ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

પ્રભુજીની પૂજા કરતા લગભગ દરેક શ્રાવક/શ્રવિકાઓ એ એક વસ્તુ ની નોંધ તો લીધીજ હશે.* *કઈ ?*

Image may contain: 1 person


👉 *આપણા માંથી પ્રભુજીની પૂજા કરતા લગભગ દરેક શ્રાવક/શ્રવિકાઓ એ એક વસ્તુ ની નોંધ તો લીધીજ હશે.*
*કઈ ?*
*તો કે આરસ ના પ્રતિમાજી ઉપર જમણા અને ડાબા અંગુઠા ની કે પછી ખભા ની નીચે, એમ વિવિધ જગ્યા એ લાંબા ગાળે નાની મોટી તિરાડ પડી જાય છે.*

*આનું કારણ શું હશે ?*

*તો તરત આપણે કહેશું કે એ તો "કેસર" ને લીધે એવું થાય છે કેમ કે પ્રતિમાજી ને કેસર બહુ ગરમ પડે છે એટલે..*

*બરોબર ?*

*હા !*

*તો આ જવાબ તદ્દન ખોટો છે.*

*પ્રતિમાજી ઉપર કેસર ને લીધે ખાડા નથી પડતા.*

*તો પછી શેને લીધે આમ થાય છે ?*

*તો આનો જવાબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના આર્કિઓલોજીકલ સર્વે વાળા ઓ એ આપણા પ્રતિમાજી નું અવલોકન અને ઊંડાણ પૂર્વક તપાસણી કરી ને લખી ને આપ્યો છે કે આરસ ના પરમાત્મા ની પ્રતિમાજી ઉપર પડતા ખાડા કે તિરાડ નું મુખ્ય કારણ ત્યાં જમા રહેતું "*_*પાણી*_ *" છે.* *માનવા માં ન આવે એવી આ હકીકત સત્ય છે.*

👉 *તો એની સમજ આ રીતે છે.*
*આરસ માં નુકસાન નું મુખ્ય કારણ પાણી અને લાંબા સમય સુધી રહી જતી ભીનાશ છે.પાણી/ભેજ અને વાતાવરણ માં રહેલ કાર્બન ડાયોકસાઈડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બોનિક એસિડ બને છે, જે આરસ ને ઓગાળે છે. એ આ રીતે છે..*

*H2O (પાણી) + Co2 (કાર્બન ડાયોકસાઈડ )=* *H2Co3 (કાર્બોનિક એસિડ).*
*હવે*
*H2Co3 (કાર્બોનિક એસિડ)+ CaCo3 (આરસ)= Ca2(કેલ્શિયમ આયન) + 2HCo3 ( બાય કાર્બોનેટ આયન) ~ આમ આ બંને પદાર્થ છુટા પડવાથી આરસ ઓગળે છે.*

*હવે જ્યાં પણ પ્રતિમાજી ઉપર કાયમી દાગીના જેવા કે ટોપ, ફણા, પંજો, કંઠ માળ, ટીકા, કપાલી વિ. સૌંદર્ય માટે લગાવેલા હોય છે ત્યાંજ ભીનાશ રહી જવાથી ધીરે ધીરે ઘસારો શરૂ થાય છે.*

👉 *પ્રતિમાજી ની ઉત્તમ જાળવણી નો રામબાણ ઈલાજ એના ઉપર કોઈ પણ ટીકા કે ધાતુનું આભૂષણ ન ચોંટાડવું એજ છે.(સોના નું પણ નહીં.) ઉલ્ટું ટીકા ચોંટાળેલાં હોવાથી આપણે પ્રભુ અંગ સ્પર્શ થી પણ વંચિત રહી જઈએ છીએ.જમીન માંથી નીકળતા પ્રાચીન પ્રતિમાજી માં આવા કોઈ આભૂષણો હોતાજ નથી.*

*પ્રસ્તુત તસવીરો માં આપણા પ્રાણ પ્યારા પ્રભુજી ને કેટલું નુકસાન થાય છે એ પ્રત્યક્ષ દેખાય છે.હમણાંજ મુંબઇ ના એક લબ્ધ પ્રતિષ્ઠિત સંઘ માં પાર્શ્વનાથ પ્રભુના ફણા ના સોના ના ટીકા કાઢતા તેમાંથી કંસારી (નાના વાંદા) બહાર આવ્યા હતા. શંખ ના જીવો અને નિગોદ અને શેવાળ પણ આવાજ આભૂષણો નીચે જામી જાય છે.*

