ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

श्री आदेश्वर दादा मूलनायक राणकपुर तीर्थ राजस्थान -देव विमान समान जिनालय




|| રાણકપુરનું જિનાલય એટલે દેવલોકનું નલિનીગુલ્મ વિમાન જોઈ લો ! ||

એક તરફ વહેતી મઘઇ નદી અને બીજી તરફ અરવલ્લીના પહાડો : તળેટીમાં રાણકપુરનું જિનાલય !

રૃમઝૂમ વહેતી મઘઇ નદી અને બીજી બાજુ અરવલ્લીના પહાડો. એ બન્નેની વચમાં એક પર્વત, તેનું નામ માદ્રી. તેની તળેટીમાં એક એવું દેદીપ્યમાન જિનાલય આજેય ખડું છે કે જે દેવલોકના એક દેવવિમાન સમાન છે.

આ જિનમંદિર એટલે રાણકપુરનું જિનમંદિર. તેના ૧૪૪૪ થાંભલા છે. તેની રચના એવી છે કે તમે કોઈ પણ સ્તંભની પછવાડે ઉભા રહો તો પણ પ્રભુના દર્શન નિરંતરાય થઈ શકે ! એમ કહેવાય છે કે આ ૧૪૪૪ સ્તંભ આજે પણ કોઈ ગણી શક્તું નથી !

વિ.સં.૧૪૯૬માં આ જિનમંદિરની પ્રતિષ્ઠા થઈ. તેની કથા માણવા જેવી છે. નિરંતર સ્મરણમાં રાખવા જેવી છે.

શેઠ ધરણા શાહ માલગઢમાં વસતા હતા. તેઓ મૂળ રાજસ્થાનના નાદીયા ગામના હતા. તેમના પિતાનું નામ કુંવરપાલ અને માતાનું નામ કામલદે. ધરણા શાહ એટલા બુદ્ધિશાળી હતા કે તેમની પ્રતિભા જોઈને કુંભા રાણાએ તેમને રાજ્યના મંત્રી બનાવ્યા.

ધરણા શાહ ભાગ્યશાળી હતા. ખૂબ ધન કમાયા. જીવનની નશ્વરતા તેઓ નાનપણથી સમજી ગયેલા એટલે જે કમાયા તે ધન સન્માર્ગે સતત વાપરતા રહ્યા. તેમણે અનેક જિનમંદિરોનું નિર્માણ કરાવ્યું. અનેક જિનમંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો.

કિંતુ ધરણા શાહને આ શુભ કાર્ય કર્યા પછી પણ સંતોષ નહોતો. એમને થતું હતું કે કંઈક એવું કરવું છે જે આ વિશ્વમાં અનોખું હોય. તેમણે સાંભળેલું કે સારા કાર્ય કરનાર વ્યકિત મૃત્યુ પામીને મોટા ભાગે દેવલોકમાં જાય. દેવલોકમાં જે મકાનો હોય છે. ધરણા શાહને થાય કે મારે કોઈ દેવવિમાન જેવું જિનાલય બનાવવું છે.

કહે છે કે એકવાર શાસનદેવી ચક્કેસરી માતાએ રાત્રીના સમયે તેમને દર્શન આપ્યા અને તેમણે ધરણા શાહને દેવલોકનું નલિનગુલ્મ નામનું વિમાન સ્વપ્નમાં બતાવ્યું. તેમણે ધરણા શાહને કહ્યું કે તું આવા વિમાન જેવુ અનોખું જિનમંદિર બનાવ. તને ધનની ક્યારેય ખોટ નહીં પડે.

ધરણા શાહ નાચી ઊઠયા.

મંત્રી ધરણા શાહ પોતાના ગુરુદેવ આચાર્યશ્રી સોમસુંદરસૂરિજી મહારાજ પાસે ગયા. પોતાના સ્વપ્નની વાત કરી. ગુરુદેવ પાસે આશીર્વાદ માંગ્યા કે મને આવું જિનમંદિર નિર્માણ કરવાની શક્તિ આપો.

