હઠીસિંહનાં દેરા અમદાવાદનું ઐતિહાસિક, પૌરાણિક તેમજ જોવાલાયક સ્થળ છે. હઠીસિંહનાં દેરા જૈન નગરશેઠ હઠીસિંહે બંધાવેલા જૈન દેરાસર છે, જે તેના સ્થાપત્ય અને કોતરણી માટે પ્રસિદ્ધ છે જે અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે અને જૈન ધર્મના શ્રદ્ધા સ્થળ તરીકે દૂર દૂર સુધી પ્રખ્યાત છે. તેનું નિર્માણ ઈ.સ. ૧૮પ૦માં થયું હતું.
આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળ નાયક છે. આ મંદિરમાં સુંદર સફેદ આરસની કોતરણી કરાવવામા આવી છે. હઠીસિંહ જૈન મંદિર બે માળ ધરાવે છે. તેની આગળની બાજુ પર ગુંબજ છે. અહીં દરેક તીર્થંકરની એક મૂર્તિ છે.
શ્રી ધર્મનાથ ભગવાન - શેઠ હઠીસિંહની વાડી, અમદાવાદ
અમદાવાદ શહેર રાજનગર અને કર્ણાવતીના નામે પણ ઓળખાય છે. પ્રાચીનકાળમાં જૈનોની વસતી અહીં ઘણી જ હતી અને જૈનપુરી નગરી પણ કહેતા હતા આજે પણ અહીં 250 થી વધુ જૈન મંદિરો આવેલા છે. આમાંનું એક પ્રાચીન જિનાલય શેઠ હઠીસિંહનું મંદિર દિલ્હી દરવાજા બહાર શેઠ હઠીસિંહની વાડીમાં આવેલું છે. શ્રી જૈન શાસનની ભવ્ય પરંપરા અને ગૌરવવંતા ઈતિહાસની સાક્ષી પૂરતી આ ધર્મનગરીએ અનેક શાસન ઉન્નતિના કાર્યો કરીને જિનશાસનની ધજાપતાકા સારાય વિશ્વમાં ફેલાવી છે. છેલ્લા પાંચસો વર્ષથી જૈનશાસનની રાજધાનીનું સ્થાન અને માન આ નગરને ફાળે જાય છે. વિશાળ જિનાલયોનો ઉજ્જવળ ઈતિહાસ ઉપરાંત શ્રેષ્ઠિવર્યોની શૌર્યગાથા અને યશોગાથા અને ધાર્મિક ભાવનાની સાક્ષી આ ધર્મનગરી છે. આ નગરમાં અનેક જિનાલયો ઉપરાંત ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, આયંબિલ શાળા ઉપરાંત વિશેષ ધર્મ સ્થાપત્યો રહેલા છે. ચિંતામણી પાર્શ્વપ્રભુ - સરસપુર, હઠીસિંહની વાડી ધર્મનાથજી જિનાલય આદિ 161 જિનાલયો પ્રાચીન શોભી રહેલાં છે. તેમજ નવાં દેરાસરો મળી કુલ 357 જિનાલયો શોભી રહ્યા છે. ભારતભરમાં અનેક પ્રાચીન તીર્થોનો વહીવટ કરતી સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અલીં આવેલી છે. જેના દ્વારા અમદાવાદ તેમજ ભારતના સર્વે જિનાલયોની વિસ્તૃત માહિતી મળી શકે છે..
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
सेठ हठिसिंह देरासर अहमदाबाद
ReplyDeleteबहु सरस मंदिर धर्मशाला,उपाश्रय,म्युजियम