અહિંસા – સંસારમાં જે પણ જીવ નિવાસ કરે છે, તેમની હિંસા ન થાય અ આવું થવાથી રોકવું જ અહિંસા છે. બધા જ પ્રાણીએ ઉપર દયાભાવ રાખવો અ તેમની રક્ષા કરવી.
અપરિગ્રહ – જે મનુષ્ય સાંસારિક ભૌતિક વસ્તુઓનો સંગ્રહ કરે છે અને બીજાને પણ સંગ્રહ કરવાની પ્રેરણ પે છે, તે કાયમ દુખોની માયાજાળમાં ફંસાયેલો રહે છે. તેને ક્યારેય દુખોમાંથી છૂટકારો નથી મળતો.
બ્રહ્મચર્ય – બ્રહ્મચર્ય જ તપસ્યાનો સર્વોત્તમ માર્ગ છે. જે મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન કછોરતાથી કરે છે, મહિલાઓના વશમાં નથી, તેમને મોક્ષ ચોક્કસ મળે છે. બ્રહ્મચર્ય જ નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમ અને વિનયનું મૂળ છે.
ક્ષમા – ક્ષમાના સંબંધમાં મહાવીર કહે છે, ֹસંસારમાં બધા જ પ્રાણીઓ સાથે મારી મિત્રતા છે વેરકોઈની સાથે નથી. હું હૃદયથી ધર્મનું આચરણ કરું છું. હું બધા જ પ્રાણીએથી જાણતા-અજાણતા કરેલા અપરાધોની ક્ષમા માગુ છું અ આ જ રીતે બધા જીવોથી મારા પ્રત્યે જે અપરાધ થી ગયો છે તેના માટે હું તેમને ક્ષમા પ્રદાન કરું છું.
અસ્તેય – જે પારકી વસ્તુઓ ઉપર ખરાબ દૃષ્ટિ રાખે છે, તે ક્યારેય સુખ નથી મેળવી શકતો. એટલે બીજાની વસ્તુઓ પર ખરાબ નજર ન રાખવી જોઈએ.
દયા – જેના હૃદયમાં દયા નથી, એ મનુષ્યનું જીવન વ્યર્થ છે. આપણે બધા જ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ. તમે અહિંસાનું પાલન કરવા ઈચ્છો છો તો તમારા મનમાં દયા હોવી જોઈએ.
અછૂત – બધા જ મનુષ્યો એક સમાન છે. કોઈ નાનું-મોટું અને છૂત-અછૂત નથી. બધાની અંદર એક જ પરમાત્મા નિવાસ કરે છે. બધી જ આત્મા એક સરખી જ છે.
હિતાહાર અને મિતાહાર – ભોજન સ્વાદ માટે નહી, પરંતુ સ્વાસ્થ્ય માટે હોવું જોઈએ. ભોજન એટલું જ કરવું જેટલું જીવવા માટે જરૂરી છે. ભોજનમાં અનિયમિતતા આપણાં સ્વાસ્થ્ય સાથે ચેડાં છે, જેનાથી આપણે રોગી થઈ શકીએ છીએ.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.