--------------------------
*ભાગ ૧.*
*જે જીવને નરકગતિ નામ કર્મનો ઉદય હોય છે તેને નારકી કહેવાય છે.જે અત્યંત પાપકર્મ કરે છે તેના ફળ ભોગવવા માટે નરકપૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થાય છે.નરકપૃથ્વીમાં રહેનારા જીવોને નારકી કહેવાય છે..આ નરકપૃથ્વી આપણે રહીએ છીએ તેની નીચે નીચે અધોલોક માં આવેલી છે..*
👉 *નરક સાત છે....*
(૧) *ધમ્મા* જેનું ગોત્ર રત્નપ્રભા છે જે કાળા રંગના ભયંકર રત્નોથી વ્યાપ્ત છે..જ્યાં જઘન્ય અાયુષ્ય ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ આયુ. ૧ સાગરોપમ છે.
(૨) *વંશા* જેનું ગોત્ર શર્કરાપ્રભા છે.બીજી નરક ભાલા અને બરછીથી પણ વધારે તીક્ષ્ણ કાંકરાઓથી વ્યાપ્ત છે.જ્યાં જઘન્ય આયુષ્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમ છે.
(૩) *શૈલા* જેનું ગોત્ર વાલુકાપ્રભા છે જે ભડભુંજાની રેતી કરતા પણ વધારે ઉષ્ણ રેતીથી ભરપૂર છે.જ્યાં જઘન્ય અાયુ ૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ ૭ સાગરોપમ છે.
(૪) *અંજના* જેનું ગોત્ર પંકપ્રભા છે જે માંસ, લોહી,પરૂ વગેરેનાં કાદવથી વ્યાપ્ત છે..જ્યાં જઘન્ય આયુ ૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ ૧૦ સાગરોપમ છે.
(૫) *રિષ્ટા* જેનું ગોત્ર ધૂમપ્રભા છે જે રાઈ મમરાના ધૂમાડા કરતાં પણ વધુ તીખા ધૂમાડાથી વ્યાપ્ત છે...જ્યાં જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૭ સાગરોપમ છે.
(૬) *મઘા* જેનું ગોત્ર તમ:પ્રભા છે જે ઘોર અંધકારમય છે.જ્યાં જઘન્ય આયુષ્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ સાગરોપમ છે.
(૭) *માઘવતી* જેનું ગોત્ર મહાતમ:પ્રભા છે જે મહાઘોર અંધકારથી વ્યાપ્ત છે.જ્યાં જઘન્ય આયુ.૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ ૩૩ સાગરોપમ છે.
👉 *નારકી જીવોનુ આયુષ્ય જઘન્ય એટલે કે ઓછામાં ઓછું ૧૦૦૦૦ = દસ હજાર વર્ષ અને વધીને છેલ્લી સાતમી નરકમાં ૩૩ સાગરોપમ એટલે કે અસંખ્યાતા વર્ષ ઘણો કાળ છે..*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે* ⭕
--------------------------
*ભાગ ૨.*
💢 *સાગરોપમ એટલે શું❓*💢
_________________
👉 *૧ યોજન લાંબો,પહોળો,ઊંડો કૂવો કરવામાં આવે..એમાં તાજા જન્મેલા યુગલિક મનુષ્યના વાળના ટુકડા નાખવામાં આવે (૧ વાળના સાતવાર ૮, ૮ ટૂકડા).*
🔹 *સાતવાર આઠ-આઠ ટુકડા*
*********************
▪ *પહેલીવાર*- ૧ વાળના આઠ ટુકડા = ૮
▪ *બીજીવાર* - ૧ ટુકડાના આઠ ટુકડા :- ૮*૮= ૬૪
▪ *ત્રીજીવાર* - ૧ ટુકડાના આઠ ટુકડા :- ૬૪*૮ = ૫૧૨
▪ *ચોથીવાર* - ૧ ટુકડાના આઠ ટુકડા :- ૫૧૨*૮ = ૪,૦૯૬
▪ *પાંચમીવાર* - ૧ ટુકડાના આઠ ટુકડા :- ૪,૦૯૬*૮ = ૩૨,૭૬૮
▪ *છઠ્ઠીવાર* - ૧ ટુકડાના આઠ ટુકડા :- ૩૨,૭૬૮*૮ = ૨,૬૨,૧૪૪
▪ *સાતમીવાર* - ૧ ટુકડાના આઠ ટુકડા :- ૨,૬૨,૧૪૪*૮= ૨૦,૯૭,૧૫૨
અર્થાત્ ૧ વાળના ૨૦,૯૭,૧૫૨ ટુકડા થાય.
*વાળના ટૂકડાથી ઠાંસી ઠાંસીને કૂવો ભરવામાં આવે, ઉપર ચક્રવર્તીનું સૈન્ય પસાર થઈ જાય તો પણ ૧ વાળનો ટૂકડો ન નાખી શકાય એવો ઠાંસી ઠાંસી ને ભરવામાં આવે...*
*આવા વાળથી ભરાયેલા કૂવામાંથી દર સો વર્ષે ૧, ૧ વાળનો ટૂકડો કાઢવામાં આવે, આમ કરતાં જ્યારે કૂવો ખાલી થાય એટલા સમયને એક પલ્યોપમ કહેવાય..*
👉 *૧ કરોડ પલ્યોપમ ગુણા ૧ કરોડ પલ્યોપમ = ૧ કોડાકોડી પલ્યોપમ થાય.*
👉 *૧૦ કોડાકોડી પલ્યોપમ= ૧ સાગરોપમ થાય.*
👉🔹 *સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે...એટલો સમય સુધી નરક ની એ પીડા સહેવાની...*
🙏👉 *શું વિચારો છો ❓પાપ છોડવું છે કે પછી નરક માં સબડાવવા જવું છે❓😭*
*નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*
--------------------------
*ભાગ 3*
💢 *નારકી જીવોને દુ:ખ અને પીડા કેટલો સમય ભોગવવાની❓😭*
👉 જ્યારથી નારકીજીવ નરકમાં ઉપજવાના સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યારથી જ્યાં સુધી નરકનું આયુષ્ય પુરૂં ન કરે ત્યાં સુધી સમયે સમયે ક્ષેત્રની, રોગોની, પરમાધામીની કે પરસ્પરની અસહ્ય વેદનાના દુ:ખમાં સબડે છે..
ખૂબ જોર જોરથી આક્રંદ કરતા રહે છે જ્યાં તેને સાંભળનાર પણ કોઈ નથી..આંખ મીંચીને ઉઘાડે એટલો કાળ પણ એમને વિસામો કે શાંતિ ન મળે...😭🙏
💢 *નારકી જીવોનું શરીર કેવું ❓*
👉 નારકી જીવોનું શરીર ત્યાંના ક્ષેત્રના પ્રભાવે તથા અશુભ કર્મના ઉદયથી એવું અશુભ હોય છે કે જોવું પણ ન ગમે..!!
હાથ-પગ વગેરે અવયવો એટલા બેડોળ હોય છે કે જોતાં જ ડર લાગે...પક્ષીની પાંખો કાપી નાખવામાં આવે, પીંછા ઉતારી લેવામાં આવે પછી તે પક્ષીનું શરીર દેખાય તેના કરતાં પણ વધુ ભયાનક અને બિભત્સ શરીર હોય છે...
પેટના આંતરડા શરીરની બહાર લટકતા હોય છે..આખું શરીર હંમેશા અશુચિથી ખરડાયેલું હોય છે..ઉંટના અઢારે અંગ વાંકા હોય છે એના જેવું હુંડક સંસ્થાનવાળું શરીર હોય છે.આકૃતિથી રૌદ્ર ક્રુર અને ભય ઉપજાવે તેવું હોય છે..😭🙏
પહેલી નરક કરતાં બીજી-ત્રીજી વગેરે નરકોમાં તો આનાથી પણ વધુ ખરાબ અને બદતર શરીર હોય છે..ઉત્તરોત્તર નરકમાં પીડાઓ વધતી જાય છે..
