બીજ ના ચંદ્ર દર્શન કેમ 🌙
ચંદ્ર ઉપર ૪ શાશ્વત પરમેશ્વર
( ઋષભ ; ચંદદ્રાનન; વારિશેન ; વર્ધમાન )
ના જિનાલય છે.
બીજ ના દિવસે આ જીન મંદિર ના દ્વાર ઊઘડે છે. અને જીન મંદિર મા રહેલા જીન ને વંદના કરવાની છે માટે ચંદ્ર દર્શન કરવાના છે.
બીજી રીતે એ પણ વિચારી શકાય કે આ ચંદ્રની શીતળતા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ પ્રભુ સીમંધર સ્વામીને પણ શીતળતા અર્પી રહ્યો હશે જે આપણા થી બિલકુલ નજીક છે.....
આથી
ભાવના ભાવવાનું છે કે મને પણ શાશ્વત સુખ મળે ( મોક્ષ ).
શાશ્વતા જિન એટલે
👉દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ભરત , ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રના તીર્થંકરોમાં " શ્રી ઋષભ , ચંદ્રાનન , વારિષેણ અને વર્ધમાન " એ ચારે નામવાળા તીર્થંકરો અવશ્ય હોય છે. તેથી એ નામો પ્રવાહ રૂપે શાશ્વત છે. તેથી જ શાશ્વત બિબોંના નામ શ્રી ઋષભ , ચંદ્રાનન , વારિષેણ અને વર્ધમાન રાખવામાં આવેલાં છે.
શ્રી સ્થાનાંગ સૂત્રના ચોથા સ્થાનના બીજા ઉદ્દેશમાં સૂત્ર 307 માં આ ચાર તીર્થંકરોની પ્રતિમા નદીશ્વર દ્વીપમાં હોવાનો ઉલ્લેખ છે , તે નીચે મુજબ છે.
" તે મણિપીઠિકાઓની ઉપર સર્વરત્નમય , પર્યકાસને બિરાજમાન અને સ્તૂપની અભિમુખ ચાર જિન પ્રતિમાઓ રહેલી છે. તેનાં નામો " ઋષભ , ચંદ્રાનન , વારિષેણ અને વર્ધમાન " છે.
ભરતક્ષેત્રમાં જે 24 તીર્થંકરો થઈ ગયા , તેમાં પ્રથમ તીર્થંકરનું નામ શ્રી ઋષભ અને છેલ્લા તીર્થંકરનું નામ વર્ધમાન હતું. તથા ઐરાવત ક્ષેત્રમાં જે 24 તીર્થંકરો થઈ ગયા , તેમાં પ્રથમ તીર્થંકરનું નામ ચંદ્રાનન અને 24માં તીર્થંકરનું નામ વારિષેણ હતું.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.