ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

नागेश्वर पार्श्वनाथ भगवान

Image may contain: 2 people, people smiling, outdoor

Image may contain: 1 person
नागेश्वर पार्श्वनाथ भगवान
यह प्रतिमा लगभग ११०० वर्षो से पूर्व की होने की अनुमान है | इस प्रतिमा का प्रभु पार्श्वनाथ के जीवित काल में प्रभु के अधिष्ठयाक श्री धरणेन्द्र देव द्वारा निर्मित होने की भी मानयता है|
श्री पार्श्वनाथ के देह प्रमान नव हाथ ऊँची (१३.५ फुट) व हरित वर्ण में मर्कतमनीसी है |आजू बाजू कायोत्सर्ग मुद्रा में लगभग १३५ सें. मी. ऊँची श्री शांतिनाथ भगवान् व श्री महावीर भगवान की प्रतिमाए है |
इस मंदिर की प्रतिष्ठा वैशाख सूद ६ वि.सं. २०३७ में संपन्न हुई|
विद्धानो के मतानुसार यह प्रतिमा देवनिर्मित है| अहिछत्रा नगरी में उसकी स्थापना की गई| वहां सुरक्षा का अभाव होने पर इस प्रतिमा को पारस नगर में स्थापित किया गया|
संतान प्राप्ति की लिए दुखी बने अजितसेन राजा और पद्मावती रानी को इस प्रतिमा की प्राप्ति हुई| एक भव्य जिनालय का निर्माण कराकर इस प्रतिमा जी की नागेन्द्र गच्छ के जैनाचार्य द्वारा प्रतिष्ठा कराई गई| प्रभु प्रतिमा की उपासना के प्रभाव से राजा को संतान की प्राप्ति हुई|
कालक्रम से यह मंदिर जीर्ण हुआ| वि.सं. १६२४ में नागेन्द्रगच्छ के जैनाचार्य श्रीअभयदेवसूरी के उपदेश से मंदिर का जिणोरद्वार हुआ| धीरे-धीरे यह पारस नगर “पारस नागेश्वर” के नाम से प्रख्यात हुआ|
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ

પ્રથમ નજરે પ્રતિમા દર્શન

ઉપાસકના દિલના વિષાદ અને વાસનનું હરણ કરતા નીલ વર્ણના શ્રી નાગેશ્વર પાર્શ્વનાથજીને નજરે નીરખતા 2800 વર્ષના ભૂતકાળને ભેદીને જાણે સાક્ષાત્ વિચરતા પ્રભુ પાર્શ્વનાથજીના ચરણોમાં આવીને બેઠા હોય તેવી સુખદ ભ્રાન્તિની અનુભૂતિથી દર્શનાર્થીનું દિલ ડોલી જાય છે. કારણકે આ પ્રતિમાજી પ્રભુજીના મૂળ નીલ વર્ણને જ પરિધાન કરે છે. પ્રભુજીની મૂળ 9 હાથ ( 131/2 ફૂટ)ની અવગાહનાને ધારણ કરે છે. અને કાયોત્સર્ગ મુદ્રાએ ઊર્ધ્વસ્થિત છે. પ્રતિમાજીમાં પથરાયેલો અપાર કલા વૈભવ આંખોને અચંબો પમાડે છે અને પ્રભુજીનું સુમનોહર સૌંદર્ય નયનોને નચાવે છે. આ સૌમ્યરસના મહાસાગરમાં મહાલવાનું સૌભાગ્ય તો ત્યાં પ્રત્યક્ષ પહોંચીને જ અનુભવાય!
અતીતના ઊંડાણમાં એક ડૂબકી

