ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

શત્રુંજય મહાગિરિરાજના પાંચ ચૈત્યવંદન...

Image may contain: outdoor

૦૧) જય તળેટીએ - સ્નેહભાવથી ચૈત્યવંદન

૦૨) શાંતિનાથ પ્રભુના જિનાલયે - સમભાવ ચૈત્યવંદન

૦૩) રાયણ પગલાંએ - આત્મભાવ ચૈત્યવંદન

૦૪) પુંડરીક સ્વામીના દેરાસરે - નિર્લેપભાવ ચૈત્યવંદન

૦૫) તીર્થાધિપતિ શ્રી આદિનાથ દાદાના જિનાલયે - પરમાત્મભાવ ચૈત્યવંદન

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

અંગલુછણા



પરમાત્મા ના અભિષેક પછી આવે છે અંગલુછણા

પરમાત્મા ના રૂંવાડે રૂંવાડે જ્ઞાન વહે છે

પરમાત્મા ને અંગલુછણા કરતાં પરમાત્મા પાસે જ્ઞાન ની માંગણી કરવી.

પરમાત્મા સમતા રસ ; કરુણા રસ અને ધીરતા રસ માં પ્રભુ તરબોળ છે અને આપણા ને કરવા સમર્થ છે.

પરમાત્મા ને  અંગલુછણા કરતાં આપણા ને જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી કાયા ની સંપૂર્ણતા સાંપડે છે
માટે અંગલૂછણા કરવા જોઈએ.

પરમાત્મા ના  અંગલુછણા સ્વચ્છ , નિર્મલ , શ્વેત હોવા જોઈએ.અખંડ જોઈએ.

શક્તિ સંપન્ન શ્રાવક દર મહિને  અંગલુછણા બદલે અને જૂના ને જાયણા માટે વાપરે.( પાણી ગાળવા નું ગરણું તરીકે )

જેમ આપણે આપણા લગ્ન, પાર્ટી,વગેરે પ્રસંગો માં નવા કપડાં ની ખરીદી કરીએ છે તેવી રીતે આપણા પ્રસંગો માં મૂળનાયક ના અંગલુછણા આપવા જોઈએ


અંગલુછણા કેવી રીતે ધોવા ?

અંગલુછણા ને એક મોટી ખથરોટ માં અલ્પ માત્ર માં સાબુ લઈ ને ધોવા જોઈએ.

અંગલુછણા બાથરૂમ માં ધોવાય નહિ

આપણા નાહવા ની ડોલ માં ધોવાય નહિ

અંગલુછણા ને આપણે જ્યાં કપડાં સુકાવ્યે ત્યાં પણ ના સુકાવાય તેની દોરી અલગ જોઈએ

ભેજવાળા વાતાવરણ માં ના સૂકાવાય, તડકો આવતો હોય તેવું જગ્યા એ દોરી જોઈએ.

ધોયેલું પાણી ને ખુલ્લી જગ્યા એ વેડી નાખવું

ગટર માં પાણી નખાઈ નહિ

અંગલુછણા ને ખંખેરાય નહિ ( વાયુકાય જીવો ની હિંસા છે )

પહેલું અંગલુછણા - સમ્યગ દર્શન માટે

બીજું અંગલુછણું - સમ્યગ જ્ઞાન માટે

ત્રીજું અંગલુછણું - સમ્યગ ચરિત્ર માટે 🙏🏻

પરમાત્મા આપણા બધા ને એમની કરુણા ના રસ માં ડુબાડી ને આપડો અનંતો સંસાર ઓછો કરે

જો એની કરુણા હસે ને તો લાખ ભવ એમના શાશન માં નીકળી જશે.

પરંતુ એમની કરુણા નહિ હોય અને એક ભવ પણ અન્ય ધર્મ માં થશે તો આકરો લાગશે.

માટે એની કરુણા જરૂરી છે.

અને આની માટે અંગલુછણા  જરૂરી છે 🙏🏻

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

વિશ્વની અદ્ભુત અજાયબી સમાન સુખડના લાકડા મા થી નિર્મિત શ્રી નેમીનાથ દાદા ના પ્રતીમાજી...