🔴 *શું વિચારો છો ❓તમારે નરકે જવું નથી એમ ❓પાપ કરવામાં મઝા આવે છે ને તો ફળ ભોગવવા તૈયાર જ રહો...*
🙏😭🙏😭🙏😭🙏😭🙏😭
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે* ⭕
--------------------------
*ભાગ ૪.*
💢 *નરકભૂમિ કેવી ❓*💢
***********
*નરકભૂમિ દાંતરડા અને કરવત જેવી કર્કશ હોય છે...ભૂમિનો સ્પર્શ પણ અત્યંત દુ:ખદાયી હોય છે.*
*એ નરકભૂમિમાં કાળી અમાસ ની અંધારી રાત્રી કરતાં પણ વધુ ભયાનક અતિ ભીષણ અને ગાઢ અંધકાર હોય છે!!!*
*પ્રકાશનું નામ માત્ર નથી.ત્યાં કોઈ બારી બારણા કે વેન્ટિલેશન પણ નથી..!!!!😭*
*દુનિયામાં સૌથી વધુ કડવાશ આપણે લીમડાની ગળામાં અનુભવીએ છીએ..લીમડાની ગળો જેવી, દુનિયાની કડવામાં કડવી ચીજ કરતાં પણ અનંત ગુણી કડવાશ ત્યાંની ભૂમિમાં હોય છે.*
*ઠેર-ઠેર ચોમેર લીંટ-બળખા-પેશાબ અને વિષ્ટા જેવા દુર્ગંધમય પુદગલો પથરાયેલા હોય છે.જ્યાં પગ મૂકો ત્યાં લોહી-ચરબી-પરૂ જેવા અશુચિ પદાર્થો હોય છે.*😭
*અત્યારે તો આપણે મજેથી પાપના ધંધા કરી રહ્યા છીએ પણ સાવધાન !! જ્યારે તે ઉદયમાં આવશે ત્યારે કોઈની તાકાત નથી કે એમાંથી કોઈ પણ બચી શકે..*
🙏😭🙏😭🙏😭🙏😭🙏😭
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે* ⭕
--------------------------
*ભાગ ૫.*
💢 *નરકભૂમિ કેવી ❓*💢
***********
*કાળી અમાસની રાત કરતાં પણ ભયાનક અંધકાર...ક્યાય પગ મૂકવાની પણ જગ્યા નહિં..જ્યાં નજર કરો ત્યાં લોહી-ચરબી..😭*
*સ્મશાનની જેમ ચારે બાજુ ઠેક ઠેકાણે માંસ - હાડકા જેવા ઢગલા ખડકાયેલા હોય છે...અને લોહી અને પરૂની તો નદીઓ વહેતી હોય છે..*😭
*સડી રહેલા મડદાથી અધિક દુર્ગંધ મારી રહી છે...આ દુર્ગંધ મનુષ્ય તો સહન જ ન કરી શકે એવી હોય છે..*
*અરે....!!!!!!*
*આ સડાનો બદબૂ મારી રહેલો માત્ર એક જ કણીયો જો મનુષ્યલોકમાં મુંબઈ જેવા ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરમાં લાવીને મૂકવામાં આવે તો તે શહેરના તમામ મનુષ્યો ખતમ થઈ જાય.....એક પણ મનુષ્ય જીવતો ન રહે..!!!! મનુષ્યો તો શું કૂતરા, બિલાડા-ઉંદર જેવા પ્રાણીઓ પણ આ બદબૂથી જીવતા ન રહે..!!*
👉 *આહાહા...!!! પણ મને તો પાપનો રસ્તો જ સરળ અને આનંદદાયક લાગે છે..શું આ સરળ રસ્તો જ મને નરકમાં પહોંચાડશે ❓😭*
નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે
--------------------------
*ભાગ ૬*
💢 *નારકીજીવો ની વેદના-પીડા-દુ:ખ* 💢
••••••••••••••••••••••••••
*આહાહા.....!!!!!!!*
*નરકનું વર્ણન સાંભળતાં જ મારા રોમ રોમ માં કંપારી છૂટી રહી છે...હું તો આજ સુધી એમ જ વિચારતી હતી કે મોજ મસ્તી કર્યે જાઓ...પાપ ના રસ્તે તો કેટલો આનંદ આનંદ જ છે...નરક કોણે જોયું છે ?*
*નરકે જાશું કે સ્વર્ગે જાશું મર્યા પછી કોને ખબર..???? બસ આ જ મારી વિચારણા હતી પણ આ નરકભૂમિનું વર્ણન સાંભળતા પણ હવે ડર લાગી રહ્યો છે...😭*
*ઘોર અસહ્ય કમ્મરતોડ વેદના પીડાઓ નારકી જીવોના માથે ઝીંકાયેલી છે...*
*નરક માં અત્યંત ત્રાસેલા નારકીઓ કાનના પડદા ચીરી નાખે તેવી ચીસો પાડી રહ્યા છે...પત્થરની મોટી મોટી શિલાઓ ફાડી નાખે એવી ચીસો પાડી રહ્યા છે...😭*
*એવું લાગે છે જાણે કે આખું આકાશ આક્રંદ કરી રહ્યું છે..!!! એ જીવો સતત ચીચીયારીઓ પાડી રહ્યા છે..એમની આંખમાં આંસુ તો સુકાતા જ નથી...પણ ત્યાં એની ચીચીયારી કોણ સાંભળે ? ત્યાં એને કોણ બચાવે ?😭*
*જીવમાત્રને પાપથી અને દુ:ખથી બચાવનાર જો કોઈ છે તો એ માત્ર ધર્મ જ છે...પણ ધર્મ કરવો ગમતો નથી અને પાપના રસ્તે લીલાલહેર છે બસ એ જ રસ્તો આપણે પસંદ કર્યો છે...*
*ધર્મનું ઘોર અપમાન કરીને જે આ પાપનો રસ્તો અપનાવ્યો છે તેનું જ આ ઘોર પરિણામ છે..*
👉 *હજી પણ સમય છે...નરક ની વેદના જોઈને જરા પણ હ્રદય દ્રવિત થાય તો પાપના રસ્તેથી અત્યારે જ પાછા વળી જશો....કર્મ કોઈને છોડતું નથી યાદ રાખજો.
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૭*
💢 *નારકીજીવો ની વેદના-પીડા-દુ:ખ* 💢
••••••••••••••••••••••••••
*નારકી જીવો સતત ચીચીયારી પાડી રહ્યા છે...પણ ત્યાં તેને સાંભળનાર કોઈ નથી..*
*ઓય મા..!!😭*
*મરી ગયો..!!😭*
*ઓ બાપ રે..!!😭*
*સહન નથી થતું હવે..!!😭*
*બચાવો બચાવો બચાવો..!!😭*
*મારા ઉપર દયા કરો..!!😭*
*મારો વધ ન કરો..!!😭*
*આવી તો અનેક દયામણી કાકલુદીભરી આજીજી પરમાધામીના પગમાં પડીને કરે છે..😭🙏*
*ભલભલાના રૂંવાટા ખડા થઈ જાય..હૈયા થીજી જાય..શરીર ધ્રુજી જાય...લોહી થંભી જાય એવી કારમી વેદનાઓ નારકીના જીવોને સહન કરવી પડે છે..😭*
*પરંતુ ત્યાં કોઈ એનું સાંભળનાર નથી કે કોઈ એને બચાવનાર નથી..*
*આગળના ભવમાં હસતા હસતા કરેલા પાપકર્મો રડતા રડતા ભોગવે જ છૂટકો..*
*નવા નવા ક્રોધ-કષાય અને ધમધમાટથી પુન: નવા કર્મ બંધાતા જ રહે છે..તેના ફળમાં ફરી ફરી વેદનાઓ ભોગવવાની પરંપરા ચાલતી જ રહે છે...*
*નરકની રૂવાટા ખડા થઈ જાય એવી આ વેદના..ચીચીયારી સાંભળીને પણ જો હજી પાપના રસ્તે જ આગળ વધવા માંગો છો તો કોઈની તાકાત નથી કે તમને પરમાધામીના અસહ્ય મારથી બચાવી શકે..!!!!*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
*ભાગ ૮*
💢 *નારકીજીવો ની વેદના-પીડા-દુ:ખ* 💢
••••••••••••••••••••••••••
*જોયું ને પાપ કરવામાં મજા જ મજા છે પણ જ્યારે તેને ભોગવવાનું આવશે ત્યારે શરીર ધ્રુજી જાય એવી ચીચીયારી નરક માં જીવો પાડી રહ્યા છે છતાં પણ ત્યાં તેને મદદ કરનાર પણ કોઈ નથી..*
*નરકના જીવોને ત્રણ પ્રકારની વેદના હોય છે...*
👉 *ક્ષેત્ર-કૃત વેદના (સાતેય નરકમાં)*
👉 *પરમાધામી કૃત વેદના (૧ થી ૩ નરક સુધી)*
👉 *અનોન્યકૃત વેદના કે જેને પરસ્પર નારકીજન્ય વેદના પણ કહે છે(૪ થી ૭ નરક સુધી)*
⭕ *ક્ષેત્ર-કૃત વેદના* ⭕
~~~~~~~~
ક્ષેત્ર-કૃત વેદના ૧૦ પ્રકારની છે...
👉૧. *અનંતી ક્ષુધા (ભૂખની વેદના)*
👉૨. *અનંતી તૃષા (તરસની વેદના)*
👉૩. *અનંતી ઠંડી (શીત વેદના)*
👉૪. *અનંતી ગરમી ( ઉષ્ણ વેદના)*
👉૫. *અનંતો દાહ (બળતરા વેદના)*
👉૬. *અનંતો જ્વર (તાવની પીડા)*
👉૭. *અનંતો ભય (ડર ની વેદના)*
👉૮. *અનંતી ખણજ (ચળ વેદના)*
👉૯. *અનંત પરવશતા (પરાધીનતા વેદના)*
👉૧૦. *અનંતો શોક (કરુણ રુદન વેદના)*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૯*
💢 *નારકીજીવો ની ક્ષેત્ર-કૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
ક્ષેત્ર-કૃત વેદના દશ પ્રકારની તત્વાર્થ સૂત્રમાં દર્શાવી છે...
