શ્રી અંતરીક્ષજી પારશ્વનાથ
સમગ્ર વિશ્વમાં સર્વોપરિ સ્થાન શ્રીઅરીહંત પરમાત્માનું છે. અરીહંત પરમાત્માની ભક્તિથી મોક્ષ સુધીના તમામ સુખોની પ્રાપ્તિ થાય છે. વર્તમાન કાળમાં અરીહંત પરમાત્માઓમાં પણ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પરમાત્માનો પ્રભાવ વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
ગુજરાતમાં જેમ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો પ્રભાવ છે, તે જ રીતે મહારાષ્ટ્રમાં અંતરીક્ષજી પાર્શ્વનાથનો પ્રભાવ વિશ્વપ્રસિદ્ધ છે. અંતરીક્ષ-આકાશમાં અદ્ધર રહેવાથી પરમાત્મા "અંતરીક્ષજી"ના નામે વિશ્વપ્રસિદ્ધ છે.ધરણેન્દ્ર પદ્માવતીએ પોતે જ પરમાત્માને આકાશ માર્ગથી લાવીને દેરાસરમાં સ્થાપિત કર્યા હતા. આજે પણ પરમાત્માની 42" ઇંચની પ્રતિમાની આકાશમાં નિરાલંબન સ્થિતિથી જ પરમાત્માના અધિષ્ઠાયકોની ઉપસ્થિતિ સિદ્ધ થાય છે.
આવા પરમ પાવન, પ્રગટ પ્રભાવી, અત્યંત મહિમાશાળી, પ્રાચિનતમ, ઐતિહાસિક, વિશ્વ પ્રસિદ્ધ અજાયબી સ્વરૂપ તીર્થનાં આધિપતિ શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનના સીમાંતીત વર્ણન શબ્દોમાં કરવું અસંભવ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.