Image may contain: text

શત્રુંજય નવ-ટુંક ની નરશી-કેશવ ની ટુંક ની ભમતી ની દેરી મા બિરાજમાન વિશ્વની અદ્ભુત અજાયબી સમાન સુખડના લાકડા મા થી નિર્મિત શ્રી નેમીનાથ દાદા ના પ્રતીમાજી....
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

બીજ ના ચંદ્ર દર્શન કેમ 🌙



બીજ ના ચંદ્ર દર્શન કેમ 🌙

ચંદ્ર ઉપર ૪ શાશ્વત પરમેશ્વર
( ઋષભ ;  ચંદદ્રાનન; વારિશેન ; વર્ધમાન )
ના જિનાલય છે.
બીજ ના દિવસે આ જીન મંદિર ના દ્વાર ઊઘડે છે. અને જીન મંદિર મા રહેલા જીન ને વંદના કરવાની છે માટે ચંદ્ર દર્શન કરવાના છે.

 બીજી રીતે એ પણ વિચારી શકાય કે આ ચંદ્રની શીતળતા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ પ્રભુ સીમંધર સ્વામીને પણ શીતળતા અર્પી રહ્યો હશે જે આપણા થી બિલકુલ નજીક છે.....

આથી
ભાવના ભાવવાનું છે કે  મને પણ શાશ્વત સુખ મળે ( મોક્ષ ).

શાશ્વતા જિન એટલે

👉દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ભરત , ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રના તીર્થંકરોમાં " શ્રી ઋષભ , ચંદ્રાનન , વારિષેણ અને વર્ધમાન " એ ચારે નામવાળા તીર્થંકરો અવશ્ય હોય છે. તેથી એ નામો પ્રવાહ રૂપે શાશ્વત છે. તેથી જ શાશ્વત બિબોંના નામ શ્રી ઋષભ , ચંદ્રાનન , વારિષેણ અને વર્ધમાન રાખવામાં આવેલાં છે.

શ્રી સ્થાનાંગ સૂત્રના ચોથા સ્થાનના બીજા ઉદ્દેશમાં સૂત્ર 307 માં આ ચાર તીર્થંકરોની પ્રતિમા નદીશ્વર દ્વીપમાં હોવાનો ઉલ્લેખ છે , તે નીચે મુજબ છે.

" તે મણિપીઠિકાઓની ઉપર સર્વરત્નમય , પર્યકાસને બિરાજમાન અને સ્તૂપની અભિમુખ ચાર જિન પ્રતિમાઓ રહેલી છે. તેનાં નામો " ઋષભ , ચંદ્રાનન , વારિષેણ અને વર્ધમાન " છે.

ભરતક્ષેત્રમાં જે 24 તીર્થંકરો થઈ ગયા , તેમાં પ્રથમ તીર્થંકરનું નામ શ્રી ઋષભ અને છેલ્લા તીર્થંકરનું નામ વર્ધમાન હતું. તથા ઐરાવત ક્ષેત્રમાં જે 24 તીર્થંકરો થઈ ગયા , તેમાં પ્રથમ તીર્થંકરનું નામ ચંદ્રાનન અને 24માં તીર્થંકરનું નામ વારિષેણ હતું.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

શ્રુત-સ્વરૂપ જ્ઞાનને ઉપમાઓ

Image result for શ્રુત-સ્વરૂપ જ્ઞાનને ઉપમાઓ

શ્રુત-સ્વરૂપ જ્ઞાનને ઉપમાઓ

૧.સૂર્ય સૂર્ય જેમ અંધકારનો નાશ કરી જગત ઉપર પ્રકાશ ફેલાવે છે, તેમ શ્રુતજ્ઞાન રૂપી સૂર્ય, મોહરૂપ અંધકારનો નાશ કરી સમગ્ર પદાર્થોની વાસ્તવિક સમજ આપવારૂપ પ્રકાશને કરે છે. સૂર્ય જેમ
ઉષ્મા પેદા કરી જગતમાં તાજગી લાવે છે, તેમ શ્રુતજ્ઞાન શ્રદ્ધા અને સંયમરૂપ ઉષ્મા પેદા કરી, કર્મ કચરાનો નિકાલ કરી, આત્મ ઘરમાં તાજગી લાવે છે.