👉 *૧. ભૂખની વેદના*
નારકી જીવોને ભૂખની વેદના એટલી બધી સખત હોય છે કે એક જ નારકીય જીવ આખી દુનિયાના બધા અનાજ,ફળ,ફૂલ,મીઠાઈ વગેરે ખાવાલાયક બધી ચીજો ખાઈ જાય તો પણ ભૂખ શાંત થાય નહિ..😭
ગમે તેટલું ખાવા છતાં પણ એમની ભૂખ એવી તિવ્ર હોય છે કે શાંત થતી જ નથી પણ વધતી જાય છે..
દયામણી નજરે પરમાધામી ને કાકલુદી કરે છે કે હજુ કંઈક ખાવાનું આપો..પણ એનું ત્યાં કોણ સાંભળે..
આવી અતિ સખત ભૂખમાં ભડભડતા..પોકાર કરતા..ચીસો પાડતા પોતાના ઘણા મોટા આયુષ્યને આ રીતે પૂરા કરે છે..
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૧૦*
💢 *નારકીજીવો ની ક્ષેત્ર-કૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
👉૨. *તરસની વેદના*
આહાહા..!!!!તરસની અતિશય વેદના..
દુનિયાભરના સર્વ કૂવા,વાવ,તળાવ,સરોવર,નદીઓ,દ
કંઠ,તાળવું,જીભ અને હોઠ કાયમ સુકાયા કરે..😭
દુ:ખ ટાળવા જાય તેમ તેમ દુ:ખ વધતું જ જાય..😭
આમ જ ભૂખ અને તરસથી તરફડતા અને પરમાધામી નો માર સહન કરતા પોતાના મોટા અાયુષ્યને પૂર્ણ કરે છે...😭
👉૩. *શીત વેદના*
શીત વેદના પણ એટલી જોરદાર ભોગવે કે અહીંના માનવના ભવમાં, શરદીના પ્રકૃતિવાળો હોય, દમ, ખાંસી, આદિની પીડા કાયમ અનુભવતો હોય..જરા પણ ઠંડો પવન અાવે તે સહન કરી શકતો ન હોય એવા માણસને પોષ કે મહામાસની અતિશય શીતળતાવાળી રાત્રીમાં, ઘણી ટાઢ વાતી હોય, ચારે તરફથી શીતળ પવનનાં ઝાપટાં આવતાં હોય, હિમ પડતો હોય અને ઊંચામાં ઊંચી પર્વતની ટોચ ઉપર તદ્દન ઉઘાડા શરીરે સુવડાવવામાં આવે..એને જે ટાઢની પીડા લાગે, એના કરતાં અનંતગુણી શીત વેદના ઉષ્ણ યોનિમાં ઉત્પન્ન થયેલા નારકીય જીવોને કાયમ ભોગવવાની હોય...😭
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૧૧*
💢 *નારકીજીવો ની ક્ષેત્ર-કૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
👉૪. *ઉષ્ણ વેદના*
ઉષ્ણ વેદના એટલે ગરમીની પીડા..એ પણ નારકીને બહુ સહેવી પડે..
ઠંડા પ્રદેશમાં જન્મેલો માનવ હોય, ગરમી જરા પણ સહી શકતો ન હોય..૨૪ કલાક પંખો અને એ.સી માં જ બેઠા રહ્યા હોય એવાને ગરમમાં ગરમ હવાવાળા પ્રદેશમાં, ભર ઉનાળામાં, વૈશાખ-જેઠના સખત તાપ વચ્ચે, ખેરના લાકડાના ધખધખતા કોલસા પર સુવડાવતાં જે વેદના થાય, એના કરતાં અનંતગુણી ગરમીની વેદના, નરકમાં રહેલા શીત યોનિમાં ઉત્પન્ન થયેલા નરકના જીવોને રહે.
ઉષ્ણતાની વેદના કરતાં શીતળતાની વેદના ઘણી વધારે આકરી લાગે છે..
અહિં થોડી પણ ગરમી લાગે કે તડકો લાગે આપણે ત્રાહિમામ પોકારીએ છીએ..ધડામ્ કરતી પંખાની સ્વિચ ચાલુ કરી અને અસંખ્ય વાયુકાય ના જીવો નો એક સેકન્ડમાં કચ્ચરઘાણ બોલાવી દઈએ છીએ...પણ નરક માં ધગધગતા અંગારા પર સુવડાવવામાં આવશે ત્યારે !!!!!
કર્મ કોઈને છોડતું નથી યાદ રાખજો....
👉૫. *જ્વર વેદના*
જ્વર વેદના એટલે તાવની વેદના..
એક દિવસ તાવ આવ્યો ને દોડ્યા ડોક્ટર પાસે..અભક્ષ્ય એવી ઘણી દવાઓ પણ પેટમાં પધરાવી..
પણ નરકમાં તો કાયમી તાવની પીડા રહ્યા કરે..ત્યાં તો નથી કોઈ સારસંભાળ લેનાર કે નથી કોઈ ડોક્ટર...ગમે તેટલી તાવની પીડા છતાં પરમાધામી નો માર સહન કરવાનો..😭
નીચે નીચેના સ્થાનના નારકી હોય તેમ વધારે રોગથી દુ:ખી બને છે..
*અહિં તો મારાથી જરા પણ ઠંડી કે ગરમી સહન નથી થતી...ઠંડી લાગે તરત જ તાપણું કરીએ જેમાં અગ્નિકાય ના જીવો બળીને મારી નજર સામે જ દમ તોડે છે..ગરમી લાગે તરત પંખો ચાલુ કરતા વાયુકાય ના જીવોનો કચ્ચરઘાણ બોલાવી દઉં છું...😭*
*શું આ બધાનું ફળ મારે ભોગવવું પડશે ? શું નરકમાં ધગધગતા કોલસા પર કે કાતિલ ઠંડીમાં પર્વતની ટોચ પર ઉઘાડા શરીરે સૂવાનો વારો આવશે ???😭*
🙏😭🙏😭🙏😭🙏😭🙏😭
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૧૨.*
💢 *નારકીજીવો ની ક્ષેત્ર-કૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
👉૬. *દાહ વેદના*
દાહ એટલે બળતરા...
નરકમાં રહેલા જીવોને શરીરમાં અંદરથી અને બહારથી સદાય બહુ બળતરા રહ્યા કરે...અાપણે અહિં સહેજ પણ દાજ્યા હોય તો શરીરમાં કેટલી બળતરા..!!
પણ નરકમાં તો સદાય બળતરા...અને જ્યાં જાય ત્યાં બળતરા વધારનારા સાધનો જ મળી અાવે..શાંત કરવાનું કોઈ પણ ઠેકાણું કે સાધન મળે જ નહિં..😭
👉૭. *ખણજ વેદના*
ખણજ એટલે કંડુ અથવા ચળ..
નારકી જીવોને કાયમ શરીરમાં એટલી ચળ આવે કે ગમે તેટલું ખણે, તો પણ એ પીડા મટે નહિં..😭
ચાકુ,છરી,તલવાર કે એવા અતિ તિક્ષ્ણ હથિયારો વડે પોતાના શરીરને છોલી નાખવા જેવું કરે તો પણ એને ખણજની પીડા મટે નહિં..આખું શરીર છોલાઈને લોહીલુહાણ છતાં પણ તેઓ હજી ચાકુ લઈને ખંજવાળી રહ્યા છે...અને બળતરાનો પાર નહિં.😭
👉૮. *પરવશતા*
પરવશતા પણ એટલી જ હોય છે..કોઈ પણ અવસ્થામાં એને સ્વાધિનતા જેવી વસ્તુનો અનુભવ ન થાય..સદા પરાધીન દશામાં જીવન પસાર કરે.😭
👉૯. *અનંત ભય*
નારકીજીવો સતત ભયમાં જ રહ્યા કરે...આમાંથી કષ્ટ આવશે કે પેલી બાજુથી કષ્ટ આવશે એવી ચિંતા અહોનિશ રહ્યા કરે..સદા ત્રાસ,નિર્બળતા,ગભરામણ,પાર વિનાની મુંઝવણમાં જ રહે..
કોઈ પણ જાતની શારિરિક કે માનસિક શાંતિનો લેશમાત્ર પણ અનુભવ થાય નહિં...વિભંગજ્ઞાનથી આગામી દુ:ખ જાણીને સતત ભય થી આકુલ વ્યાકુલ રહે છે..😭
👉૧૦. *શોકની પીડા*
નારકી જીવોને શોકની પીડા પણ પાર વગરની...ચીસો નાખવી,કરુણ રુદન કરવું, ઘણા ગમગીન રહેવું વગેરે દુ:ખદ સ્થિતિઓમાં જ સંપૂર્ણ જીવન પસાર થાય..😭
⭕ *આવી દસ પ્રકારની ક્ષેત્રકૃત વેદના સાતેય નારકીમાં જ્યા સુધી આયુષ્ય પૂર્ણ ના કરે ત્યાં સુધી ભોગવવાની...વિચારો અત્યારે આપણાથી સામાન્ય ઠંડી-ગરમી-ભય-તાવ-બળતરા વગેરે સહન નથી થતું અને ચીસો પાડીએ છીએ પણ નરકમાં તો સહન ન થાય એવી વેદના..!! શું આ બધું જોયા બાદ હજી પણ મન પાપના રસ્તે જ વળી રહ્યું છે ? તો તૈયાર જ રહો નરક ની વેદના સહેવા માટે..😭🙏*
🙏😭🙏😭🙏😭🙏😭🙏😭
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૧૩.*
💢 *નારકીજીવો ની પરમાધામી કૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
👉 *પરમાધામી એટલે પરમ અધર્મી...અહીં જેલરનું જે કામ હોય એવું કામ ત્યાં તેનું છે..તેઓનો સ્વભાવ બહુ જ ક્રુર હોય છે...તે નરકમાં નારકી જીવને શિક્ષા કરનાર હલકી કોટિનો દેવ હોય છે..*
નરકમાં દુ:ખ આપનારા ૧૫ પ્રકારના પરમાધામી દેવો હોય છે..જે નારકીના જીવોને અલગ અલગ પ્રકારે કારમા વિવિધ દુ:ખો આપે છે..