👉 *હવે આનો ઈલાજ શું ?*

*તો છેને પ્રોફેશનલ કારીગરો જે પૈસા લઈ ને પ્રતિમાજી ચકાચક કરી દયે છે.*

*તો સાંભળો...*

*લગભગ પ્રોફેશનલો પોતાના ટાઈમ પ્રમાણે આપણા પ્રતિમાજી ને લેપ-ઓપ વિ. કરી આપે છે, જેના ઉપર આખો દિવસ નઝર રાખવાનો સમય કોઈને હોતો નથી.*

*આ ઓઠા હેઠળ તેઓ પૈસા કમાવા આપણા ભગવાન ની ઘોર આશાતના થાય એવી વસ્તુઓ જેવી કે એસિડ,કાચ પેપર,સફેદ એમ સીલ,* *નેરોલેક કલર જેવા ઘાતક પદાર્થો નો ઉપયોગ કરે છે.અરે ખાડા દૂર કરવા હેમરી ના પથ્થર થી પ્રતિમાજીને ઘસી પણ નાખે છે.*
*ક્યાંક પાછા અશુદ્ધ વસ્ત્રો માં કામ કરતા તેઓ મોબાઈલ માં ફિલ્મી ગીતો પણ વગાડતા હોય છે.*

*છેલ્લે વાક પટુતા ના જોરે તેઓ આપણ ને બેવકૂફ બનાવી ૧૦ હજાર ના કામ ના ૧૦ લાખ સુધી પડાવી જાય છે.*

*પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યોગતિલક સુરીશ્વરજી મ.સા.ના માર્ગદર્શન 🙌હેઠળ,અધ્યાત્મ પરિવાર દ્વારા,*

 *"સુરક્ષા જિન પ્રતિમાની...*
*સુરક્ષા જિન શાસનની..."*

*અભિયાન ઉપાડવા માં આવ્યું છે, જેના હેઠળ સ્વયં સેવકો તમારા જિનાલય માં આવી જેટલા પણ પ્રતિમાજી હોય એ દરેક નું શાસ્ત્રોક્ત પધ્ધતિ થી શુદ્ધિ કરણ કરી આપે છે.*
*એ પણ પાછું વિના મૂલ્યે..*

*આ મંગલ કાર્ય ના મુખ્ય કાર્ય કર્તા, અધ્યાત્મ પરિવાર ના શ્રી તુષારભાઈ મહેતા,*
*ફોન-07600090204*
*હિંમતનગર-ગુજરાત વાળા છે.*
*આપ એમને ફોન કરી ને આપના જિનાલય ની વિગત અને પધારવાનું આમંત્રણ આપી શકો છો.એમની અનુકૂળતા એ તેઓ આપની સાથે વિસ્તૃત માહિતી નું પ્રદાન કરી આપને જિનાલય પ્રતિમાજી શુદ્ધિકરણ માટે માર્ગ દર્શન આપશે.*

👉 *આમાં આપણું કર્તવ્ય શું ?*

*તો આપણે પક્ષાલ પછી પૂર્ણ કોરા કરેલા પ્રતિમાજી ઉપરજ પૂજા શરૂ કરાય. સહેજ પણ ભીના પ્રભુજી ન રખાય.આપણે પોતે નાના અંગલૂછણા ઘરે થી સાથે લઈ જવાય અને પ્રભુજી પર જ્યાં ભીનાશ દેખાય ત્યાં કોરા કરી દેવાય. આવા અંગ લુછણા ૩૦/- રૂપિયા ના ૩ નંગ કોઈ પણ જૈન ઉપકરણ ભંડાર માં કે વર્ધમાન સંસ્કૃતિધામ માં મળી રહે છે.*

*"કેસર" અને "ચંદન" વાપરવાનો બાધ નથી પણ એ વધુ પાણી વાળું ન હોવું જોઈએ. કેમ કે રેલા ઉતરતા કેસર થી ધીરે ધીરે પ્રતિમાજી ના અંગોમાં ઉપર જણાવ્યા મુજબ ખાડા તથા તિરાડો પડવા લાગે છે જેના દોષ ના ભાગીદાર અજાણતા પણ આપણે બની જઈએ છીએ.*

*તો આવો, આપણે પણ આપણા જિનાલય ના પ્યારા પ્રભુજી ના પ્રતિમાજી ની તપાસણી કરાવી લઈયે અને જો કોઈ ઘસારો લાગ્યો હોય તો એને સરખો કરાવી લઇએ.અને હવે પછી ભગવાન ના પ્રતિમાજી ઉપર ક્યાંય પણ પાણી દેખાય તો તરત અંગલૂછણા થી લૂછી ને પ્રતિમાજી ની જાળવણી માં આપણી ભાગીદારી પણ નોંધાવી દઈએ.*

*બોલો જિનશાસન દેવ કી જય...*
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.