પરમાત્મા ના અભિષેક પછી આવે છે અંગલુછણા
પરમાત્મા ના રૂંવાડે રૂંવાડે જ્ઞાન વહે છે
પરમાત્મા ને અંગલુછણા કરતાં પરમાત્મા પાસે જ્ઞાન ની માંગણી કરવી.
પરમાત્મા સમતા રસ ; કરુણા રસ અને ધીરતા રસ માં પ્રભુ તરબોળ છે અને આપણા ને કરવા સમર્થ છે.
પરમાત્મા ને અંગલુછણા કરતાં આપણા ને જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી કાયા ની સંપૂર્ણતા સાંપડે છે
માટે અંગલૂછણા કરવા જોઈએ.
પરમાત્મા ના અંગલુછણા સ્વચ્છ , નિર્મલ , શ્વેત હોવા જોઈએ.અખંડ જોઈએ.
શક્તિ સંપન્ન શ્રાવક દર મહિને અંગલુછણા બદલે અને જૂના ને જાયણા માટે વાપરે.( પાણી ગાળવા નું ગરણું તરીકે )
જેમ આપણે આપણા લગ્ન, પાર્ટી,વગેરે પ્રસંગો માં નવા કપડાં ની ખરીદી કરીએ છે તેવી રીતે આપણા પ્રસંગો માં મૂળનાયક ના અંગલુછણા આપવા જોઈએ
અંગલુછણા કેવી રીતે ધોવા ?
અંગલુછણા ને એક મોટી ખથરોટ માં અલ્પ માત્ર માં સાબુ લઈ ને ધોવા જોઈએ.
અંગલુછણા બાથરૂમ માં ધોવાય નહિ
આપણા નાહવા ની ડોલ માં ધોવાય નહિ
અંગલુછણા ને આપણે જ્યાં કપડાં સુકાવ્યે ત્યાં પણ ના સુકાવાય તેની દોરી અલગ જોઈએ
ભેજવાળા વાતાવરણ માં ના સૂકાવાય, તડકો આવતો હોય તેવું જગ્યા એ દોરી જોઈએ.
ધોયેલું પાણી ને ખુલ્લી જગ્યા એ વેડી નાખવું
ગટર માં પાણી નખાઈ નહિ
અંગલુછણા ને ખંખેરાય નહિ ( વાયુકાય જીવો ની હિંસા છે )
પહેલું અંગલુછણા - સમ્યગ દર્શન માટે
બીજું અંગલુછણું - સમ્યગ જ્ઞાન માટે
ત્રીજું અંગલુછણું - સમ્યગ ચરિત્ર માટે 🙏🏻
પરમાત્મા આપણા બધા ને એમની કરુણા ના રસ માં ડુબાડી ને આપડો અનંતો સંસાર ઓછો કરે
જો એની કરુણા હસે ને તો લાખ ભવ એમના શાશન માં નીકળી જશે.
પરંતુ એમની કરુણા નહિ હોય અને એક ભવ પણ અન્ય ધર્મ માં થશે તો આકરો લાગશે.
માટે એની કરુણા જરૂરી છે.
અને આની માટે અંગલુછણા જરૂરી છે 🙏🏻
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.