👉 *પંદર પરમાધામી ના નામ:-*
(1) અંબ
(2) અંબરીષ
(3) શબલ
(4) શ્યામ
(5) રુદ્ર
(6) ઉપરુદ્ર
(7) અસિપત્ર
(8) ધનુષ્ય
(9) કુંભ
(10) મહાકાલ
(11) કાલ
(12) વૈતરણી
(13) વાલુક
(14) મહાઘોષ
(15) ખરસ્વર
આ પરમાધામી ત્રણ નરક સુધી હોય છે..
આ પરમાધામી એ જીવોને તેમના પાપો યાદ કરાવી કરાવીને ઘોર-કઠોર શિક્ષા આપી રીબાવે છે..
દુનિયામાં પણ જણાય છે કે જે સહન કરે છે તે સિદ્ધિ પામે છે. સોનુ અગ્નિ સહન કરે તો ઉજ્જવળતા પામે છે. કેરી ઘાસનો બફારો સહન કરે તો મીઠાશ પામે છે,
આરસનો પથ્થર ટાંકણા સહન કરે તો લાખોને પૂજનીય પ્રતિમા બને છે. જ્યારે ટાંકણા નહીં સહન કરનાર પથ્થર પ્રતિમા બનવાના બદલે પગથિયું બનીને લોકોના પગ નીચે કચરાઈ રહ્યો છે.
જે વ્યક્તિ ભગવાનની આજ્ઞા મુજબ સહન કરતો નથી તેને પરમાધામી (રાક્ષસ)ની આજ્ઞા પાલન માટે તૈયાર રહેવું પડશે.
કોઈ પણ જીવ કોઈ પણ ગતિમાં જેવા પાપ કરે છે તે પાપના ફળ સ્વરુપ નારકી જીવો ને કેવી વેદના ભોગવવી પડે છે વિચારો..!😭
જ્યારે પાપ કરતાં શરમ ન અાવી..કોઈ જીવ પર દયા ન અાવી તો પછી તે પાપોની સજા દેવામાં પરમાધામી જીવ ને કેમ દયા આવશે??
ત્યાં પરમાધામી દેવની માફી માંગવાથી કે પગે પડવાથી કોઈ નહિં સાંભળે...એના કરતાં અહીં જ પાપ ન કરીએ તો પરમાધામી દેવ થી હજી પણ બચી શકીએ..!!
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૧૪*
💢 *નારકીજીવો ની પરમાધામી કૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
નરકમાં દુ:ખ આપનારા ૧૫ પરમાધામી દેવો હોય છે..
નારકી જીવો ઉત્પન્ન થાય એટલે પરમાધામી દેવો તરત જ ગર્જના કરતા કરતા ચારે બાજુથી દોડીને આવે છે..
પરમાધામી દેવો કોઈ પર આક્મણ કરવાનું હોય એમ દોડતા આવે છે અને બોલે છે.. *આ પાપીને મારો...જલ્દી મારો...છેદો..ભેદો..!!!*
તેઓ ભાલા,તલવાર અને બાણ વડે નારકી જીવના ટુકડા ટુકડા કરીને કુંભીમાંથી બહાર ખેંચી કાઢે છે..
*જન્મનું કોઠી જેવું સ્થાન કે જેનું મુખ સાંકડુઅને પેટ મોટું હોય છે તે કુંભી કહેવાય..*
🔅 *૭ નરકો માં શરીરની ઊંચાઈ*
==============
👉 *પહેલી નરક માં ઓછામાં ઓછી ઉંચાઈ ૩ હાથ અને વધુમાં વધુ ૩૧ હાથ.*
👉 *બીજી નરકમાં જઘન્ય ૩૧॥ અને ઉત્કૃષ્ટ ૬૨॥ હાથ*
👉 *ત્રીજી નરકમાં જઘન્ય ૬૨॥ અને ઉત્કૃષ્ટ ૧૨૫ હાથ..*
👉 *ચોથી નરકમાં જઘન્ય ૧૨૫ હાથ અને ઉત્કૃષ્ટ ૨૫૦ હાથ..*
👉 *પાંચમી નરકમાં જઘન્ય ૨૫૦ હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ હાથ.*
👉 *છઠ્ઠી નરકમાં જઘન્ય ૫૦૦ હાથ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ હાથ.*
👉 *સાતમી નરકમાં જઘન્ય ૧૦૦૦ અને ઉત્કૃષ્ટ ૨૦૦૦ હાથ.*
આવી રીતે ઓછામાં ઓછી ઉંચાઈ અને વધુમાં વધુ ઉંચાઈ આટલા હાથ હોય છે..અર્થાત આટલું મોટું તગડું અને લાંબુ પહોળું ઊંચું શરીર હોય છે..બધા નારકીજીવ નપૂંસક હોય છે.
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*
*ભાગ ૧૫*
💢 *નારકીજીવો ની પરમાધામી કૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
નારકીજીવોનું જન્મનું સ્થાન કોઠી જેવું કે જેનું મુખ સાંકડુ અને પેટ મોટું હોય છે...
વિચારો પરમાધામી દેવ ૨૦૦૦ હાથની ઉંચાઈ વાળા નારકીજીવ ને આ સાંકડા મુખમાંથી કટકા કરી કરીને બહાર કાઢે છે ત્યારે આ જીવ અત્યંત આક્રંદ કરે છે..😭
બધાજ નારકીજીવો નપૂંસક હોય છે અને નપૂંસકો માં વિષય વાસના અતિ તિવ્ર હોય છે.અતિ કામવાસના ને કારણે ખૂબ ધમાલ કરે છે..
*પારા જેવું શરીર હોય છે એક બે વખત કે ૫૦-૧૦૦ વખત કોઈ કાપે તો પણ મરતા નથી.જેવી રીતે પારો હાથમાંથી છૂટી નીચે વિખરાઈ જાય અને ફરી એકઠો કરવાથી પાછો હતો એવો થઈ જાય તેવું જ નારકીનું શરીર હોય છે..*
*પરમાધામી હાથ પગ કાપીને ચારે બાજુ ફેંકી દે તો પણ થોડીવારમાં ભેગું થઈને એક થઈ જાય છે અને ફરી નારકી બિચારા ભાગવા દોડવા જાય ત્યાં તો પરમાધામી એને પકડી લે છે..*
નિષ્ઠુર હ્રદયવાળા પરમાધામી તેને શૂળી ઉપર ચઢાવે છે..ત્યાંથી કાંટાના ઢગલામાં પછાડે છે..ભડભડતી વજ્ર અગ્નિની જેવી ચિત્તામાં ફેકે છે...
આહાહા...!!!!!
પાપ કરવામાં તો આપણે ખૂબ જલસા કર્યા પણ આ પાપ ઉદયમાં આવતા શી દશા થઈ...😭
👉 *અહીં તો કોઈ સાથે વેર બંધાણું યા કોઈ જીવ જંતુની મનથી પણ કેટલીવાર હત્યા કરી નાખી હશે આપણે વિચારો...!!! શું પરિણામ ભોગવવું પડશે જ્યારે આ બધા પાપો ઉદયમાં આવશે ત્યારે ❓ એનો ડર શું આ બધું જોયા પછી પણ નથી લાગતો તમને ❓😭*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
*ભાગ ૧૬*
💢 *નારકીજીવો ની પરમાધામી કૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
જેવા નારકીજીવો પોતાનો જીવ બચાવવા દોડવા જાય છે ત્યાં તો પરમાધામી દેવ એમને પકડી લે છે..
*આકાશમાં ઉંચે લઈ જઈને ઉંધે મસ્તકે નીચે પછાડે છે...નીચે પડતા તેને વજ્રમય શૂળી-સોયોથી વીંધી નાખે છે...એક શૂળીમાં એકસાથે કેટલા નારકીજીવોને વીંધી નાખે છે..*
ગદા વગેરેથી મારે છે...આખા શરીરના ટુકડા કરીને અંગોપાંગ ભાંગી નાખે છે..નારકીના જીવોને એક મિનિટ માટે શાંતિ નથી હોતી..