૨.સાગર સમુદ્ર જેમ અગાધ જલના ભંડારરૂપ છે, તેમ શ્રુતજ્ઞાન સુંદર પદોની રચનારૂપ પાણીના ભંડાર
તુલ્ય છે.

૩.ચંદ્ર ચંદ્રની કળા દિન-પ્રતિદિન વધે છે, તેમ શ્રુતજ્ઞાન આત્માની કળાને વધારે છે.

૪.દર્પણ મુખ ઉપર રહેલો ડાઘ દર્પણ દેખાડે છે, તેમ આત્મા ઉપર પડેલા રાગ-દ્વેષના ડાઘને આગમ રૂપી
અરીસો બતાવે છે.

૫.મોરપીંછ મોરપીંછ જેમ બાહ્ય રજને દૂર કરે છે, તેમ શ્રુતજ્ઞાન કર્મરજનો નિકાલ કરે છે.

૬.શંખ શંખ ઉપર કોઈ પ્રકારનું અંજન થઈ શકતું નથી, તેમ જ્ઞાનવાન આત્મા ઉપર રાગાદિનાં
અંજન થઈ શકતાં નથી.

૭.સ્તંભ આખી ઈમારતનો આધાર થાંભલો છે, તેમ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો આધાર
જ્ઞાન છે.

૮.વજ્ર વજ્રરત્ન જેમ શત્રુનો સંહાર કરે છે, તેમ જ્ઞાનરૂપ રત્ન રાગાદિ શત્રુનો વિનાશ કરે છે.

૯.સિંહ સિંહના મુખના દર્શન થતાં જ ક્ષુદ્ર જંતુઓ ભાગી જાય છે, પાસે આવતાં નથી, તેમ જ્ઞાનના એક ટંકારથી આત્માના ક્ષુદ્રભાવો ભાગી જાય છે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

Palitana salgiri dada Adinath bhagvan ni mota derasar palitana city 258 mi salgiri

Image may contain: 1 person, night and indoor


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

સંયમીના ઉપકરણ...

No photo description available.

ઓધો= આ છે ઓધો, તે મોંઘો, વૈરાગીને મન સોંધો.

દંડાસણ= આ છે દંડાસણ, જીવોને ન થાય વિસામણ (દુઃખ)

સંથારો= આ છે સંથારો, ખરેખર મોક્ષ માર્ગનો સથવારો.

આસન= આ છે આસન, મોક્ષ માર્ગનું (પ્રાપ્તિનું) સિંહાસન.

વેષ= આ છે વિરતિ ધર્મના વેષની વાત, દેવો ઝંખે તો પણ ન મળે એક રાત.

ચરણ= આ છે પવિત્ર ચરણ, કરવું જાઈએ આત્મ સમર્પણ.

પાત્રા= આ છે ગૌતમસ્વામીના પાત્રા, જેથી સુખે પળાય સંયમયાત્રા.

મુહપત્તી= આ છે મુહપત્તિ, મોક્ષ માર્ગની બત્તી.

ચરવળી= આ છે ચરવળી, જીવદયાનું પાલન કરાવે સવળી.

તરપણી= આ છે તરપણી, તેમાં લવાય ફાસુક-નિર્દોષ આહાર પાણી !

નવકારવાળી= આ છે નવકારવાળી, જપતાં જીવન દે અજવાળી.

પોથી= આ છે પોથી, વાંચતા વંદતા જીવન થાય પાત્ર.

👉લેવા જેવું સંયમ. ત્યજવા જેવો સંસાર. પ્રાપ્ત કરવા જેવો મોક્ષ....

