ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

કેસર પૂજા

Image may contain: 3 people
પરમાત્મા ના માત્ર સ્પર્શ થી અસંખ્ય ભવો ના પાપ શમી જાય છે

પરમાત્મા ની કેસર પૂજા દ્વારા આ જન્મ તથા જન્મો જન્મ ના પાપ નો નાશ થાય છે

પરમાત્મા ની પૂજા સુરક્ષા કવચ છે

પરમાત્મા ની પૂજા થી ઉપસર્ગ શાંત થાય છે અને અલ્પ કર્મી બની જાય છે
💢💢💢💢💢💢💢💢💢

સ્વદ્રવ્ય થી પરમાત્મા ની પૂજા કરવા શાસ્ત્રકારો ની આજ્ઞા છે

શાસ્ત્ર મુજબ પૂજા નું કેસર ઘરે થી ઘૂંટી ને દેરાસર જવાનું છે
શ્રાવક ના ઘરે પાટલી, ચંદન નું લાકડું અને કેસર તો રાખવું જોઈએ

શ્રાવક ઘરે થી તિલક કરી ને દેરાસર જાય અને દેરાસર ની સામગ્રી બહુ ઓછી વાપરે

શાસ્ત્ર માં તો પગ ધોવા નું પાણી પણ ઘરે થી લઇ જવાનું છે

પછી શ્રાવક જીન પૂજા કરે. જીન પૂજા કરતા ભગવાન ને જોતા સૌ પ્રથમ પ્રભુ ને માથું ( અંજલીબદ્ધ) જુકાવી વંદન કરે

પછી કાળજી પૂર્વક પરમાત્મા ને ત્રણ પ્રદક્ષિણા આપે

ત્યાર બાદ પરમાત્મા ને કેળ ( અર્ધવનત પ્રણામ ) સુધી નમી ને વંદન કરે

ત્યાર બાદ પ્રભુ નો આદેશ માંગી પરમાત્મા ની ભાવ પૂર્વક સ્તુતિ કરે
સંસ્કૃત, પ્રાકૃત ભાષા માં સ્તુતિ બોલવાની આગ્રહ રાખવો
ભક્તામર; સકલારથ વગેરે સ્તુતિ બોલવી

પછી પરમાત્મા ની ત્રણ અવસ્થા ધ્યાવી
પેહલી અવસ્થા - પિંડસ્થ
પરિકર માં રહેલા હથી ને જોઈ ને પરમાત્મા નો જન્મ સમય દ્યાવો

પરિકર માં ફૂલ ની માળા લઇ ને ઉભી રહેલી દેવી ને જોઈ ને પ્રભુ નું રાજ્ય અભિષેક ધ્યાવો

પરિકર માં ઉભી કર્યોત્સર્ગ જીન પ્રતિમા ને જોઈ ને પ્રભુ નું દીક્ષા પણું ધ્યાવું

ત્યાર બાદ બીજી નિસિહી કહી ને પ્રભુ પાસે જીન પૂજા કરવા જાવ

ખાસ સૂચના ⚠ - પરમાત્મા ના ગભારા માં પ્રવેશતા સંપૂર્ણ પણે મૌન રેહવુ.દુહા મન માં જ બોલવા.

અંગુથડે પૂજાતા - વિનય / વિવેક ગુણ
ઢીંચણ પૂજતા - સમતા ગુણ
કાંડે પૂજતા - ઉદારતા ગુણ
ખભે પૂજતા - નમ્રતા
મસ્તકે પૂજતા - મોક્ષ પદ
ભાલે પૂજતા - તેજસ્વીતા ગુણ
કંઠે પૂજતા - મધુરતા ગુણ
હ્રદયે પૂજતા - કરુણા ; કોમળતા ગુણ
નાભિ પૂજતા - સ્થિરતા ગુણ

જીન પૂજા દર રોજ કરવું એ શ્રાવક ની જીવન શૈલી છે
જીન પૂજા કરી ને આ ભવ સાર્થક કરો તેજ અભ્યર્થના🌹

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.