*બીજીબાજુ આયુષ્ય એટલું નિરૂપક્રમવાળું હોય છે કે આત્મહત્યા કરવા જાય તો પણ મરી શકતા નથી..સાત નરક પૃથ્વીના ૧૩-૧૧-૯-૭-૫-૩-૧ = ૪૯ આવી રીતે ૪૯ પ્રતરોની સાત નરકમાં અસંખ્ય નારકી જીવો રહે છે..આ નારકી કુબડા શરીરવાળા હોય છે..તેમનો રંગ નિકૃષ્ટ મલિન હોય છે...તેમની ચાલ ગધેડા અને ઊંટ જેવી વિચિત્ર હોય છે..રડતા વિલાપ કરતા અને ચીચીયારીથી ચિલ્લાતા, હંમેશા ભયંકર અવાજ કરતા હોય છે..😭*
👉 *માંડવ્ય ઋષિની કથા સાંભળી છે ને તમે ❓ માંડવ્ય ઋષિનો આત્મા પૂર્વના એકવીશમાં ભવે ભરવાડ હતા..ત્યારે એના માથામાં એક વખત જૂ કરડી. એટલે તે જૂ ને પકડીને બોલ્યા કે, "તે મારૂં લોહી પી ને ગુનો કર્યો છે..જેમ રાજા ગુનેગારને શૂળીની સજા આપે તેમ હું પણ તને શૂળીની સજા આપું છું." એમ બોલી તેણે એક તીક્ષ્ણ શૂળ જૂ ના શરીરમાં ઘોંચી દીધું...આ પ્રમાણે કરેલી હત્યાથી તેને લાગલગાટ વીસ ભવ સુધી શૂળીની જ શિક્ષા થઈ..*
🔅 *કર્મ કોઈને છોડતું નથી એક નાની એવી જૂ ની હત્યા પણ કેટકેટલા ભવ સુધી શૂળીએ ચડાવે છે જોયું ને ?
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૧૭*
💢 *નારકીજીવો ની પરમાધામી કૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
પારા જેવું નરકજીવોનું શરીર...ગમે તેટલી વખત પરમાધામી દેવ એના રાઈ જેવડા ટુકડા કરે તો પણ થોડીવાર માં ફરી ઊભા થઈને ભાગવા લાગે...
*ઘાણીમાં તલની જેમ પીલે છે...તેના કાન કાપી નાખે છે..હાથ-પગ ફાડી ને દૂર દૂર ફેકી દે છે..છાતી બાળી નાખે છે..નાક પણ કાપી લે છે...*😭
*શરીરમાં ખૂબ ઝખમ આપે છે અને પડેલા એ ઘા ઉપર મીઠું ભભરાવે છે..ખાવા માટે જાનવરોના સડેલા ક્લેવર જેવા પુદગલો આપે છે..અત્યંત દુ:ખ-પીડાથી ઘેરાયેલા નારકી જીવો રડતા...ચિલ્લાતા...ભયંકર અવાજ કરતા ચારે દિશામાં રક્ષણ શોધે છે...પણ કોઈ સહાયક કે રક્ષક દેખાતું નથી..*😭
*કેટલાક પરમાધામીઓ નારકીજીવના શરીરના ટૂકડા ટૂકડા કરીને ઊકળતા કડકડતા તેલમાં ભજીયાની જેમ તળે છે...અહીં તો થોડું શરીર દાઝયું કે ચીસાચીસ...પણ જ્યારે તેલમાં તળશે ત્યારે શું થશે ?😭*
*મોટા મોટા ચૂલામાં કઢાઈમાં, અત્યંત ગરમ રેતીમાં જીવતા માછલાની જેમ ભુંજી નાખે છે..*😭
*તેના જ શરીરનું માંસ કાઢીને તેને જ ખવડાવે છે..ભઠ્ઠીમાં ચણા,સીંગ વગેરે ફોડે તેમ પરમાધામીઓ ભઠ્ઠી કરતાં અનંતગણી તપેલી રેતીમાં એને ભુંજી-શેકી નાખે છે.*😭
*કેટલાક પરમાધામીઓ નારકીજીવોને તપાવેલી લોખંડની નાવડીમાં બેસાડે છે..*😭
*ચરબી-માંસ-પરૂ-હાડકા જેવી ખદબદતી, ઘણી ખારવાળી, કડકડતા લાવારસના પ્રવાહવાળી અને અત્યંત ઉષ્ણ સ્પર્શવાળી નદીમાં નારકીઓને ડૂબાડે છે..ચલાવે છે..*😭
👉 *આંખ ખુલ્લી રાખીને મજેથી પાપ કરી રહ્યા છો ને❓પણ ક્યારેક એકાંતમાં આંખ બંધ કરીને આ કરેલા પાપ નરકમાં કેવી કેવી યાતના આપશે વિચારશો તો પણ કાંપી ઊઠશો...ક્ષણિક આનંદ માટે જે પાપ કરી રહ્યા છીએ તે ઉદયમાં આવ્યા ત્યારે શું થશે❓😭🙏*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૧૮*
💢 *નારકીજીવો ની પરમાધામી કૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
પાપ કરતા ક્યારેય મન ના પાછું ફર્યું તો સજા આપતા પરમાધામી દેવ કેમ પાછા ફરે❓
*નરકની એ સહન ન કરી શકાય એવી પીડાથી ત્રાસેલા નારકીજીવોને શરીરમાંથી ચામડી-માંસ વગેરે કાઢીને અગ્નિમાં પકાવી તેના જ મોંઢામાં બળાત્કારે ખવરાવે છે..તેનું જ લોહી તેને પીવડાવે છે..😭*
*લોખંડની પાઈપ વગેરેથી મારે છે..ઊંધા માથે લટકાવીને નીચે ભડભડતો અગ્નિ સળગાવે છે..*
*દોરડાથી બાંધીને વજ્રની ભીંત સાથે, ધોબી કપડા ધોતી વખતે પત્થરની શીલા ઉપર પછાડે તેમ પછાડે છે..😭*
*વાઘ-સિંહ જેવા વિકરાળ પ્રાણીના પંજા વગેરેના પ્રહારથી ત્રાસ આપે છે..આંખો બહાર કાઢી નાખે છે...મસ્તક છોલી નાખે છે..😭*
👉 *નારકોને જ્યારે કુંભીમાં પકાવવામાં આવે છે ત્યારે ૫૦૦/૫૦૦ યોજન ઊંચે ઊછળે છે..ત્યાંથી પાછા પૃથ્વી પર પટકાય છે...શરીરના ટુકડે ટુકડા થઈ જાય છે...ફરી પેલા જેવું શરીર બની જતા ફરી તેને કુંભીમાં પકાવવામાં આવે છે...😭*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૧૯*
💢 *નારકીજીવો ની પરમાધામી કૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
પરમાધામીઓ એ નારકીજીવોને તેમના પાપ યાદ કરાવી કરાવીને સજા આપે છે..
*પૂર્વભવમાં હોંશે હોંશે કરેલા રાત્રિભોજન, માંસ મદિરા આદિના ટેસ્ટ પાછળ લંપટ થયેલા, હોંશે હોંશે કઠોર હ્રદયે અભક્ષ્યના ભક્ષણ કરનારાને એની સજારૂપ મોંઢામાં કીડીઓ ભરીને મોઢું સીવી નાખે છે..😭*
*એના મોંઢામાં ભયંકર સર્પ, વીંછી જેવી તથા વિષ્ટાથી અનંતગણી અશુભ અને દુર્ગંધવાળી વસ્તુઓ નાખે છે..*
*સ્વાદની લોલુપતાથી નિષ્ઠુર બનીને અપેયમાન- ઈંડાની કેકવાલા - જીલેટીનવાળા આઈસ્ક્રીમ આદિમાં બહુ મજા આવતી હતી ને ❓ એમ યાદ કરાવીને ધગધગતા સીસા જેવું પ્રવાહી નારકના મોંઢામાં રેડે છે..😭*
*પરસ્ત્રીલંપટ અને વિષયાસક્ત જીવોને તાંબાની તપાવેલી ધગધગતી પૂતળીઓનું આલિંગન કરાવે છે..*
રાત દિવસ દુ:ખથી પીડાતા નારકો એક શ્ર્વાસ પણ સુખપૂર્વક લઈ શકતા નથી...એમના લમણે કેવળ દુ:ખ જ લદાયેલું છે...
*નારકના જીવોને પછાડવામાં આવે..કાપવામાં આવે..તળવામાં આવે..ભેદવામાં આવે..બાળવામાં આવે..શેકવામાં આવે..તોડવામાં આવે..ઓગાળવામાં આવે તો પણ અશુભ વૈક્રિય પુદગલો પાછા પારાના રસની જેમ હતા એવા થઈ જાય છે..*
તેઓ દુ:ખથી કંટાળીને મરવા ઈચ્છે તો પણ પોતાના નિરૂપક્રમ અાયુષ્યની પૂર્ણાહુતિ પૂર્વે મરી શકતા નથી..ઘણો ઘણો કાળ આ ઘોર પીડા - વેદનાઓ તેઓને રડતા રડતા અનિચ્છાએ સહવી જ પડે છે...