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

🎋 પ્રભુનો અભિષેક 🎋

Image result for jain god aangi images

૧) પરમાત્મા નો અભિષેક પ્રાયઃ ક્ષીર સમુદ્ર નો હોય છે.....પરંતુ આપણા ત્યાં જવા ના વિયોગ થી આપડે તેનો અભિષેક થતો નથી માટે આપડે ગાય ના દૂધ માં સાકર ; ઘી ( અલ્પ માત્રામાં ); દહી,પાણી - એમ પાંચ દ્રવ્ય ભેળવી ને અભિષેક કરવો

૨) પરમાત્મા નું જળ પૂજા માટે નું પાણી સચિત્ત હોવું જોઈએ. ઉકાળેલું પાણી ના વપરાય.
જળ પૂજા ને ઉંચુ સ્થાન આપવું !
કારણ દૂધ એ વિગઈ છે.જળ વિગઇ નથી. અને પરમપદ ને આપનારું છે.

૩) પરમાત્મા ના અભિષેક સમયે પ્રભુ ના મસ્તક પર થી જ અભિષેક અખંડ ધારાએ કરવો.
પરમાત્મા ને ભીના નથી કરવાના માટે બીજે બધે પ્રક્ષાલ ટાળવો.

૪) શું ભાવના ભાવવી ?
મારા જીવન માં ચરિત્ર ઉદય માં આવે

૫) અભિષેક વખતે દુહો મન માં બોલવા...

૬) અભિષેક ના દૂધ માં ઔષધી નાખી શકાય છે.
બહાર ના ઔષધી માં કેમિકલ યુક્ત હોય છે માટે પ્રસિદ્ધ જગ્યા ના જ વાપરવા.

૭) ઘરે પણ ઔષધી બની શકે છે.
ઈલાયચી, લવિંગ,કેસર, ખડી સાકર,કપૂર,કોરી ગુલાબ ની પાંદડી બધું મિકસર ના પીસી નાખવું અને પછી અભિષેક માં એક ચમચી નાખી ને વાપરવું....

૮) પરમાત્મા નો અભિષેક કરતી વખતે તેમનો જન્મ કલ્યાણક ધારવું....

જળ પૂજા નો દુહો મોટા ભાગ ના લોકો ખોટો
બોલે છે.
સચ્ચો દુહો -
જ્ઞાન કળશ ભરી હાથ માં સમતા રસ ભરપૂર શ્રી જીન ને નવરવતા કર્મ થાએ ચકચૂર
તેમાં ક્યાંય મારા શબ્દ બોલવાનો નથી....મારા માં સ્વાર્થ આવી જાય અને ચોપડી માં પણ નથી આપ્યું.

પ્રભુ નો અભિષેક સર્વ દુઃખ ને ક્ષય કરનારું છે.
માટે અષ્ટપ્રકારી પૂજા બને તો રોજ કરવી....ના બને તો અઠવાડિએ.....ના બને તો ૧૫ દિવસ માં એક વાર....ના બને તો મહિને એક વાર જરૂર થી કરવી.🎊

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

આજે રોઝ ડે 🌹


આજે રોઝ ડે 🌹

સંસાર વધારનુરું આવા તુચ્છ પ્રસંગો થી આપડું જીવન તરબોળ છે અને જીવન ને રણ બનાવા સક્ષમ છે.

આજે રોઝ ડે કોઈ વ્યક્તિ સાથે ઉજવ્યા કરતાં
મારા પરમાત્મા સાથે ઊજવજો.
આજે પરમાત્મા ના ચરણ માં એક ગુલાબ નું ફૂલ  રાખજો.🌷🌺🌼💐
પુષ્પા પૂજા કરજો.🌹
અનંતા તીર્થંકર ભગવાન ના ચ્યવન કલ્યાણક નો લાભ મળે છે પરમાત્મા ના ભાવ થી પુષ્પ પૂજા કરતા✨🌹
દાદા નો હાથ માંગજો.👌🏼
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
અન્યથા શરણમ્ નાસ્તિ........ ત્વમેવ શરણમ્ મમ.🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.