણ નમો સ્નેહ.
પૂજિત ઇન્દ્ર નરેન્દ્રથી, રાગદ્વેષ જયકાર,
ગૌતમ નીતિ ગુણ સુરિ કહે, સેવે શિવ દાતાર.

શ્રી સુવિધિનાથ ભગવાનનું ચૈત્યવંદન

સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત;
મગર લછંન ચરણે નમું, રામા રૂડી માત.
આયુ બે લાખ પૂર્વતણું, શત ધનુષ્યની કાય;
કાકંદી નગરી ધણી, પ્રણમું પ્રભુ પાય.
ઉત્તમ વિધિ જેહથી લહ્યોએ, તેણે સુવિધિ જિન નામ;
નમતાં તસ પદ પદ્મને, લહિયે શાશ્વત ધામ.

શ્રી શીતલનાથ ભગવાનનું ચૈત્યવંદન

નંદા દઢરથ નંદનો, શીતલ શીતલનાથ;
રાજા ભદિલપુર તણો, ચલવે શિવપુર સાથ.
લાખ પૂર્વનું આઉખું, નેવું ધનુષ્ય પ્રમાણ;
કયા માયા ટાલીને, લહ્યા પંચમ નાણ.
શ્રીવત્સ લછંન સુંદરૂં એ, પદ પદ્મે રહે જાસ;
તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ.

શ્રી શ્રેયાંશનાથ ભગવાનનું ચૈત્યવંદન

અચ્યુત કલ્પીથકી ચવ્યા, શ્રી શ્રેયાંશ જિણંદ;
જેઠ અંધારી દિવસે છઠે, કરત બહુ આનંદ.
ફાગણ વદી બારસે જનમ, દીક્ષા તસ તેરસ;
કેવલી મહા અમાવાસી, દેશના ચંદન રસ.
વદી શ્રાવણ ત્રીજે લ્હ્યા એ, શિવમુખ અખય અનંત;
સકલ સમીહિત પુરણો, નય કહે ભગવંત.

શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચૈત્યવંદન

વાસવ-વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ;
વાસુપૂજ્ય કુલ ચંદ્રમાં, માતા જયા નામ.
મહિષ લછંન જીન બારમા, સિત્તેર ધનુષ્ય પ્રમાણ;
કાયા આયુ વરસ વલી, બહોંતેર લાખ વખાણ.
સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય;
તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય.

તીર્થંકરના ચૈત્યવંદન

શ્રી વિમલનાથ ભગવાનનું ચૈત્યવંદન

અઠ્ઠમ કલ્પ થકી ચવ્યા, માધવ સુદી બારસ;
સુદી મહા ત્રીજે જન્મ,તસ ચોથો વ્રત્ત રસ.
સુદી પોષ છઠ્ઠે લહ્યા, વર નિર્મલ કેવળ;
વદી સાતમ અષાઢની, પામ્યા પદ અવિચલ.
વિમલ જિનેશ્વર વંદીએ, જ્ઞાનવિમલ કરી ચિત્ત;
તેરમા જિન નિત વંદીએ, પુણ્ય પરિમલ વિત્ત.

શ્રી અનંતનાથ ભગવાનનું ચૈત્યવંદન

અનંત અનંત ગુણ આગરૂ, અયોધ્યા વાસી;
સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી.
સુજસા માતા જનમીયો, ત્રીસ લાખ ઉદાર;
વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર.
લંછન સિંચાણા તણું એ, કાયાધનુષ્ય પચાસ;
જિન પદ પદ્મ નમ્યા થકી, લહીયે સહજ વિલાસ.

શ્રી ધર્મનાથ ભગવાનનું ચૈત્યવંદન

વૈશાખ સુદી સાતમે, ચવ્યા શ્રી ધર્મનાથ;
વિજય થકી મહા માસની, સુદી ત્રીજે સુખજાત.
તેરસ માહે ઊજળી, લિયે સંજમ ભાર;
પોષી પૂનમે કેવલી, બહુ ગુણના ભંડાર.
જેઠી પાંચમ ઊજળી એ, શિવપદ પામ્યા જેહ;
નય કહે એ જિન પ્રણમતાં, વાઘે ધર્મ સ્નેહ.

શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન

શાંતિ જિનેશ્વર સોળમા, અચિરાસુત વંદો;
વિશ્વસેન કુળ નભોમણિ, ભવિજન સુખ કંદો.
મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ;
હત્થિણાઉર નયરી ઘણી, પ્રભુજી ગુણ મણિ ખાણ.
ચાલીશ ધનુષ્યની દેહડી, સમચોરસ સંઠાણ;
વંદન પદ્મ જ્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ.

શ્રી કુંથુનાથ ભગવાનનું ચૈત્યવંદન

કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય;
સિરિ માતા ઉરે અવતર્યો, શૂર નરપતિ તાય.
કાયા પાંત્રીસ ધનુષ્યની, લંછન જસ છાગ;
કેવલજ્ઞાનિક ગુણો, પ્રણમો ધરી રાગ.
સહસ પંચાણું વર્ષનું એ, પાલી ઉત્તમ આય;
પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય

શ્રી અરનાથ ભગવાનનું ચૈત્યવંદન

ઠાણ સર્વાર્થ થકી ચવ્યા, નાગપૂરે અરનાથ;
રેવતી જન્મ મહોત્સવ, કરતા નિર્જરનાથ.
જયકર યોનિ ગજવરૂ, રાશી મીન ગણદેવ;
ત્રણ વર્ષમાં થિર થઈ, ટાળે મોહની ટેવ.
પામ્યા અંબતરૂ તલે એ, ક્ષાયિકભાવે નાણ;
સહસ મુનિવર સાથશું, વીર કહે નિર્વાણ.

શ્રી મલ્લિનાથ ભગવાનનું ચૈત્યવંદન
મલ્લિનાથ ઓગણીશમાં, જસ મિથિલા નયરી;
પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી.
તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ્ય પચવીશની કાય;
લંછન કળશ મંગલકરૂ, નિર્મમ નિરમાય.
વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય;
પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય.

શ્રી મુનિસુવ્રત ભગવાનનું ચૈત્યવંદન

મુનિસુવ્રત અપરાજિતથી, રાજગૃહી રહેઠાણ;
વાનર યોનિ રાજવી, સુંદર ગણ ગિર્વાણ.
શ્રાવણ નક્ષત્રે જનમીયા, સુરવર જય જયકાર;
મકર રાશી છદ્મસ્થમાં, મૌન માસ અગીયાર.
ચંપક હેઠે ચાંપીયા એ, જે ઘનઘાતી ચાર;
વીર વડો જગમાં પ્રભુ, શિવપદ એક હજાર.

શ્રી નમિનાથ ભગવાનનું ચૈત્યવંદન

મિથિલા નયરી રાજીયો, વપ્રાસુત સાચો;
વિજયરાય સુત છોડીને, અવર મત માચો.
નીલકમલ લંછન ભલું. પન્નર ધનુષ્ય દેહ;
નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણીગેહ.
દશ હજાર વરસતણું એ, પાળ્યું પરગટ આય;
પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય.

શ્રી નેમિનાથ ભગવાનનું ચૈત્યવંદન
નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય;
સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય.
દશ ધનુષ્યની દેહડી, આયુ વરસ હજાર;
શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર.
શૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન;
જિન ઉત્તમ પદપદ્મને, નમતાં અવિચલ ઠાણ.

શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન

જય ચિંતામણી પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી;
અષ્ટ કર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી.
પ્રભુ નામે આંનદ કંદ, સુખ સંપત્તિ લહીયે;
પ્રભુ નામે ભવ ભવતણાં, પાતક સબ દહીએ.
ૐ હ્રીઁ વર્ણ જોડી કરી, જપીએ પાર્શ્વનામ;
વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ઠામ.

શ્રી મહાવીર સ્વામીનું ચૈત્યવંદન

સિદ્ધાર્થ સુત વંદિયે, ત્રિશલાનો જાયો;
ક્ષત્રિયકુંમાં અવતર્યો, સુર નરપતિ ગાયો.
સિંહ લંછન પાઉલે, સાત હાથની કાયા;
બહોંતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા.
ખિમાવિજય જિનરાયના એ, ઉત્તમ ગુણ અવદાત;
સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત.



BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.