👉 *નરકમાં પરમાધામી કૃત વેદના અહીં પૂર્ણ થાય છે જે એક થી ત્રણ નરક સુધી હોય છે.. હવે આપણે અનોન્યકૃત વેદના જોશું..*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૨૦*
💢 *નારકીજીવો ની અનોન્યકૃત વેદના* 💢
••••••••••••••••••••••••••
*અનોન્યકૃત વેદના એટલે પરસ્પરોદીરિત વેદના...*
*પરસ્પર વેર ઉત્પન્ન થાય છે..ત્યાં પરસ્પર લડવું ઝગડવું આદિ સતત ચાલું રહે છે..એકબીજાને મારવું કાપવું સતત ચાલે છે..ભયંકર યુદ્ધ જેવું વાતાવરણ સદા રહે છે..ઉંદર બિલાડાની જેમ દુશ્મનની જેમ બધા એકબીજાને મારવા જ ઈચ્છે છે..*
*સાત નરકમાંથી માત્ર પહેલી ત્રણ નરકમાં જ પરમાધામી ત્રાસ આપે છે..અહીં પરમાધામી દેવ નથી હોતા..તેવી ૪,૫,૬,૭ આમાં પરમાધામી દેવ ત્રાસ આપવા જતા નથી..૧ થી ૫ નરકમાં પરસ્પર લડે છે..આમ પરમાધામીકૃત પીડા માત્ર ૧ થી ૩ નરકમાં હોવા છતાં પણ શસ્ત્રકૃત વેદના તો ૧ થી ૫ નરકમાં છે..*
*છઠ્ઠી - સાતમી નરકમાં નારકી જીવો વૈક્રિય શરીર બનાવીને એકબીજાના શરીર માં પ્રવેશીને ભયાનક વેદના કરે છે..આ અન્યોન્યકૃત વેદના માત્ર છઠ્ઠી-સાતમીમાં જ નહિં પણ સાતે નરકમાં હોય છે..ક્ષેત્રવેદના પણ સાતેય નરક માં હોય છે..*
*જેમ મનુષ્યલોકમાં એક શેરીના કૂતરા બીજી શેરીના કૂતરાને જોઈને સામસામા ઘસે છે, ભસે છે અને ભુરકીયા કરે છે તેમ નારકીઓ પણ પરસ્પર ક્રોધથી ધમધમતા એકબીજા સામે ઘસે છે, ઘુરકીયા કરે છે, ઝગડે છે, મારે છે, છેદે છે, દુ:ખ આપે છે કારણ કે તેઓને પરસ્પર જન્મજાત વૈર હોય છે..*
*ભાલા તલવાર બાણ તેમજ હાથ - પગ કે દાંતના પ્રહારથી એકબીજાના અંગોપાંગ છેદાઈ જાય છે અને કતલખાનામાં કપાયેલા અંગોપાંગવાળા પશુઓની જેમ તરફડીયા મારે છે..એક તો ઘોર અંધારી નરક અને તેમાં પણ એકબીજા સાથે સતત ટકરાઈને લડે છે..ડરાવવું લડાવવું સતત ચાલું રહે છે..*
👉 *ઉત્તરોત્તર નીચે નીચેની નરકમાં દુ:ખ પીડા - ત્રાસ અનુક્રમે તીવ્ર, અતિ તીવ્ર, અતિ અતિ તીવ્ર હોય છે..દેહમાન તથા આયુષ્ય અધિક હોય છે..*
👉 *જુગાર, માંસ, દારૂ, વૈશ્યાગમન, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન આ સાત વ્યસન જીવને નરકમાં ઘસડી જાય છે..*
*હે જીવ..!!!🙏*
*ભૂખ તરસથી પીડાતા પાપી નારકીજીવો નરકમાં જ્યાં ફીણવાળા લોહીની નદી વહી રહી છે તે નદીના લોહી જેવા પ્રવાહી પુદગલો પીવા પડશે..નરકાવાસની દિવાલો ધારદાર તીક્ષ્ણ તલવાર વગેરે શસ્ત્ર જેવી છે જ્યાં ટેકો દેવાથી પણ શરીરના પુદગલ છૂટા પડતા ભયાનક વેદના થશે..*
👉 *જે મમ્મી - પપ્પા- ભાઈ- બહેન-પત્ની-પરિવાર માટે તું પાપ કરીને નરકમાં પહોંચીશ ત્યાં તેમાંની કોઈ વ્યક્તિ બચાવવા નથી આવવાની..😭આ રીતે પાપીજીવોની પીડા અનેક પ્રકારની છે..!! આ પીડાનું વિસ્તારપૂર્વક વર્ણન કરવાથી શું ❓ અર્થાત્ ગમે તેટલું વર્ણન કરીએ તો પણ ઓછું છે..😭🙏*
👉💢 *શું વિચારો છો ❓ પરમાધામી દેવ કે જે હસતા હસતા નારકીજીવો ને પીડા આપી રહ્યા છે શું એને કર્મસત્તા કોઈ સજા નહિ કરે❓ કર્મસત્તા તો કોઈને છોડતી નથી...અાગળ આપણે જોશું કે કર્મસત્તા આ પરમાધામી દેવ ને શું સજા અાપે છે❓🙏*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૨૧*
💢 *પાપ કરવાના અને ન કરવાના ફળ.* 💢
••••••••••••••••••••••••••
એક વખત કેવળજ્ઞાની ભગવંતને બે સજ્જનોએ પ્રશ્ન પૂછ્યો કે, *અમારા બન્નેના ભાવિ ભવ કેટલા થશે તે સંખ્યા કૃપા કરી જણાવશો❓*
કેવલજ્ઞાની ભગવંતે એકને કહ્યું કે, *"હવે તારા સાત જ ભવ બાકી છે..એટલે કે હવે તારે સાત જ જન્મ લેવા પડશે."* અને બીજાને કહ્યું કે, *"તારે હજી અસંખ્ય ભવ બાકી છે એટલે તારે હજી અસંખ્યવાર જન્મ લેવા પડશે."*
આ સાંભળીને બન્નેને આશ્ચર્ય થયું...
👉 *હવે કથાની સાચી શરૂઆત થાય છે ધ્યાન દઈને વાંચજો કે પાપ કરવાનું અને ન કરવાનું શું ફળ બન્નેને મળે છે..!!!*
*પેલો તો હવે માત્ર સાત જ ભવ બાકી રહ્યા છે તે સાંભળીને ખૂબ આનંદમાં ઉછળી રહ્યો છે..કારણ કેવલી ભગવંતના બોલેલા શબ્દો ક્યારેય ગલત પડે નહિ..હવે મારે સાત જ ભવ કરવાના છે અને અામ પણ મારો અા ભવ માં તો મોક્ષ થવાનો નથી તો પછી શા માટે હું નકામી ધર્મ અારાધના કે તપશ્ચર્યા કરૂ ? શું મળવાનું છે આમ ભગવાન પાસે કલાક બેસીને કે શું મળવાનું છે આ મોજ શોખની દુનિયા છોડીને આ ન ખાવું તે ન ખાવું કરીને...અરે ! ફરી માનવ અવતાર મળ્યો ના મળ્યો કોને ખબર પણ આ જન્મમાં તો હવે મારે કોઈ શોખ પૂરા કરવાના બાકી નથી રાખવા..અામ પણ મારા સાત ભવ તો નક્કી જ છે તો પછી નિરર્થક અા ધર્મ-ધ્યાન માં શું ભવ બગાડવો❓આમ પણ મોક્ષ તો સાતમા ભવે જ થવાનો છે તો અાજથી ધર્મ-ધ્યાન કરીને શું કરવું છે❓ઠીક છે ચાલો મને પાપ લાગશે તો પણ શું સાત ના આઠ ભવ તો થવાના નથી કે હું ધર્મ કરૂં તો કાંઈ સાતના છ ભવ પણ થવાના નથી..❗ આમ વિચારીને પેલો તો રાચીમાચીને પાપ કરવા લાગ્યો...*
*જ્યારે બીજો તો અસંખ્ય ભવ સાંભળી ને ધ્રુજી ઉઠ્યો...ઓહ ! હજી મારે અસંખ્ય ભવ અામ જ ભટકવા પડશે❓😭પેલો તો સાત ભવમાં મોક્ષે જશે અને હું અસંખ્ય ભવ સુધી ભટકતો રહીશ...આ વિચાર આવતા જ તે સજ્જન પાપભીરૂ બનીને ધર્મ આરાધના કરવા લાગ્યો ..૨૪ કલાક બસ ધર્મ આરાધના માં જ લીન..કોઈ પણ પ્રકારનું પાપ ક્યારેય ન કરવાનું નક્કી કરીને નિષ્પાપ જીવન જીવવા લાગ્યો..ધર્મ આરાધના માં ભૂતકાળના પાપો ધોવા લાગ્યો અને નવા પાપ ન બંધાય એના માટે સજાગ રહેવા લાગ્યો..*
થોડા વર્ષો પછી ફરી એ કેવલી ભગવંત મળ્યા આ વખતે ફરી પ્રશ્ન પૂછ્યો, *"અમારા બન્નેમાંથી કોણ પહેલા મોક્ષે જશે ❓"*
*આ સાંભળીને ભગવંત આપ હસી પડશો કે આમાં પૂછવાનું શું હોય સાત ભવ વાળો પેલા મોક્ષે જશે અને અસંખ્ય ભવ વાળો પછી મોક્ષે જશે ગણિત સાવ સ્પષ્ટ જ છે...છતાં આ સજ્જન ને હજી આ વાત સમજાતી નથી તો ભગવંત અાપ જ એમને સમજાવો...પેલો સજ્જન આ પ્રમાણે કેવલી ભગવંતને કહે છે.*
