
દીન દુ:ખીયા નો તું છે બેલી,તું છે તારણહાર;
...તારા મહિમાનો નહિ પાર
રાજપાટને વૈભવ છોડી,છોડી દીધો સંસાર;
...તારા મહિમાનો નહિ પાર

ચંડકોશીયો ડસીયો જ્યારે, દૂધની ધારા પગથી નીકળે;
વિષને બદલે દૂધ જોઇને,ચંડકોશિયો આવ્યો શરણે;
ચંડકોશીયા ને તે તારી,કીધો ઘણો ઉપકાર.
...તારા મહિમા નો નહિ પાર(૨)

કાનમાં ખીલા ઠોકયા જ્યારે,થઇ વેદના પ્રભુને ભારે;
તોય પ્રભુજી શાંત વિચારે,ગોવાળનો નહિ વાંક લગારે;
ક્ષમા આપીને તે જીવોને,તારી દીધો સંસાર.
...તારા મહિમાનો નહિ પાર(૨)

મહાવીર મહાવીર ગૌતમ પુકારે,આંખેથી અશ્રુની ધાર વહાવે;
કયાં ગયા એકલા છોડી મુજને,હવે નથી કોઇ જગમાં મારે;
પશ્ર્ચાતાપ કરતાં કરતાં,ઉપન્યું કેવલજ્ઞાન.
....તારા મહિમાનો નહિ પાર (૨)

'જ્ઞાનવિમલ'ગુરુ વયણે આજે,ગુણ તમારા ગાવા કાજે;
થઇ સુકાની તુ પ્રભુ આવે,ભવજલ નૈયા પાર તરાવે;
અરજ અમારી દિલમાં ધારી,કરીએ વંદન વારંવાર.
...તારા મહિમાનો નહિ પાર (૨)
દીન દુ:ખીયા નો તું છે બેલી.....
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.