શોક અને વિષાદ ઘેરા હૃદયાંગણમાં પણ સુખદ ઊર્મિઓના ઘૂઘવાટ કરતા મહાસાગરનું સર્જન કરી દેતા આ પ્રતિમાજીની પ્રાચીનતાને પિછાણવા ઘડીભર પ્રેક્ષક મટીને સંશોધક બની પ્રતિમાજીને નીરખ્યા કરીએ તો મૂર્તિનો ઘણો ઈતિહાસ અનુમાનના આંગણે આવીને ઊભો રહી જાય છે. 
જેવો પ્રભુ પાર્શ્વનાથજીનો મૂળ વર્ણ તેવો જ આ પ્રતિમાજીનો વર્ણ. જેટલી પ્રભુ પાર્શ્વનાથજીની ઊંચાઈ તેટલી જ આ પ્રતિમાજીની ઊંચાઈ. જેવા સપ્રમાણ સૌંદર્યવાન્ અને સૌષ્ઠવયુક્ત પ્રભુજીના અવયવો તેવા જ આ પ્રતિમાજીનાં અંગો. જેવી મોહક અને મનોહર પ્રભુજીની મુખમુદ્રા તેવી જ મોહકતા આ પ્રતિમાજીની મુદ્રામાં , મૂળ પ્રભુજી અને પ્રતિમાજી વચ્ચેનું આવું અદ્ભુત સાદૃશ્ય પ્રભુજીના કોઈ પ્રત્યક્ષ દૃષ્ટા વિના કોણ ઘડી શકે ? આ પ્ર ü ા આ પ્રતિમાજીને પ્રભુ પાર્શ્વનાથના વખતની હોવાનું અનુમાન કરાવે છે. પાદપીઠમાં રહેલા અષ્ટમાંગલિકાદિ ચિહ્નો ઉપરોક્ત અનુમાનને ટેકો આપે છે. શિલ્પજ્ઞોની પરીક્ષામાં પણ આ પ્રતિમાજીનો પથ્થર 2000 વર્ષથી વધુ પ્રાચીન હોવાનું પુરવાર થાય છે. 
દંતકથા કહે છે કે આ પ્રતિમાજી મૂળ મરકત મણિનાં હતાં. પણ રત્નની આ પ્રતિમા પર પડતા કાળના પ્રભાવે અનેક ધૂતોની દુષ્ટ નજર પડી. આ રત્નમય બિંબને ખૂંચવી લેવાના અનેકોએ પ્રયાસ કર્યા. પણ અધિષ્ઠાયક દેવે તે સર્વેને પરાસ્ત કર્યા. ત્યારબાદ એક જૈનાચાર્યે પોતાના તપોબળથી ધરણેદ્ર દેવને પ્રત્યક્ષ કર્યો અને રત્નમય બિંબને પથ્થરમય બનાવવા નિવેદન કર્યું અને દેવે પણ તે મુજબ કર્ય઼ું. 
વિદ્વાનોના મતે આ પ્રતિમાજી દેવનિર્મિત છે અને મૂળ અહિચ્છત્રા નગરીમાં તે સ્થાપિત કરાયેલી. પણ ત્યાં સુરક્ષા મુશ્કેલ જણાતાં દૈવી તાકાતથી આ પ્રતિમાજીની પારસ નગરમાં પધરામણી થઈ , સંતાનપ્રાપ્તિની ]ંખનામાં ]ારતાં અહીંનાં અજિતસેન રાજા અને પદ્માવતી રાણીને આ પ્રતિમાજી પ્રાપ્ત થયાં. એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવી આ ભવ્ય મનોહર પ્રતિમાજીને નાગેદ્રગચ્છના જૈનાચાર્ય દ્વારા પ્રતિષ્ઠિત કરાવી. પ્રભુજીની ઉપાસનાના પ્રભાવે રાજાને સંતાનપ્રાપ્તિ થઈ. 
કાળક્રમે આ જિનાલય ખંડેર બન્યું અને વિ.સં. 1624 માં નાગેદ્રગચ્છના જૈનાચાર્ય શ્રી અભયદેવસૂરિના ઉપદેશથી તેનો જીર્ણોદ્ધાર થયો , અને ધીમે ધીમે આ પારસનગર લોક જીભે `` પારસ નાગેશ્વર ' બોલાતું થયું અને ગામનું નામ નાગેશ્વર પ્રભુજીની પડખે જોડાઈ ગયું. પ્રભુજી `` શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ' નામથી પ્રસિદ્ધ થયા. 
આજનું આ તીર્થસ્થાન ભૂતકાળનું એક વૈભવપૂર્ણ નગર હોવાના બોલતા પુરાવા સમા અનેક ખંડેરો અને અવશેષો અદ્યાપિ ઉપલબ્ધ છે. 
વંશ વારસાગત આ પ્રભુજીની પૂજાનો અધિકાર પ્રાપ્ત કરતા પૂજારીઓ પરમોપાસ્ય પ્રભુજીની ઘોર આશાતના કરવા લાગ્યા અને જૈનોના આ પરમ પ્રભાવક જિનબિંબના માલિક બની બેઠા અને વર્ષો સુધી પ્રતિમાજી તેમના અધિપત્યમાં રહ્યાં. 
થોડા દશકા પૂર્વે પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજને ઈતરોના આધિપત્યમાં રહેલા આ પ્રભાવક પ્રતિમાજીની ભાળ મળી. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોને અંતે આ પ્રતિમાજી પર શ્વેતાંબર જૈનોનો હ I ન્યાયાલયે ઘોષિત કર્યો અને અંતરમાં અનોખો ઉજાશ પાથરતા આ પરમોપાસ્ય જિનબિંબને પુનઃપ્રાપ્ત કરવા આપણે સદ્દભાગી બન્યા. 
ત્યારબાદ પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી અભયસાગરજી ગણિવરની પાવન નિશ્રામાં વિ.સં. 2026 ના વૈશાખ વદ દસમને શનિવારે આ પ્રતિમાજીને અઢાર અભિષેકની શુદ્ધ વિધિપૂર્વક પૂજાપાત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યાં. 
રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે બિરાજતા આ પ્રભુજી ભારતના ખૂણે ખૂણે વસતા હજારો જૈનોનાં ભક્તિ અને આકર્ષણનું કેદ્ર બનેલા છે. 
જીર્ણોધ્ધૃત જિનાલયમાં આ પાવન પ્રતિમાજીની ચરમ પ્રતિષ્ઠા પૂ. આચાર્યદેવશ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના પાવન હસ્તે સં. 2037 ના વૈશાખ સુદ 6 નાં દિવસે થયેલ છે. મુનિ શ્રી અશોક સાગરજી ગણિવરની પણ ત્યારે ઉપસ્થિત હતી.
પ્રભુનાં ધામની પિછાણ

ઉજ્જૈનથી 130 કિ.િમ. દૂર આવેલું શ્રી નાગેશ્વર તીર્થ આલોટ રેલવે સ્ટેશનથી 8 કિ.િમ. અને ચૌમહલાથી 15 કિ.િમ. દૂર છે. રતલામથી આ તીર્થ 90 કિ.િમ. દૂર છે. ચૌમહલા રેલવે સ્ટેશનથી બસ , જીપ આદિ વાહનો દ્વારા આ તીર્થે જઈ શકાય છે. 
રમણીય પ્રાકૃતિક સૌંદર્ય આ તીર્થની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. 23 અક્ષાંશ અને 70 રેખાંશ પર આ તીર્થ આવેલું છે. 
ધર્મશાળા તથા ભોજનશાળાની અહીં સુંદર સુવિધા છે.
: એડ્રેસ :

શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી 
પો. ઉન્હેલ , જિ. ]ાલાવાડ (રાજસ્થાન) , સ્ટે. ચૌમહલા
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.