*કેવલી ભગવંતે જવાબ આપ્યો કે અસંખ્ય ભવવાળો પેલા મોક્ષે જશે અને સાત ભવવાળો પછી મોક્ષે જશે...*
*પેલા સજ્જનના તો હોશકોશ ઊડી ગયા કે અામ કેવી રીતે બની શકે❓મારે તો સાત જ ભવ બાકી છે જ્યારે એના તો હજી અસંખ્ય ભવ બાકી છે તો તે પેલા મોક્ષે કેમ જશે❓*
*કેવલી ભગવંતે કહ્યું કે, આ વાત બિલકુલ સાચી છે...આ સજ્જન સાત ભવ પાપ કરીને એટલા લાંબા અને મોટા મોટા કરશે જેમ કે સાતમી નરકના ૩૩ સાગરોપમનો એક ભવ..આવા મોટા મોટા સાત ભવ કરશે..જ્યારે તેની સામે અસંખ્ય ભવવાળો નાના નાના કેટલાયે ભવ કરીને અલ્પ સમયમાં મોક્ષે જશે..હા સંખ્યામાં ફરક નહિ પડે પણ કાળ બહુ લાંબો ચાલશે..*
*હવે તમે વિચારો કર્મસત્તાનું ગણિત કેવું ચાલે છે...કર્મસત્તાનો ન્યાય કેવો છે અને ન્યાયનું ત્રાજવું કેવું છે..?? બિલકુલ ચોખ્ખો ન્યાય બસ આપણી અલ્પબુદ્ધિ સમજી ન શકે એવું ગણિત..🙏*
*તમે પણ ક્યાક અત્યારે એવું તો વિચારી નથી રહ્યા ને કે માનવ જન્મ મળ્યો છે તો મોજ-મજા કરો...ધર્મ તો પાછળની ઉંમરમાં કરશું...અત્યારે કાંઈ માળા હાથમાં લઈને બેસવાની ઉમર થોડી છે અમારી...તો તમને એટલું જ પૂછવું કે શું તમને ૧૦૦% ખબર છે કે તમારૂં મોત ક્યારે ક્યા સમયે આવવાનું છે ? નથી ખબરને ❓તો પછી તો આપણી પણ દશા પેલા સજ્જન જેવી જ થશે જે પાપ કરવામાં એટલો ડૂબી ગયો કે સાત ભવ પણ એટલા મોટા થઈ ગયા કે અસંખ્ય ભવની આયુવાળા પહેલા મોક્ષે જતા રહેશે જ્યારે તે નરકમાં સડશે.😭🙏*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૨૨*
💢 *પરમાધામી દેવ નો નવો ભવ.* 💢
**************************
*આ પરમધામી દેવો મૂળ તો ભવનપતિના અસૂરકુમાર નિકાયના દેવો છે...*
*નારકના જીવો શસ્ત્રો વગેરે ગ્રહણ કરીને એક-બીજા સાથે લડતા હોય ત્યારે તેમને આવી રીતે લડતા જોઈને પરમાધામી દેવો ખુશ થાય...અટ્ટહાસ્ય કરે...જીવોને પરસ્પર લડતા જોઈને જે આનંદ આવે છે તેવો આનંદ પરમાધામી દેવને અત્યંત રમણીય વસ્તુને જોવામાં પણ આવતો નથી..*
*આવી ભયાનક નરકોમાં ત્રાસ અાપનારા પરમાધામી દેવો પણ પોતે કર્મો બાંધીને ભારે બને છે...તેમની અવળી મતિ, બીજાને હેરાન કરવાનો ભાવ...તેમાં આવતો આનંદ તેમને ચીકણા કર્મો બંધાવે છે...હા !! કોઈએ તેમને આવું કાર્ય સોંપ્યું હોત તો પરાણે પરાણે આ કાર્ય રડતાં રડતાં પણ કરતા હોત...પરંતુ બીજાને પીડા આપવાના પોતાના કુસંસ્કારોના જોરે જ તેઓ બીજાને ત્રાસ આપવાનું કાર્ય કરી રહ્યા છે..તેમાં તેઓ પુષ્કળ આનંદ પણ અનુભવી રહ્યા છે..રાંચી માચીને પાપકર્મો બાંધી રહ્યા છે..તેના ઉદયે ભયાનક દુ:ખી બનતાં તેઓ કેવી રીતે અટકી શકે ?*
👉 *યાદ રહે કે જે ખરાબ કાર્ય કરતાં પાપ બાંધીએ ત્યારે જો તે કાર્ય રડતાં રડતાં વેઠ વાળીને કરીએ..ન છૂટકે કરવું પડે માટે કરીએ તો બંધાતું પાપ ઘણું નબળું બંધાય..ભયંકર પીડા ન આપી શકે.પણ રાજીપા સાથે કરેલા ખરાબ કાર્ય વખતે તીવ્ર પાપકર્મ બંધાય છે, તેના ઉદયે ઘણી તકલીફ સહન કર્યા વિના નહિ ચાલે..*
👉 *કદાચ તીવ્ર ભાવે પાપ થઈ જાય તો છેવટે ત્યારપછી પણ તે પાપોનો પસ્તાવો કરવો..આ પસ્તાવો વધુ તીવ્ર બને તો તે પાપોની સાથે ભૂતકાળમાં બંધાયેલા બીજા પણ અનંત પાપોને ખતમ કરી દે છે...માટે પાપો થઈ ગયા પછી તેનો પસ્તાવો કરવાનું કદી ભૂલવું નહિ..ભૂલેચૂકે પણ કરેલા કે થઈ ગયેલા પાપોની પછીથી પણ પ્રશંસા ન કરવી..પ્રશંસા કરવાથી કરેલા પાપો વધુ મજબૂત થવા લાગે છે..*
*આ પરમાધામી દેવો નારકી જીવો ને સતત ભયાનક ત્રાસ આપવાનું ખરાબ કાર્ય કરે છે.આવું ખરાબ કાર્ય પણ હસતાં હસતાં કરે છે, તેમાં આનંદ માણે છે, પછી પણ તેનો પસ્તાવો કરતા નથી. પરિણામે ચીકણા પાપકર્મો બાંધે છે. પરમાધામી દેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ થતાં, પોતાના કર્મોનો પરચો અનુભવવા તેણે તેવો નવો ભવ સ્વીકાર્યા વિના નહિ ચાલે...આગળ આપણે જોશું કે પરમાધામી દેવ આયુષ્ય પૂર્ણ થતાં ક્યાં ઉત્પન્ન થાય છે...*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૨૩*
💢 *અંડગોલિક મનુષ્યો*💢
••••••••••••••••••••••••
*આપણા આ જંબુદ્વિપને વીંટળાયેલા લવણ સમુદ્રમાં જ્યાં ગંગા અને સિંધુ નામની મહાનદીઓ પ્રવેશ કરે છે, ત્યાંથી દક્ષિણ દિશામાં વેદિકાથી પંચાવન યોજન દૂર ગયા પછી, હાથીના કુંભસ્થળનાં આકારનો સાડા બાર યોજનવાળો અને સાડા ત્રણ યોજન ઊંચો એક દ્વિપ છે.*
*આ દ્વિપમાં અતિઘનઘોર ૪૭ ગુફાઓ છે.આ ગુફાઓમાં જળચર અંડગોલિક મનુષ્યો રહે છે.*
*પરમાધામી દેવો આયુષ્ય પૂર્ણ થતાં લવણસમુદ્રમાં જળચર મનુષ્યો તરીકે ઉત્પન્ન થાય છે.આ જળચર મનુષ્યો અંડગોલિક કે અંતરગોલિક તરીકે ઓળખાય છે.આ મનુષ્યો વજ્ૠષભનારાચ અર્થાત પહેલા સંઘયણવાળા અને મહાપરાક્રમી હોય છે...*
*સાડા બાર હાથની લાંબી કાયાવાળા અને સંખ્યાતા વર્ષનાં આયુષ્યવાળા હોય છે.માંસ મદિરાની ભીષણ લાલસાવાળા, સ્વભાવથી જ લંપટ, કાળા વર્ણવાળા, દુર્ગંધી શરીરવાળા, ખરબચડા સ્પર્શવાળા અને ખરાબ ભાષા બોલનારા આ મનુષ્યો હોય છે.*
*રત્નદ્વિપના વેપારીઓ સમુદ્રના પેટાળમાં રહેલા રત્નો મેળવવા ઈચ્છે છે. આ રત્નો ના વેપાર વડે તેઓ અબજો સોનામહોરો કમાઈ શકે તેમ છે.આ રત્નો સમુદ્રમાંથી મેળવવા તેમાં ડૂબકી લગાવવી પડે. પણ ડૂબી ન જવાય ? મગરમચ્છ વગેરે જળચર પ્રાણીઓ ગળી ન જાય ? મારી ન નાખે ?*
*શું કરવું ? રત્નો જોઈએ છે..!!! સંપતિઓના ઢગલા કરવા છે પણ ડૂબવું નથી.મરવું નથી.*
👉 *વેપારીઓએ તેમના વડિલો પાસેથી ઉપાય જાણી લીધો છે...શું હશે આ ઉપાય તે જોઈશું પછીના ભાગમાં...*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
.🙏😭🙏😭🙏😭🙏😭🙏😭
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૨૪*
💢 *અંડગોલિક મનુષ્યો*💢
••••••••••••••••••••••••
રત્નદ્વિપ ના વેપારી ને સંપતિ જોઈએ છે પણ રત્નો તો છે સમુદ્રના પેટાળમાં...હવે કેમ મેળવવા આ રત્નો તે તેમણે તેમના વડિલ પાસેથી જાણી લીધું છે..
