શ્રુત-સ્વરૂપ જ્ઞાનને ઉપમાઓ
૧.સૂર્ય સૂર્ય જેમ અંધકારનો નાશ કરી જગત ઉપર પ્રકાશ ફેલાવે છે, તેમ શ્રુતજ્ઞાન રૂપી સૂર્ય, મોહરૂપ અંધકારનો નાશ કરી સમગ્ર પદાર્થોની વાસ્તવિક સમજ આપવારૂપ પ્રકાશને કરે છે. સૂર્ય જેમ
ઉષ્મા પેદા કરી જગતમાં તાજગી લાવે છે, તેમ શ્રુતજ્ઞાન શ્રદ્ધા અને સંયમરૂપ ઉષ્મા પેદા કરી, કર્મ કચરાનો નિકાલ કરી, આત્મ ઘરમાં તાજગી લાવે છે.
૨.સાગર સમુદ્ર જેમ અગાધ જલના ભંડારરૂપ છે, તેમ શ્રુતજ્ઞાન સુંદર પદોની રચનારૂપ પાણીના ભંડાર
તુલ્ય છે.
૩.ચંદ્ર ચંદ્રની કળા દિન-પ્રતિદિન વધે છે, તેમ શ્રુતજ્ઞાન આત્માની કળાને વધારે છે.
૪.દર્પણ મુખ ઉપર રહેલો ડાઘ દર્પણ દેખાડે છે, તેમ આત્મા ઉપર પડેલા રાગ-દ્વેષના ડાઘને આગમ રૂપી
અરીસો બતાવે છે.
૫.મોરપીંછ મોરપીંછ જેમ બાહ્ય રજને દૂર કરે છે, તેમ શ્રુતજ્ઞાન કર્મરજનો નિકાલ કરે છે.
૬.શંખ શંખ ઉપર કોઈ પ્રકારનું અંજન થઈ શકતું નથી, તેમ જ્ઞાનવાન આત્મા ઉપર રાગાદિનાં
અંજન થઈ શકતાં નથી.
૭.સ્તંભ આખી ઈમારતનો આધાર થાંભલો છે, તેમ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો આધાર
જ્ઞાન છે.
૮.વજ્ર વજ્રરત્ન જેમ શત્રુનો સંહાર કરે છે, તેમ જ્ઞાનરૂપ રત્ન રાગાદિ શત્રુનો વિનાશ કરે છે.
૯.સિંહ સિંહના મુખના દર્શન થતાં જ ક્ષુદ્ર જંતુઓ ભાગી જાય છે, પાસે આવતાં નથી, તેમ જ્ઞાનના એક ટંકારથી આત્માના ક્ષુદ્રભાવો ભાગી જાય છે.
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.