ગુરુદેવે આશીવર્ષા કરી.

ધરણાશાહે નદીની પાસે અને પહાડની છાયામાં એક વિશાળ જમીન પસંદ કરી.

તે સમયે તેમણે અનેક શિલ્પીઓ સાથે વાત કરી. પણ ધરણા શાહને સંતોષ ન થયો. આખરે મુંડારા ગામના રહેવાસી દેપા નામના શિલ્પી તેમને મળ્યા.

દેપા ઉત્તમ શિલ્પી હતો. સાથે સાથે ખૂબ ધાર્મિક હતો. તે જે નિર્માણ કરતો તેની પસંદગી હમેશા શ્રેષ્ઠ બની રહેતી. ધરણા શાહે પોતાની કલ્પનાનું જિનાલય દેપાને કહ્યું. અને દેપાએ એવું ચિત્ર દોરી આપ્યું જે જોઈને ધરણા શાહને પારાવાર સંતોષ થયો.

જિનાલયનું નિર્માણ કામ ચાલુ થયું.

૨૫૦૦ જેટલા કારીગરો કામે લાગ્યા. ધનનો ધોધ વહ્યો. ધરણા શાહ નિર્માણ પામી રહેલા મંદિરની સામે ખાટલો નાંખીને બેસી રહે. જે ઘડાય, જે ચણાય તે સઘળું જુએ અને મનમાં અપાર હર્ષ પામે. પણ એમાં એટલો બધો સમય જતો હતો કે મનમાં રોજ વિચાર આવે કે મારા જીવનમાં આ પૂર્ણ તો થશે ને ?

આમ કરતા કરતા ૫૦ વર્ષ વિત્યા.

આચાર્યશ્રી સોમસુંદરસૂરિજી મહારાજ અને શેઠ ધરણા શાહ બન્નેની પાકટ ઉંમર થવા લાગી હતી. સૌએ સલાહ આપી કે જેટલું જિનમંદિર ચણાયું છે. તેમાં જ તમારી ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠા કરી લો. બાકીનું કામ પરિવાર પૂર્ણ કરશે.

આચાર્યશ્રીએ આ વાતમાં સંમતિ આપી.

કહે છે કે તે સમયે એવી અદ્ભુત પ્રતિષ્ઠા થઈ કે જેમાં આખું મારવાડ ઉભરાયું.

ધરણા શાહે નિર્માણ કરેલું આ જિનમંદિર ધરણ વિહાર પણ કહેવાયું. ત્રણેય લોકમાં તે અપૂર્વ હોવાથી ત્રૈલોક્ય દીપક પણ કહેવાયું. પણ લોક કંઠે તો તે રાણકપુર જિનાલય તરીકે જ ખ્યાતી પ્રાપ્ત થયું.

આ જિનમંદિરમાં શ્રી આદિનાથ ભગવાનની ચૌમુખી પ્રતિમાં મૂળનાયક તરીકે બિરાજમાન થઈ. મંદિરની સામે જ ખાટલો નાંખીને ધરણા શાહ બેસી રહ્યા. એક સંધ્યા સમયે પ્રભુના મંદિર સન્મુખ હાથ જોડીને બેઠા હતા ત્યારે તેમન આત્મા નશ્વર દેહનો ત્યાગ કરીને દેવલોક તરફ ચાલી નિકળ્યો !

એ અમર જિનાલય આજે પણ ઉભું છે.

પ્રભાવના

ચિંતન કરવા માટે કોઈ ચોઘડિયાની જરૃર પડતી નથી. સરોવરની પાળની જરૃર પડતી નથી, ઉગમણા પ્રભાતની જરૃર પડતી નથી. ચિંતન કરવા માટે તો જરૃરી છે સાફ દિલ અને સ્વચ્છ મન. સદ્વિચાર એટલે સુંદર ફૂલની સુગંધ. સૌરભ તો ગમે ત્યાંથી આવે. સૌરભને કોઈ બંધન ન નડે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.