*પરમાધામી દેવો હવે નવા ભવમાં અંડગોલિક મનુષ્યો બન્યા છે..તેમના શરીરના અંડકોશમાં જે ગોળીઓ હોય,તે ગોળીઓ તેમને બચાવવા સમર્થ છે. ચમરી ગાયના પૂંછડાના વાળના બે છેડે અંડગોલિક મનુષ્યની ગોળી બાંધી એટલે કે વાળમાં ગૂંથી તેને બે કાન ઉપર લટકાવીને જો દરિયામાં ડૂબકી લગાવવામાં આવે તો તેના પ્રભાવે ડૂબી ન જવાય..ભયાનક જળચર પ્રાણીઓ પણ પાસે ન આવી શકે. આમ ડૂબવાથી પણ બચી જાય અને દુર્લભ રત્નો, મોતી આદિ સરળતાથી મેળવીને તેઓ દરિયામાંથી બહાર આવી શકે..*
*રત્નો મેળવવા ઈચ્છતા રત્નદ્વિપના વેપારીઓને રત્નો મેળવવા માટે આ અંડગોલિક મનુષ્યોની ગોળીઓની જરુર પડે, પણ તે મેળવવી કેવી રીતે ? તે મનુષ્યોને માર્યા વિના તેના શરીરમાંથી આ ગોળી કેવી રીતે કાઢી શકાય ? અને આ મનુષ્યોને મારવા એ ખૂબ જ દુષ્કર કાર્ય છે..કારણ કે આ મનુષ્યો બહુ જ બળવાન હોય છે...હજારો લોકોને એકલે હાથે પછાડી દે છે..*
👉 *એમને મારવાની બુદ્ધિ રત્નદ્વિપના સાહસિક રત્નવણિકો પાસે છે...તેઓ તેમને કેવી રીતે મારીને આ ગોળી મેળવશે તે હવે પછીના ભાગમાં જોશું*
*ભાગ ૨૫*
💢 *અંડગોલિક મનુષ્યો*💢
••••••••••••••••••••••••
*સમુદ્રના પેટાળમાં રહેલ રત્નો મેળવવા અંડગોલિક મનુષ્યો ને મારવા પડશે...પણ આ ક્રુર મનુષ્યોને મારવા કઈ રીતે ?🤔*
*રત્નદ્વિપના વેપારીઓ મોટા વહાણો લઈને સમુદ્રમાં આગળ વધે છે..ત્યાં સાથે લોટ દળવાની ઘંટી જેવી વજ્રમય મોટી ઘંટી સાથે લે છે...ઘંટીનું એક પડ નીચે અાડું મૂકે અને બીજુ પડ સાઈડમાં ઊભું રાખે...ઘંટીના પડ પર માંસના ટૂકડા-મદીરા-મધ વગેરે માદક દ્રવ્યો છલોછલ ગોઠવી દે..*
*તેઓને જોઈને અંડગોલિક મનુષ્યો તેમને ખાવા માટે કરીને મારવા દોડે..રત્નદ્વિપના વેપારીઓ દોટ મૂકીને દોડે..આગળ વેપારી પાછળ અંડગોલિક..પાણીમાં પણ ઠેર ઠેર માંસના પેકટો નાખતા નાખતા વેપારીઓ આગળ વધે.ચારે બાજુ માંસના ટુકડા નાખીને છેલ્લે વહાણને વચ્ચે ઊભું રાખીને પછી ઘંટીના ઊભા પડની પાછળ સંતાઈ જાય...*
*માંસની સુગંધ આવતા પેલા અંડગોલિક મનુષ્યો રસનામાં લુબ્ધ બનેલા માંસ ખાવા પોતાની ગુફામાંથી બહાર નીકળે..માંસ ખાતા ખાતા તેઓ પેલા શિલાસંપુટ સુધી પહોંચે...અંડગોલિક મનુષ્યો વહાણમાં જઈને ઘંટીના પડ ઉપર બેસીને મસ્તીથી માંસ ખાવા લાગે..*
👉 *છુપાયેલા વેપારીઓ આ તકની જ રાહ જોતા હોય છે...શું કરશે હવે આ વેપારીઓ ? શું બન્ને વચ્ચે યુદ્વ થશે ? શું અંડગોલિક મનુષ્યોને તે મારી શકશે ? શું એને મારીને ગોળી મેળવી શકશે? જોઈશું પછીના ભાગમાં..*
⭕ *નરકના દુ:ખ સાંભળતા હૈડા થરથરે*⭕
--------------------------
*ભાગ ૨૬*
💢 *અંડગોલિક મનુષ્યો*💢
••••••••••••••••••••••••
*જ્યારે બધાં જ અંડગોલિકો માંસ વગેરે ખાવામાં તલ્લીન હોય, તે જ વખતે આ વેપારીઓ સુસજ્જ યોદ્ધાઓથી સંપુટને ઘેરી લે છે..અને અચાનક ઘંટીના બીજા પડને ઊંચકીને તે અંડગોલિકોની ઉપર નાખી દે છે..*
*આ સમયે બહુ ધ્યાન રાખવું પડે, જો એક પણ અંડગોલિક તે સંપુટમાંથી બહાર નીકળી જાય તો યોદ્ધા વેપારી એક પણ જીવતા ન બચી શકે..પણ ઉપરનું પડ પડી જાય પછી બહાર નીકળી ન શકે..*
*ઉપરનું પડ પાડી દેવાથી તેઓ મરી ન જાય..મરે તો શું ? તેમના વજ્ર જેવા હાડકાં તૂટતા પણ નથી..*
*અતિબળવાન સેંકડો બળદો જોડી તે ઉપરના પડને એક વર્ષ સુધી ભમાવવામાં આવે...ઘરરર...ઘરરર..ઘંટી ફરવા લાગે.પેલો મનુષ્ય પીલાતો જાય.ચીસાચીસ ચાલે.ભયંકર પીડા - વેદના તેણે સહન કરવી પડે..કોણ તેને બચાવે ? લોહીની શેરો ઉડે !!! માંસના લોચા ઊછળે !! બચાવો..બચાવો..પણ પોકારો સાંભળનાર કોણ ?*😭
*આ એક વર્ષ (કોઈ કહે છે છ મહિના ) સુધી તેઓ જે વેદના ભોગવે છે તેનું વર્ણન કરવું પણ કપરું છે..અંડગોલિકો મરી જાય તો પણ તે ઘંટીમાં હાડકાં છૂટા પડે, પણ હાડકાં તૂટે નહિં..*
*પરમાધામી ના ભવમાં બીજાને ત્રાસ આપી બાંધેલા કર્મો ઉદયમાં આવ્યા છે...ભોગવ્યા સિવાય છૂટકો નથી. અનેકોને રડાવનારાઓને આજે પોતે રડવાનો અવસર આવ્યો છે.હસતાં હસતાં બાંધેલા કર્મો આજે રડી રડીને ભોગવવા છતાં પૂરા થતાં નથી.હજુ તો કેટલાય કર્મો ભોગવવાના બાકી છે..*
*આયુષ્ય બળવાન છે.શરીર મજબૂત છે.તેથી બે-ચાર કલાકમાં પીલાઈને ખતમ થતું નથી.જો તેમ થાત તો આ દુ:ખમાંથી તો છૂટત..!! પણ ના..!! બાંધેલા ભયાનક કર્મોમાંથી એમ કાંઈ થોડાક કલાકોમાં થોડો છૂટકારો મળે ?*
*સતત પીલવાનું ચાલું છે..જરાય દયા ખાધા વિના વેપારીઓ તેને પીલવાનું ચાલુ રાખે છે..થાકી જાય તો વારાફરતી બદલાય છે..જ્યારે આંગળીઓ વગેરે અવયવ છૂટા પડીને બહાર આવે ત્યારે જ વેપારીઓને વિશ્ર્વાસ આવે કે અંડગોલિકો મરી ગયા છે..*
*પછી પેલા વેપારીઓ ઘંટીના ઉપરના પડને દૂર કરીને તેના શરીરમાંથી બચેલા હાડકા વગેરેમાંથી શોધીને અંડકોશની ગોળીઓ મેળવી લે છે..આ ગોળીઓને ચમરી ગાયના વાળના છેડે બાંધીને, કાન ઉપર લગાડીને રત્નો મેળવવા દરિયામાં ડૂબકી લગાવે છે.આ ગોળીના પ્રભાવે દરિયામાં તેઓ ડૂબતા નથી.પરિણામે ઘણા રત્નો મેળવીને તેઓ બહાર આવે છે..*
👉 *પેલો અંડગોલિક આવી ભયાનક પીડા ભોગવીને પણ પરમાધામી તરીકેના ભવમાં બાંધેલા કર્મોમાંથી છૂટી શકે તેમ નથી..તેણે તે કર્મો ભોગવવા અહીંથી મરીને હવે નરકમાં નરકના જીવ તરીકે દુ:ખો ભોગવવા પહોંચી જવું પડે છે !*
*છે ને કર્મોની ભયાનક પરેશાની..!!
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.